________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાર્થના-ખંડ હોવાનું અનુમાન છે. ૨૯ વળી તેનો પૂર્વ ભાગમાં ૧૦x૧૦' ના ૬ ખંડો અને રદ'x૧૦’ નો એક ખંડ પણ મળ્યો છે. આ સ્થળેથી ચટણી વાટવાનો પથ્થર, ઠીકરાં, અબરખના ટુકડા, તોલમાપો, માટીનાં વાસણો જેવા કે કુંજા , પ્યાલા, કોડિયાં, મુદ્રાંકન વગેરે પ્રાપ્ત થયાં છે.*
આ સ્તૂપ દ્ધસેન વિહાર તરીકે પણ ઓળખાય છે. ત્યાંથી જે મુદ્રાંકન મળ્યું છે તેમાં “મહારાજ રુદ્ધસેન વિહાર ભિક્ષુ સંઘસ્ય” લખાણ છે. આમ પ્રસ્તુત મુદ્રા એ મહારાજ રુદ્રસેને બંધાવેલ વિહારના ભિક્ષુ સંઘની છે. ૩૩ આ વિહારમાંથી શ્રી ગિરજાશંકર આચાર્ય ક્ષત્રપના બે રૂપાના અને તાંબાના નાના સિક્કા તથા ટેરાકોટાની એક ક્ષત્રપ સીલિંગ શોધી કાઢેલ તે જૂનાગઢ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરેલી છે.
હિન્દના પ્રાચીન સિક્કા” ઉપરનો તેમનો ફાર્બસ ગુજરાતની સભાના સૈમાસિક છપાયેલા લેખ ખૂબ પ્રશંસા પામ્યો હતો. સિક્કાશાસ્ત્ર અંગેની તેમની ઊંડી સમજ અને સંશોધનનું તેમાં પ્રતિબિંબ પડે છે. ઈન્ડોગ્રીક, કુશાણ, ક્ષત્રપ, ગુપ્ત, દક્ષિણ હિન્દ અને આંધ વગેરે વંશના સિક્કાઓની તેમાં વિશ્લેષણાત્મક વિગતપૂર્ણ માહિતી રજૂ કરી હતી.
ઈતિહાસ આલેખન ક્ષેત્રે તેમણે વિવિધ વિદ્વાનોએ પુરાતત્ત્વ ક્ષેત્રે જે ખેડાણ કરેલાં તે તમામનું સંકલન કરી “ગુજરાતના ઐતિહાસિક લેખો” નામના ત્રણ ગ્રંથોની રચના કરી છે. તે ગ્રંથો ક્રમશઃ ૧૯૩૩, ૧૯૩૫ અને ૧૯૪રમાં પ્રસિદ્ધ થયા હતા. તેઓ એમ માનતા હતા કે ઇતિહાસ સંશોધનની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. તેથી તેમણે પોતાના ઉપરોક્ત ગ્રંથોના ભાગ-૧ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે- “ઐતિહાસિક સાધનોનો સંગ્રહ એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે. તે હંમેશા અપૂર્ણ જ રહેવાનો, કારણ કે જે પક્ષ અત્યારે માન્ય ગણાય છે તે હવે પછી નવાં સાધનોની પ્રાપ્તિ પછી કદાચ ત્યાજ્ય ગણાય એવો પણ સંભવ છે.”૩૪ મૂલ્યાંકન :
આમ ગિરજાશંકર વલ્લભજી આચાર્ય પોતાના પિતાની જેમ ઇતિહાસના એક સંનિષ્ઠ અભ્યાસી અને સંશોધક હતા. તેમણે અનેક શિલાલેખો શોધી તેની પુનઃ વાચના કરી જૂની પ્રચલિત માન્યતાઓને પ્રમાણ સાથે ખોટી ઠરાવી સાચી હકીકતો રજૂ કરી ઇતિહાસનું પુનઃ લેખન કરવામાં ઉપયોગી પ્રદાન કર્યું છે. વળી વિવિધ સ્થળોએથી સિક્કાઓ મેળવી તેનો અભ્યાસ કરી જે તે પ્રદેશના ઇતિહાસને તેમણે નવી માહિતીથી સમૃદ્ધ કર્યો છે. ઉપરાંત ઈંટવાના સ્તૂપનું ઉત્પનન કરી તેમાંથી પ્રાપ્ત અવશેષોને આધારે સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મની અસર તથા સ્થાપત્ય અંગેની વિગતો પ્રકાશમાં આણી છે. આમ ગિરજાશંકર આચાર્યના ઇતિહાસ, પુરાતત્ત્વ, અભિલેખ વિદ્યા, લિપિશાસ્ત્ર, સિક્કાશાસ્ત્ર મ્યુઝિયોલોજી વગેરે ક્ષેત્રોમાં પ્રદાનને કારણે તેઓ ગુજરાતના ઇતિહાસકારોમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
સંદર્ભો ૧. આચાર્ય ગિરજાશંકર વલ્લભજીની હસ્તલિખિત ડાયરી, પૃ. ૧-૨ ૨. એજન ૩. વૉટ્સન મ્યુઝિયમ વાર્ષિક રિપોર્ટ વર્ષ, ૧૯૧૦-૧૧, પૃ. ૧ ૪. શાસ્ત્રી અને પરીખ (સંપા.) “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” ગ્રંથ-૮, અમદાવાદ, ૧૯૮૪,
પૃ. ૫૮૩ અને ૫૮૭ ૫. એજન, પૃ. ૫૭૬ ૬. એજન, પૃ. ૫૮૩ ૭. વૉટ્સન મ્યુઝિયમ વાર્ષિક અહેવાલ વર્ષ-૧૯૧૭-૧૮, પૃ. ૨
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૨૨
For Private and Personal Use Only