Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 153
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir eral’ (સામાન્ય; સર્વસાધારણ)માં જવું વધારે ઉચિત લાગે છે. જો કે બંને વચ્ચેના તાલમેલની પણ ખૂબ જ જરૂરત છે.” તેથી મેં શ્રી મહેતાને કહ્યું કે “તમારી વાત સાચી લાગે છે, પણ તમારી પોતાની ‘હિસ્ટરીની પ્રેક્ટિસ વિશે જણાવો.” પણ આ સવાલનો ફોડ પાડતાં તેમણે કહ્યું કે અત્યાર સુધી મેં તમને જે કહ્યું છે તે મારા લેખન કાર્યને જ અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેથી theory અને practise ને છૂટા પાડી ન શકાય. તેમણે ઉમેર્યું : “એક વાત તો ચોક્કસ છે અને તમે પણ સારી રીતે જાણો છો કે કોઈપણ ઇતિહાસકાર ગમે તેટલો પ્રયાસ કરે છતાં તેને માટે સંપૂર્ણ રીતે તટસ્થ કે બાહ્યનિષ્ઠ રહેવાનું શક્ય જ નથી. આમ છતાં ઇતિહાસકાર તેની આઇડિયોલોજી અને સિદ્ધાંતો વિશે જેટલો સભાન હોય તેટલો તેને તથા તેના વાચકોને ફાયદો થાય. પરંતુ આવી કોઈ આઇડિયોલોજી અને સિદ્ધાંતો કે વૈચારિક માળખું (conceptual frame work) જ તેની પાસે ના હોય તો તે શાને આધારે પ્રશ્નો પૂછે ? અને તે કેવી રીતે ઇતિહાસનું નવસર્જન કરી શકે? પૂર્વધારણાઓ અને સંભાવનાઓ (hypothesis and assumptions) તો વ્યવસાયી ઈતિહાસકારનો પ્રાણ છે. તેને ચકાસ્યા વગર ઇતિહાસ રેલવેના સમયપત્રક અને હોટલના મેનુની જેમ હકીકત પ્રચુર જ હોય છે.” મકરંદભાઈએ તે અંગેની વાત તેમના નીચેના લેખ દ્વારા સૌ પ્રથમ કરી : “Maharaj Libel Case : A study in Social Change in Western India in the Ninteenth Century', Indo-Asian Culture, New Delhi, Vol. 19, no. 4, January, 1971. આ લેખમાં તેમણે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ આચાર્ય જદુનાથજી મહારાજે જાન્યુઆરી ૧૮૬૨માં સમાજસુધારક કરસનદાસ મૂળજી સામે બદનક્ષીનો જે દાવો માંડ્યો તેનું વર્ણન તેમજ વિશ્લેષણ કરીને સામાજિક પરિવર્તનના કેટલાક સૈદ્ધાંતિક મુદ્દાઓ ઉપસાવ્યા છે. તેમણે લખ્યું છે કે પશ્ચિમની રેશનલ વિચારસરણી તથા છાપખાનાં જેવાં ભૌતિક માધ્યમો વગર આ પ્રકારના મુકદ્દમાનો પ્રસંગ ભાગ્યે જ બન્યો હોત. તેમનો બીજો મુદ્દો એ છે કે બ્રિટિશ કૉર્ટ ‘ગૌબ્રાહ્મણ પ્રતિપાલકના આદર્શને વરેલી ન હોવાથી તેણે જદુનાથજી મહારાજ ઉપરાંત તેમના અનેક પુષ્ટિમાર્ગી અનુયાયીઓને અદાલતમાં હાજર રહેવાની ફરજ પાડી હતી. અદાલત કરસનદાસ મૂળજીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પણ મકરંદ મહેતાએ તેમના લેખના અંતિમ શબ્દોમાં સૂચક રીતે લખ્યું છે કે “મહારાજ લાયબલ કેસ'માં કરસનદાસનો વિજય માત્ર તેમનો વ્યક્તિગત વિજય જ ન હતો, તે મુંબઈ અને ગુજરાતમાં ધીમે ધીમે પાંગરતાં જતાં રેશનલ મૂલ્યોનો પણ વિજય હતો. કરસનદાસ મૂળજી અને નર્મદ જેવા તેમને સહાય કરનારા મિત્રોએ એ સિદ્ધ કર્યું હતું કે “જે બાબત નીતિમત્તાથી વિરુદ્ધ હોય તે કદીપણ ધાર્મિક હોઈ જ ન શકે.” ઉપરોક્ત અંગ્રેજી લેખને આધારે મકરંદ મહેતા તથા અચુત યાજ્ઞિકે નીચેની પુસ્તિકા પ્રસિદ્ધ કરી છે : “કરસનદાસ મૂળજી : જીવન નોંધ”, ગુજરાત વિષમતા નિર્મુલન પરિષદ, અમદાવાદ, ૧૯૮૩. ત્યારબાદ ડૉ. મહેતાએ તેમના બહુ ચર્ચાયેલા સ્ફોટક લેખ “સાંપ્રદાયિક સાહિત્ય અને સામાજિક ચેતના : સ્વામિનારાયણ સંપ્રદાયનો અભ્યાસ, ૧૮૦૦-૧૮૪૦”, “અર્થાતુ ગ્રંથ-૫, અંક-૪, ઑકટો.-ડિસેમ્બર, ૧૯૮૬)ની વાત કરી. તે પહેલાં ૧૯૭૭માં તેમણે કલકત્તાથી પ્રસિદ્ધ થતા Quarterly Review of Historical Studies (Vol. 17, no.4, 1977-78)માં તેમનો સંશોધન લેખ “The Swaminarayana Sect. : A case study of Hindu Religious Sect in Modern Times” પ્રસિદ્ધ કર્યો હતો અને તેમાં કેટલાક પ્રશ્નો ઉઠાવીને તે અંગેની તેમની ‘investigative method' વિશે ચર્ચા કરી હતી. તેને ભારતભરમાંથી સારો આવકાર મળતાં તેમને ઉત્તેજન મળ્યું હતું. તેથી તેમણે વરસો સુધી મહારાષ્ટ્ર સ્ટેટ આર્કાઇઝ અને બરોડા રેકોર્ડઝ, ઓફિસ જેવા અભિલેખાગારમાંથી મૂળ સ્રોતો ભેગા કર્યા હતા. બીજા અનેકવિધ સ્વરૂપના પ્રકાશિત સ્રોતો તો ખરા જ. તેઓ આ અંગે કાર્ય કરી રહ્યા હતા. તે દરમિયાન સુરતના સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ દ્વારા પથિક સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૪૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168