Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 157
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેની પ્રતિક્રિયા રૂપે આ બંને વેપારીઓએ બે અઠવાડિયા સુધી જડબેસલાક હડતાલ પડાવી હતી. પરંતુ તેની ખાસ અસર ન થતાં આઠ હજાર હિન્દુ અને જૈનો સુરત છોડીને ભરૂચમાં હિજરત કરી ગયા હતા. પરિસ્થિતિ એવી તો વણસી કે છેવટે ઔરંગઝેબને માફી માગવી પડી હતી. સામાન્ય રીતે બધા એવું માને છે કે અહિંસક આંદોલનોની શરૂઆત કરનાર મહાત્મા ગાંધી હતા, પરંતુ મકરંદ મહેતાએ ઠોસ સાધન-સામગ્રીને આધારે લખ્યું છે કે ગાંધીજી પહેલાંનું આ સૌ પ્રથમ અહિંસક આંદોલન હતું અને તે ગુજરાતના અહિંસા અને વ્યાપારી સંસ્કારના અંતર્ગત ભાગરૂપ હતું. બીજો એક મુદ્દો લઈએ તો શ્રી મહેતાએ પુષ્ટિમાર્ગી સંપ્રદાયના સંદર્ભમાં લખ્યું છે કે તેના સ્થાપક વલ્લભાચાર્ય (૧૪૭૯-૧૫૩૧) અને ત્યારબાદ તેમના પુત્રો ગોપીનાથ અને વિઠ્ઠલનાથે ગુજરાતમાં કૃષ્ણભક્તિને એવી તે લોકપ્રિય બનાવી હતી કે ક્ષાત્રધર્મ પાળતા ભાટિયાઓ અને કેટલાક જૈનો પણ તેમાં સામેલ થયા હતા. માંસ-મદિરાનું સેવન કરતા ભાટિયાઓ આ સંપ્રદાયમાં સામેલ થયા પછી શાકાહારી બન્યા એટલું જ નહીં પણ તેમણે ક્ષાત્રધર્મ છોડીને વૈશ્ય ધર્મ એટલે કે વ્યાપારને અપનાવ્યો. પુષ્ટિમાર્ગી આચાર્યોએ કૃષ્ણભક્તિની સાથે સાથે પુરુષાર્થનો મહિમા વધારતાં કહ્યું કે “આ જગત મિથ્યા નથી, પુરુષાર્થ અને ઉદ્યમ દ્વારા પણ વ્યક્તિ અને કુટુંબની આર્થિક સમૃદ્ધિ અને તેના થકી સામાજિક દરજ્જો વધી શકે છે. વળી, તેમણે ખેતીને ઉત્તેજન આપ્યું તેમજ દુધાળાં ઢોરોના રક્ષણ-સંવર્ધનનો મહિમા પણ ગાયો. આવાં દષ્ટાંતો અને દલીલો દ્વારા શ્રી મહેતાએ લખ્યું છે કે ગુજરાતમાં અંગ્રેજોએ “સામાજિક પરિવર્તન (social change) ની પ્રક્રિયા શરૂ કરી તેના ર૦૦ વર્ષ પહેલાં સંપ્રદાયો દ્વારા જ્ઞાતિની ગતિશીલતા (cast mobility) ની ઘટના બની હતી, અને તે પ્રચંડ પ્રકારની ઘટનાઓ હતી. વળી, તેમણે તેમના ગ્રંથ ‘ગુજરાતીઓ અને પૂર્વ આફ્રિકામાં લખ્યું છે કે તે મુજબ ૧૯મા સૈકામાં અંગ્રેજો અને યુરોપિયનોએ પૂર્વ આફ્રિકામાં પ્રવેશ કર્યો તેના સેંકડો વરસો પહેલાં ગુજરાતીઓ ત્યાં વ્યાપાર અર્થે સ્થાયી થઈ ચૂક્યા હતા. વાસ્કો-ડી-ગામા પૂર્વ આફ્રિકાના