Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 123
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહત્ત્વનું કાર્ય કર્યું હતું. તે બાબત તેઓ જરૂર પડ્યે ભગવાનલાલ ઇંદ્રજીની સહાય મેળવતા. ભગવાનલાલ પણ તેમની જિજ્ઞાસાવૃત્તિ સંતોષી તેમના ઇતિહાસ સંશોધનનાં કાર્યને પ્રોત્સાહિત કરતા. ૨૦-૧૦-૧૮૮રના ભગવાનલાલ ઇંદ્રજીએ આચાર્ય વલ્લભજીને સિક્કાઓ અંગે પત્ર લખ્યો હતો. તેનો ઉલ્લેખ ભાવનગરના વિજયશંકર ગૌરીશંકર ઓઝાએ ૧૦-૧૧-૧૮૮૨ના ભગવાનલાલ ઇંદ્રજી ઉપરના પત્રમાં કર્યો હતો અને તેમના તે પત્ર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આમ પછીથી ૨૦મી સદીમાં જદુનાથ સરકાર અને ગોવિંદ સખારામ દેસાઈ વચ્ચે ઇતિહાસની વિવિધ બાબતો અંગે જે પત્રવ્યવહાર થયો હતો, તેવો પત્રવ્યવહાર ૧૯મી સદીમાં ભગવાનલાલ ઇંદ્રજી અને વલ્લભજી હરિદત્ત વચ્ચે થયો હતો. ૧૯મી સદીમાં ‘ભગવાનલાલ અને વલ્લભની ગુરુ-શિષ્યની જોડીની જેમ ૨૦મી સદીમાં “જદુનાથ અને ગોવિંદ"ની જોડી ભારતીય ઇતિહાસ લેખનવિદ્યાના ઇતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવે છે. વળી વલ્લભજીએ બહાઉદ્દીન કોલેજના ઇતિહાસના પ્રાધ્યાપક હોડીવાલા પાસે જઈ “ઝરબે જૂનાગઢ વાળા સિક્કા અંગે માહિતી મેળવી હતી. તે જૂનાગઢની ટંકશાળમાં પાડવામાં આવેલા ચાંદીના મોટા બાદશાહી સિક્કા હતા. તે સિક્કા તેઓ રાજકોટમાં મ્યુઝિયમ માટે લાવ્યા હતા. આમ સિક્કાશાસ્ત્રના ક્ષેત્રે પણ તેનું આગવું પ્રદાન હતું. વલ્લભજી આચાર્ય સૌરાષ્ટ્રનાં પુરાતત્ત્વ તથા પ્રાચીન ઇમારતો, શિલાલેખો, સિક્કાઓ અંગે ઊંડું જ્ઞાન ધરાવતા હતા. ૧૮૮૮ થી ૧૯૧૦ ની ૨૨ વર્ષની વૉટસન મ્યુઝિયમના ક્યુરેટર તરીકેની નોકરી દરમ્યાન તેમણે સૌરાષ્ટ્રનાં દૂર દૂરના ભાગો સુધી આવેલાં મંદિરો, મસ્જિદો, વાવો, પ્રાચીન ઇમારતો શિલાલેખો વગેરેની રૂબરૂ મુલાકાત લઈ તેનાં શિલ્પોનો તામ્રપત્રોનો, સિક્કાઓનો તથા તે સ્થળોએથી મળેલ શિલાલેખોની છાપ લઈ એનો વિશ્લેષણાત્મક - વિવેચનાત્મક અભ્યાસ કર્યો હતો. પ્રાચીન સ્થળોની એમની મુલાકાત અને તે અંગેની વિગતવાર માહિતી વૉટ્સન મ્યુઝિયમના વાર્ષિક અહેવાલોમાં તથા તેમણે પોતે લખેલ ડાયરીમાંથી પ્રાપ્ય છે. તેમણે મેળવેલી ઐતિહાસિક મહત્ત્વની વસ્તુઓ, તે અંગેની કે અન્ય ઐતિહાસિક માહિતી તેમણે મ્યુઝિયમના માધ્યમથી સમાજ સુધી પહોંચાડી હતી. વળી ઇતિહાસના ભાવિ સંશોધકને તેમાંથી કાચી સામગ્રી મળી રહે તેમ હતી. આમ પ્રાચીન વારસાના ગૌરવને જાળવવામાં તેઓ ખૂબ ઉપયોગી બન્યા હતા. ૧૯૦૯-૧૯૧૦માં રાજકોટમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મળ્યું. ત્યારે વોટસન મ્યુઝિયમમાં તેમણે સિક્કાઓ તથા તામ્રપત્રોનું પ્રદર્શન યોજી મ્યુઝિયમ અંગે લોકોમાં જાગૃતિ અને રસ પેદા કર્યા હતા. આમ તેમના પ્રયત્નોથી રાજકોટનું વૉટ્સન મ્યુઝિયમ સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર બન્યું હતું. ઉપરાંત ઐતિહાસિક સંશોધન અંગેના લેખ તેઓ “સૌરાષ્ટ્ર દર્પણ” તથા અન્ય સંશોધન સામયિકોમાં પ્રસિદ્ધ કરતા હતા. આમ આ ઇતિહાસકારે ઇતિહાસની સામગ્રી એકત્રિત કરવા વિસ્તૃત વિસ્તારમાં, તત્કાલીન સમયમાં આવાગમનના સાધનોની મુશ્કેલી-મર્યાદાઓ હોવા છતાં, પ્રવાસ કરીને જે તે સ્થળોનું સર્વેક્ષણ કરી, સ્થળ તપાસ કરી માહિતી મેળવવાનું અથાગ પરિશ્રમનું કાર્ય કર્યું હતું. વળી વિવિધ સ્થળેથી તામ્રપત્રો કે શિલાલેખના રબીંગ લઈ બીજા સ્થળના સંશોધકો માટે તેની વિગતો ઉપલબ્ધ કરાવી તેમણે તેમનું કાર્ય સરળ બનાવ્યું હતું. પછીથી તેની વાંચના પણ કરી અને ક્યાંક ત્રુટિ કે અશુદ્ધિ જણાઈ તેનું નિવારણ કરી ઇતિહાસના પુનર્લેખન દ્વારા ઇતિહાસની માહિતીને પરિશુદ્ધ કરી ઇતિહાસ આલેખન-વિદ્યાની તેમણે મહાન સેવા બજાવી છે, એમ કહી શકાય, કેટલેક સ્થળેથી વેરાન-ઉજ્જડ હાલતમાં પડેલાં શિલ્પો, કે સિક્કાઓ મેળવી મ્યુઝિયમમાં સંગૃહીત કરી ગુજરાતના ઇતિહાસના અમૂલ્ય ગૌરવપૂર્ણ વારસાને જાળવી રાખવાની સેવા તેમણે બજાવી છે, તે પ્રશંસનીય છે. ઇતિહાસના રસજ્ઞો કે અભ્યાસીઓને તેમણે યથાસંભવ, યથાશક્તિ મદદ કરી, સહકાર આપી ઇતિહાસના સંશોધનને પરોક્ષ રીતે પણ પ્રોત્સાહન આપ્યું હતું. ડૉ. ભગવાનલાલ ઇંદ્રજી, કર્નલ વૉટ્સન, વહીલર, કેમ્પબેલ, વિજયશંકર ગૌ. ઓઝા, પ્રો.હોડીવાલા, ભગવાનલાલ સંપતરામ છત્રપતિ, બ.ક.ઠાકોર વગેરેને ઇતિહાસ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૧૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168