________________
પાવાગઢથી વડોદરામાં
સ્મરણ કર્યું જણાય છે, તેમાંથી પ્રસિદ્ધ, અપ્રસિદ્ધ અનેક ગ્રંથનું અન્વેષણ કરતાં જે જે જાણી શકાયું, તે તે એકત્ર કરી વ્યવસ્થિત ક્રમે સંકલિત કરી દર્શાવવા અહિં પ્રયત્ન કરવામાં આવે છે, તેમ જેવાશે.
એ સાથે પાવા-પતિના પૂર્વજ પૃથ્વીરાજ ચૌહાણને પરિચય કરાવતાં ચૈહાણ મહારાજાઓ ( રણથંભેરવાળા શાકંભરીશ્વરો તથા જાલેર ગઢવાળા-સેનગરા ) સાથે છે. જેનો ઇતિહાસ, રાજસભા અને રાજાઓ પર વે. જેનાચાર્યોને પ્રભાવ, સમર્થ ઉચ્ચ કર્તવ્ય-દક્ષક. જૈન મંત્રીશ્વર આદિને પણ પ્રામાણિક પરિચય પરિશ્રમ લઈ દર્શાવેલે અહિં દષ્ટિગોચર થશે, અને તે ઈતિહાસ–પ્રેમીઓને બહુ ઉપયોગી જણાશે.
વડોદરામાં પ્રકટ થયેલ એ જીરાવલા પાર્શ્વનાથની પ્રતિમાને પછી ક્યાં પ્રતિષ્ઠિત કરી? એ વગેરે સંબંધમાં તત્કાલ બનાવેલી એ કવિતામાં કવિએ જણાવેલું ન હોવાથી તે સંબંધમાં અમે વિશેષ શોધખોળ કરી અને હાલ પાટણમાં બિરાજતા વડોદરાના વિશેષજ્ઞ ૯૧ વર્ષના વયેવૃદ્ધ મુનિરાજ પ્રવર્તકજી કાંતિવિજયજી મહારાજને પણ પૂછાવેલું, પરંતુ તેમની પાસેથી જાણવા લાયક વિશેષ હકીકત ન મળી આવી; તેમ છતાં નિરાશ ન થતાં વિશેષ તપાસ અને પ્રયત્ન કરતાં જાણવામાં આવ્યું કે-મામાની (પહેલાં-બાલચંદ પટેલની) પિળમાં ઉચ્ચ શિખરબદ્ધ મનહર જૈનમંદિર કરાવી તેમાં વિ. સં. ૧૮૯૬ માં બિરાજમાન કરવામાં આવેલા અને સર્વને કલ્યાણ કરનારા હોઈ “ કલ્યાણ પાશ્વનાથ” નામે નામાંકિત કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com