________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ
૧૮૯૦ માં વડોદરાનગરસ્થાયી આ કવિરાજને અહિંના સુશ્રાવક ગાંધી દુલભદાસ ઝવેરચંદ વગેરેએ મહાનિશીથ સૂત્ર સંબંધમાં પ્રશ્નો પૂછેલા, તેના પ્રત્યુત્તર કવિએ આપેલા તે ૩૦૦ લેકપ્રમાણે ગુજરાતી ગદ્યગ્રંથ “મહાનિશીથ-બેલ” નામે પ્રકટ થયેલ છે. વિ. સં. ૧૮૨ માં જ્યારે આ કવિ સૂરત બંદરમાં હતા, ત્યારે પણ વડોદરાના ઉપર્યુક્ત શ્રાવક ગાંધી દુલભદાસ ઝવેરચંદ અને બીજા શ્રાવકોએ મૂર્તિપૂજા વગેરે વિષયમાં પૂછાવેલું-એ અવતરણ અહે “વટપદ્ર (વડોદરા) ના ઐતિહાસિક ઉલ્લેખ” લેખ-માલામાં કર્યું હોવાથી અહિં પુનરુક્તિરૂપે દર્શાવીશું નહિ.
વિક્રમની ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં નામાંકિત થયેલા, “કવિરાજ બહાદૂર” નામે સુપ્રસિદ્ધ એ કવિ દીપવિજયજીએ વડેદરાનગર-સ્થાયિ જીરાવલા પાર્શ્વનાથસ્તવન” નામની એક નાની પણ એ. દૃષ્ટિએ અને કવિતાની દૃષ્ટિએ મહત્વની કૃતિ રચી હતી. જૂદા જૂદા રાગમાં રચેલી પાંચ ઢાળવાળી મનહર એ કવિતામાં પ્રસ્તુત ઘટનાને કવિએ સપ્રમાણ નિર્દેશ કર્યો છે.
કવિએ વડોદરાની ગજલમાં જેમ મહારાજા ગાયકવાડ દામાજીરાવ, સિયાજીરાવ, ફતેસિંહરાવ, ગેવિંદરાવ, રાવ આનાજી, રાવ કાનાજી અને દીવાન રાઉબા વગેરેનું સ્મરણ કર્યું છે તેમ આ ઘટના જેમના રાજ્ય-સમયમાં બની, તે મહારાજા સયાજી( સયાજીરાવ બીજા)નું તથા તેમના વંશના ૮ વંશજોને નામ-નિર્દેશ આ કવિતામાં કવિએ કર્યો છે. ઘટના સાથે સંબંધ ધરાવતી વ્યક્તિ, સંવત્, માસ, તિથિ વગેરે આવશ્યક હકીકતે સૂચવવા કવિએ પૂરતું લક્ષ્ય રાખ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com