Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
૧૮
પાવાગઢથી વડોદરામાં
ગરબા રમે છે એવી લેક-વાયકા પણ કવિએ જણાવી છે. ગામ, નગર, પુર, સંનિવેશ અને રાજ્યની રક્ષા કરવા તથા
વિચરતા તે સૂરિજી, મુનિઓ સાથે પીલુડા ગામમાં પધાર્યા, ત્યારે દેવસિંહ વગેરે શ્રાવકોએ દેશ-કાલોચિત ભક્તિ કરતાં તેમને પ્રવેશ કરાવ્યું હતું. મધુર દેશના કરતા સુરિજીનું પ્રભાવવાળું આચરણ સાંભળી રાજાએ લાલણને નીરોગી કરવા ઉપાય દર્શાવવા મંત્રી દ્વારા જણાવ્યું. “ જિન-શાસનને પ્રભાવક થશે” એમ વિચારી રિજીએ
અષ્ટમ તપ ( ૩ દિવસના ઉપવાસ) કરી કાલિકા દેવીનું આરાધના કરવા જણાવ્યું. એ રીતે આરાધન કરતાં દેવીએ પ્રસન્ન થઈ જયસિંહસરિના ચરણના પ્રક્ષાલન જલને મહિમા સચવ્યો. એ રીતે કરતાં લાલણ નિરોગી થયો. તેનાં માત-પિતા હર્ષિત થયાં. કૃતજ્ઞતાથી સરિછના ઉપદેશથી તેઓએ દયામય જૈનધર્મ સ્વીકાર્યો. સૂરિજીના ઉપદેશથી લાલણે પાવાદુર્ગ(ગઢ)-નિવાસિની મહાકાલીનું ભાવથી પૂજન કર્યું –
" लालणोऽय महाकाली पूजयामास भावतः । જૂરી રાોિન વાઈ-નિવલિનીમ છે”
–વર્ધમાન-પસિંહર્ષિચરિત્ર (સર્ગ ૧, કલો. ૩૪). માત-પિતા સાથે જિનધર્મનું આરાધન કરતાં તેણે શાંતિનાથ જિનની એક દેવકુલિકા કરાવી હતી, તેમાં સ્ફટિક રત્નની બનાવેલી શાંતિનાથની પ્રતિમા સરિદ્વારા પ્રતિષ્ઠિત કરાવી હતી.
એસવાળમાં અગ્રેસર દેવસિંહે સૂરિજીના ઉપદેશથી લાલણને નિશ્ચિત રીતે પિતાને સાધર્મિક જ જાણુને એસવાળાની પંક્તિમાં મેળવ્યો હતો. સુરિજી ચતુર્માસ કરી શિષ્યો સાથે અન્યત્ર વિહાર કરી ગયા. લાલણને પ્રાપ્ત થયેલ સુધર્મ, લક્ષધીરના મનને એ ન હતો. કાલ-ક્રમે રાવજી પટેલેકવાસી થયા. મૃત-કાર્યો કરતાં જ્ઞાતિ-ભજન
કર્મમાં બન્ને ભાઈઓને પરસ્પર કલેશ થયો. મોટાભાઈથી અપમાનિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com