________________
પાવાગઢથી વડોદરામાં
આ કૃતિની ૪ પત્રવાળી એક હ. લિ. પ્રતિ લીંબડી (કાઠિયાવાડ)ના શેઠ આ. કે. જેનપુસ્તક-ભંડાર (નં. ૧૯૨૨) માં વિદ્યમાન છે. ઈતિહાસપ્રેમી મુનિરાજ જયંતવિજયજી મહારાજે એ જેવા મંગાવેલી, ત્યાંથી ૫. ફતેહચંદ બેલાણું હરતક આવી અમ્હારા વડિલબંધુ (આ પુસ્તિકાના પ્રકાશક અભયચંદભાઈ) દ્વારા પાછી ભંડારમાં પહોંચી જવાની તૈયારીમાં હતી–તેવામાં ગત માર્ગશીર્ષમાં મહારે ભાવનગર જવાનું થતાં એ પિોથી અકસ્માત મહારા જોવામાં આવી. એ વાંચી– વિચારી જોતાં મને ઉપયોગી લાગી, એથી મેં એની પ્રેસકોપી કરી લીધી. એમાંનાં એ. નામે સંબંધમાં શોધખોળ કરતાં મને વિચાર આવ્યું કે પાવાગઢ-ચાંપાનેર સાથે છે. જેને જે ઈતિહાસ, મેં “તેજપાલને વિજય’ પુસ્તકના પ્રાસ્તાવિકમાં આજથી છ વર્ષો પહેલાં, દર્શાવ્યા છે, તેના અનુસંધાન-પૂર્તિ આથી થશે,. જેને ના ભૂલાઈ ગયેલા ઈતિહાસના અનુસંધાનમાં આ ઈતિહાસ નવું પ્રકરણ ઉમેરશે, પાવાગઢની કાલિકા સંબંધમાં પણ કેટલેક અપ્રકટ વૃત્તાંત પ્રકાશમાં આવશે, વડેદરાના રાજ્યકર્તાઓ અને જૈનમંદિર-મૂર્તિને કેટલેક ઈતિહાસ પણ આથી વિશેષ પ્રકાશમાં આવશે. પુરાતત્વ ગવેષણ કરનારા, સાચા ઈતિહાસના સંશોધક અભ્યાસીઓને, ઉત્સાહી ઈતિહાસપ્રેમીઓને આ નાની કૃતિમાંથી પણ સંશાધન-ગ્ય થોડી ઘણી સામગ્રી મળશે. તીર્થ–પ્રેમીઓને અને કવિતા–પ્રેમીઓને પણ આથી આનંદ થશે અને વિશેષ જાણવાનું મળશે. આ લઘુ કૃતિ તેવા તેવા અધિકારીઓને કંઇક માર્ગદર્શન કરાવશે અને પ્રેરણું આપશે–એવા વિચારથી પ્રેરાઈને પ્રાપ્ત થયેલી પ્રતિના આધારે કવિની ભાષામાં પરિવર્તન કર્યા વિના આવશ્યક અશુદ્ધિઓનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com