મલીન્દી બંદરમાં જ્યારે પહોંચ્યો ત્યારે ત્યાં તેનો ભેટો કચ્છી વહાણવટી કાનજી માલમ સાથે થયો હતો અને આ કાનજી માલમે જ વાસ્કોડી-ગામાને ૧૪૯૮માં કાલીકટનો રસ્તો બતાવ્યો હતો. આમ, ડૉ. મકરંદ મહેતાએ આર્થિક ઇતિહાસમાં પાયાનું કામ કર્યું છે. આ બાબતમાં મારે ખાસ લખવું જોઈએ કે તેમણે માનવને માત્ર “ઇકોનોમિક મેન'ના શૂળ સ્વરૂપમાં જોવાને બદલે મનુષ્યની ઊર્મિ, ભાવનાઓ અને તેની લાગણીઓ ઉપર ભાર મૂકીને આર્થિક, નૈતિક અને ધાર્મિક અંગ-ઉપાંગો વચ્ચેના તાણાવાણા સાધવાના પ્રયત્નો કર્યા છે. ભાટિયા, લોહાણા, ખોજા, મેમણ, વોરા અને પાટીદારો જેવી વિવિધ જ્ઞાતિઓ, સંપ્રદાય અને કોમો ધરાવતાં ગુજરાતીઓએ પૂર્વ આફ્રિકામાં જે સિદ્ધિઓ હાંસલ કરી તેનું વર્ણન અને વિશ્લેષણ તેમણે વિશદ રીતે તેમના ગ્રંથ ગુજરાતીઓ અને પૂર્વ આફ્રિકામાં કર્યું છે, અને એ રીતે ગુજરાતની અસ્મિતાના કદાચ સૌથી મહત્ત્વનાં ગણાય તેવાં આર્થિક પાસાંઓને ઉપસાવ્યાં છે. આમ, ડૉ. મહેતાના સંશોધનનો વ્યાપ બહોળો છે અને તે આર્થિક, ધાર્મિક, સામાજિક અને સબલટર્ન ક્ષેત્રોને આવરી લે છે. જો કે તેમણે મને તેમની મર્યાદાઓ પણ નિખાલસ ભાવે જણાવી હતી. એક તો એ કે તેમણે ઇતિહાસના સંશોધનમાં જેટલું મહત્ત્વ સમાજશાસ્ત્ર અને અર્થશાસને આપ્યું છે તેટલું તત્ત્વજ્ઞાનને આપ્યું નથી. તેથી હકીકતોને સૂક્ષ્મ સ્વરૂપમાં સમજવા માટે જે ફિલસૂફીની (ખાસ કરીને ઇતિહાસનું તત્ત્વચિંતન) સૂઝ અનિવાર્ય ગણાય તે તેમનાં લખાણોમાંથી પ્રાપ્ત થતી નથી. ગુજરાતમાં આ પ્રકારનું કામ શ્રી રસિકલાલ પરીખ, ડૉ. કે.કા.શાસ્ત્રી અને ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી જેવા સંસ્કૃતિના તજ્જ્ઞોએ અને તેમના શિષ્યોએ કર્યું છે. ભારતના ધર્મોને અને ધર્મોની વિભાવનાઓ માટે તત્ત્વજ્ઞાનનું જ્ઞાન ઘણું આવશ્યક છે તેમ ડૉ. મહેતાએ મને કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, “સંસ્કૃતિનો અભ્યાસ દષ્ટિને વિશાળ બનાવે છે, ઇતિહાસનો અભ્યાસ દૃષ્ટિને એટલી હદ સુધી વિશાળ રાખી શકતો નથી. જો કે ઇતિહાસ અને સંસ્કૃતિ એ બંને ભગિની શિસ્તો છે અને એકબીજાની પૂરક પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૦૩ • ૧૪૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168