________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ
૭ આવેલા, તે જ પૂર્વોક્ત કવિએ વર્ણવેલ જીરાવલા પાશ્વનાથ (શ્યામ પ્રતિમા ) છે એવી દઢ માન્યતા થઈ. જેમની પ્રતિષ્ઠાને શતાબ્દી–મહત્સવ શાંતિ-નાત્રાદિ પૂર્વક ગયે વર્ષે જ ઉજવાયો હતે. વિ. સં. ૧૮૮૯ માં એ પ્રતિમા પ્રકટ થયા પછી ૭ વર્ષ દહેરાસર તૈયાર થતાં વિ. સં. ૧૮૯૬ માં (માઘ શુ. ૧૩) તેમની પ્રતિષ્ઠા થયેલી. આ પ્રસંગને સૂચવતું એક સ્તવન, વિ. સં. ૧૯૩ માં મુનિરાજ સિદ્ધિવિજયજીના શિષ્ય ભક્તિવિજયજીએ રચેલું મળી આવ્યું, તે પણ અમે અહિં પાછળ દર્શાવ્યું છે. પ્રયત્ન કરવા છતાં આ પ્રતિમાને લેખ જેવા-વાંચવામાં કે અહિં દર્શાવવામાં સફળતા મળી શકી નથી, તેમ છતાં એ જેનમંદિરને વિ. સં. ૧૭૯ થી જીવન-પર્યન્ત વહીવટ કરનાર
સ્વ. મગનલાલ પરીખના ઉતસાહી સુપુત્ર શ્રીયુત વકીલ ડાહ્યાભાઈ બી. એ, એલ.એલ. બી, તથા ઈતિહાસ–પ્રેમી વૈદ્ય વાડીલાલભાઈ અને વિજયલલિતસૂરિજીના શિષ્ય મુનિ પ્રભાવિજયજી વગેરે સાથે વિચાર કરતાં ઉપરની માન્યતા પુર્ણ થાય છે.
આ ઈતિહાસને મુખ્ય ભાગ વાંચી જઈ પ્રાસંગિક સૂચન કરી પ્રત્સાહિત કરવા માટે બરડા કોલેજના ઈતિહાસના પ્રેફેસર શ્રીયુત કેશવલાલભાઈ હિં. કામદાર એમ. એ., તથા પાલીના પ્રેફેસર, રાજદફતરદાર શ્રીયુત ચિંતામણિ વિ. જોશી એમ. એ, તથા ગુજરાતીના પૃ. મંજુલાલભાઈ ૨. મજમુદાર એમ. એ, એલ એલ. બી., તથા સુપ્રસિદ્ધ ઈતિહાસ–લેખક સાક્ષર મેહનલાલભાઈ દ. દેશાઈ બી. એ; એલ એલ. બી, ઍડકેટ તથા “સુવાસ'ના તંત્રી શ્રીયુત ચીમનલાલ સંઘવી તથા અન્ય સહાયક સજજનેને આભાર માનું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com