Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટીનાં વાસણો અને અન્ય પુરાવશેષોને એક stratigraphic આધાર આપ્યો. આ અધ્યયન પછી તેમણે Amreli-Kshatrapa Gupta Town નામે પ્રકાશિત કર્યું. તેમના દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થિત ઉખનનથી પ્રભાવિત થઈને અમલાનંદ ઘોષ, તત્કાલીન સંયુક્ત મહાનિદેશક, પુરાતત્ત્વ વિભાગે તેમને અમરેલીની નજીક ઐતિહાસિક સ્થળ વાણિયાવાડ વાદર નામના આદ્ય સ્થળનું કાર્ય સોપ્યું જે Later Harappan Settlement ના રૂપમાં જાણવામાં આવ્યું. (૨) રંગપુર : ૧૯૪૭માં ભારત-પાક, વિભાજન પછી સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી તાલુકામાં આવેલ રંગપુરનું એક હડપ્પીય ચોકીરૂપે મહત્ત્વ વધી ગયું. અમલાનંદ ઘોષે, એસ.આર.રાવને આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિમાં ભારતની સ્થિતિ નિર્ધારિત કરવા માટે તેનું ખોદકામ કરવા કહ્યું. આ પડકારમાં એસ.આર. રાવ સફળ થયા. એમણે ૧૯૫૩માં પૂર્વ પુરાતત્ત્વવિદો દ્વારા ઉપેક્ષિત રંગપુર ટીંબામાં એક ક્ષેત્ર પસંદ કર્યું, જેમાં ઉત્સાહજનક પરિણામ પ્રાપ્ત થયું. અહીંયાંથી હડપ્પીય વિશેષતાઓ યુક્ત ઈંટોની નીક અને હડપ્પીય સંસ્કૃતિના ચબૂતરાની સાથે સાથે માટીનાં વાસણો, મણકા, પથ્થરનાં વજનિયાં અને cher: blade પ્રાપ્ત થયાં. હડપ્પીય સંસ્કૃતિના ક્રમિક પતન સંબંધિત પુરાવા તથા એની ઉત્તરાધિકારી સંસ્કૃતિનાં lustrous red ware પ્રાપ્ત થયાં. જે માર્ટીમર વ્હીલરના હડપ્પીય સંસ્કૃતિના આકસ્મિક પતન સંબંધી મતને નકારે છે. એસ.આર.રાવના મતે અહીંયાંથી સિંધુ સંસ્કૃતિના પતન પછીનાં ત્રણસો વર્ષ સુધીના પુરાવા મળે છે. (૩) લોથલ : એસ.આર.રાવ દ્વારા ખોદાયેલું પુરાતાત્ત્વિક સ્થળ રંગપુર કેટલાક પુરાતત્ત્વવિદો દ્વારા પરિપક્વ હડપ્પીય સભ્યતાના સ્થળ તરીકે નકારાયા પછી સાબરમતી અને ભોગાવા નદીઓના મુખપ્રદેશો ઉપર આવેલું ગોદીનગર લોથલ નવેમ્બર, ૧૯૫૪માં શોધી કાઢ્યું જે અમદાવાદ થી ૮૦ કિ.મી. દક્ષિણ-પશ્ચિમમાં ધોળકા તાલુકાના સરગવાલા ગામથી ૨ કિ.મી. પશ્ચિમમાં આવેલું છે. એસ.આર.રાવની દેખરેખ હેઠળ પચાસ માસ સુધી નિરંતર કરવામાં આવેલ આ કામમાં ગોદામ (૧૯૫૫-૧૯૬૨)ના અહેવાલમાં નગર-આયોજન, ગોદી(dockyard), અનાજનાં ગોદામ, મણકાનાં કારખાનાં, કબરસ્તાન મળ્યાનો ઉલ્લેખ છે. સિંધુ લિપિની ઉત્પત્તિ અને ૧૯૦૦ ઈ.પૂ.થી ક્રમિક પતન સંબંધિત પુરાવા તેમણે પ્રસ્તુત કર્યા. એસ.આર.રાવના લોથલના ખોદકામમાં મળેલા પુરાવાઓએ સિંધુ સંસ્કૃતિના પતન પાછળ પ્રાકૃતિક આપદાના મતને માનવા માટે મજબૂર કર્યા. અહીંથી પ્રાપ્ત ખોદકામના અવશેષો અને સ્મારકોએ સમકાલીન દરિયાઈ ગતિવિધિઓ અને વિદેશ વ્યાપાર જેવા અજ્ઞાત પક્ષો પણ પ્રસ્તુત કર્યા. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા ૧૯૬૩માં રંગપુર રિપોર્ટ તથા ૧૯૭૯ અને ૧૯૮૫માં બે ખંડોમાં લોથલ રિપોર્ટ Lothal-Harappan Port Towm પ્રકાશિત થયા. હવે સિંધુ સભ્યતા સંબંધી શોપકાર્ય માટે આ બે સ્થળો સંદર્ભ-સ્થળ (index site) તરીકે જોવામાં આવે છે. (૪) ગુજરાત સ્થિત અન્ય હડપ્પીય સ્થળોની શોધ : એસ.આર. રાવે લગભગ સંપૂર્ણ ગુજરાતમાં વિભિન્ન જગ્યાઓમાં સર્વેક્ષણ કરી લગભગ ૪૦ જેટલાં પરાતાત્ત્વિક સ્થળોને શોધી કાઢ્યાં, જેમાં કેટલાંક હડપ્પીય, Late Harappan તથા અન્ય Post Harappan છે. એસ.આર.રાવે પ્રત્યેક મુશ્કેલીને અવસરમાં બદલી નાંખી હતી. જેમ કે લોથલમાં મણકા બનાવવા માટે પ્રયુત માણિજ્ય(semi-precious stone)ના સ્રોત સમસ્યાના સમાધાન માટે નર્મદા તટે મેહગામ અને કિમતટે ભગતરાવ શોધી કાઢ્યાં. તેને હવે અપરિપક્વ હડપ્પીય સંસ્કૃતિની દક્ષિણ છેડાની સીમા માનવામાં આવે છે. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૩૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168