________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ સંશોધન કરી આ કૃતિને પ્રકાશમાં લાવવા નિર્ણય કર્યો–અને પાઠક જાણુને વિશેષ આનંદ પામશે કે–આ સાથે કવિતાનો સાર દર્શાવી એમાં જણાવેલ ઐતિહાસિક નામે સંબંધી વિશેષ જ્ઞાતવ્ય, ખાસ કરીને જીરાવલા પાર્શ્વનાથને પ્રાદુર્ભાવ, તેને મહિમા, સ્મરણ, સ્ત, યાત્રા-સંઘ, મંદિર, મંડપ, દેવકુલિકાઓ, ઉપદ્ર, ઉદ્ધારે, તે સ્થાનથી પ્રખ્યાત થયેલા ગચ્છના આચાર્યાદિએ કરેલ પ્રતિમા–પ્રતિષ્ઠા વગેરે સંબંધને શક્ય કમ-સંબદ્ધ સંકલિત કરેલે ઐતિહાસિક સંશોધનવાળો પ્રાચીન ઈતિહાસ ગંભીર અન્વેષણ કરી જણાવવા અમે અહિં પ્રયત્ન કર્યો છે.
_વિક્રમની ચિદમી સદીથી ખરતરગચ્છ, અંચલગચ્છ (વિધિ પક્ષ), તપાગચ્છ, કેરંટકગછ વગેરે વિવિધ ગચ્છના આચાર્યોએ અને વિખ્યાત કવિઓએ આ તીર્થનાં ભક્તિભાવભય છટાદાર સ્તોત્ર સંસ્કૃતાદિ વિવિધ ભાષામાં, વિવિધ છમાં વિવિધ નામે રચેલાં જણાય છે, તેમાંથી જાણવામાં આવેલાં કેટલાંકનું અહિં સપ્રમાણ સૂચન કરવામાં આવ્યું છે.
કેટલાય સંઘે આ તીર્થની યાત્રાએ આવ્યા જણાય છે, તેમાંથી કેટલાકના સંબંધમાં અહિં ઉલેખ દર્શાવ્યા છે. આ તીર્થમાં મંડપ, દેવકુલિકા વગેરે સત્કર્તવ્ય કરનારા-કરાવનારા સંબંધમાં પણ જે પ્રામાણિક રીતે જાણી શકાયું–તે જણાવવા અહિં પ્રયત્ન કર્યો છે, તે જોવામાં આવશે. | તીર્થની યાત્રા કરનારાઓએ તીર્થમાલા, ચૈત્ય-પરિપાટી, પાર્શ્વનાથ-નામમાલા–સ્તોત્ર-સ્તવનાદિમાં અને અનેક ગ્રંથકારેએ પિતાની ગ્રન્થરચનામાં આ જીરાવલા પાર્શ્વનાથ-તીર્થનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com