Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 142
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુરાતત્ત્વ ક્ષેત્રે પાયાના કાર્યકર શ્રી જયેન્દ્રભાઈ શ્રી જયેન્દ્રભાઈ નાણાવટી Acharya Shri Kailassagarsuri Gyanmandir ડૉ. રસેશ જમીનદાર* વ્યક્તિ જે જમાનામાં કાર્યરત રહે છે તે જમાનાના વાતાવરણથી તે જવલ્લે જ જલકમળવત્ રહે છે. તેનું વ્યક્તિત્વ અને તેની વિચારસરણી ખસૂસ સમધાધીન જોવાં મળે છે. હમણાં જ પરિપૂર્ણ સંતોષી જીવન જીવીને જૂનાગઢી નાગર યેન્દ્રભાઈ નાણાવટી પ્રભુને પ્યારા થઇ ગયા (૧૩.૧૦,૨૦૦૩). સ્વાતંત્ર્ય સંગ્રામના મધ્યાહ્ને એમનો જન્મ જૂનાગઢમાં (૨૬૮-૧૯૨૦). આથી એમની ગળથૂથીના બંધારણમાં આઝાદીનો આક્રોશ નાણાવાણાની જેમ વણાઇ ગયેલો જોઇ શકાય છે. આ કારણે તેઓ આજીવન ખાદીવસ્ત્રોથી સજ્જ જોવા મળ્યા છે; એટલું જ નહીં એમનાં ધર્મપત્ની કૌશલ્યાબહેન પણ ખાદીધારી રહ્યાં છે. આઝાદીના આંગણામાં પયપાન પામેલાં આ નાણાવટીદંપતિ આ જ કારણે સેવાનિષ્ઠ અને કાર્યનિષ્ઠ રહેલું છે. હા, જીવનનિર્વાહ વાસ્તે જ્યેન્દ્રભાઈએ સરકારી નોકરી સ્વીકારી હતી પણ ત્યારેય સમગ્ર કાર્યકાલ દરમ્યાન ક્યારેય ફરજચૂક થયા નથી તેમ સેવાવૃત્તિ અને સાદગીથી વિપરીત થયા નથી. ગાંધીકાળમાં જીવનરીતિ ગોઠવી ચૂકેલા મોટાભાગના વિદ્વાનો જાહેર પ્રસિદ્ધિથી હમેશાં વિરક્ત રહ્યા છે પણ ફરજ પરત્વે સતત આસક્ત રહ્યા છે. જ્યેન્દ્રભાઈ આવું વ્યક્તિત્વ ધરાવતા હતા. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષય સાથે પારંગતની પદવી પ્રાપ્ત કરનાર જ્વેન્દ્રભાઈ સરકારી માહોલમાં પણ કાર્યદક્ષ વહીવટદાર તરીકે પોતાની છાપ મૂકી ગયા છે. મુંબઈ વિશ્વવિદ્યાલયના આ અનુસ્નાતકે સરકારી નોકરીનાં મોટાભાગનાં વર્ષો ગુજરાતમાં ગુજાર્યાં હતાં અને ગુજરાતનાં સંગ્રહાલયો, ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતાના પ્રથમ નિયામક તરીકે તેમ જ નિવૃત્તિબાદ ગુજરાત રાજ્યના દફ્તરખાતાના (હવે ગુજરાત રાજ્ય અભિલેખાગાર એવું નામાભિધાન થયું છે જેમાં આ લખનારનો હિસ્સો છે અને જ્યારે ૧૯૮૦માં દફતરોની પ્રવૃત્તિ પુરાતત્ત્વખાતાથી સ્વતંત્ર થઇત્યારે દફતરભંડાર એવા નામાભિધાન વખતે પણ પ્રાધ્યાપક ૨.ના. મહેતા સાથે આ લખનારે ફોઇબાની ફરજ અદા કરેલી) નિયામક તરીકે પણ ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં પ્રસ્તુત ત્રણ સંસ્કૃતિ પ્રવૃત્તિઓ મારફતે જ્યેન્દ્રભાઈએ બુનિયાદીકાર્ય કર્યું છે એમ કહી શકાય. કારકિર્દીનો પ્રારંભ એમણે રાજકોટ, જૂનાગઢ અને કચ્છનાં સંગ્રહાલયોના વસ્તુપાલ તરીકે કર્યો હતો. મુંબઈ સરકારના પુરાતત્ત્વનિયામક પણ રહ્યા. 'ટ્રેઝર ટ્રોવ' અધિકારી તરીકે પણ તેમણે ફરજ બજાવેલી. રાજ્ય સરકારમાંના એમના સરકારી હોદ્દાની રૂએ યેન્દ્રભાઈએ ભારત સરકારના પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાના મધ્યસ્થ સલાહકાર સમિતિના સભ્ય તરીકે, ઇન્ડિયન હિસ્ટોરિકલ રેકાર્ડઝ કમિશનના સભ્ય તરીકે, સંગ્રહાલય નિષ્ણાત સમિતિના સભ્ય તરીકે એક અદના વિદ્વાન તરીકે યથાશક્તિ ફાળો નોંધાવ્યો છે. રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇતિહાસ-સંસ્કૃતિ-પુરાતત્ત્વ-કલા વિષયક પરિસંવાદો અને અધિવેશનોમાં * પૂર્વ અધ્યક્ષ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, મહાદેવ દેસાઈ વિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૩૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168