Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 167
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા શ્રેણિકના રાજ્યમાં કુત્રિકામણ હતા. એ પ્રમાણે મહાપરાક્રમી રાજવી ચંડપ્રદ્યોતના રાજ્ય અમલ દરમિયાન ઉજ્જયિનીમાં નવ કત્રિકામણ હતા. કત્રિકામણની સાથે સંકળાયેલી લોકવાર્તાઓની વિગતો પણ તેમણે આ લેખમાં આપેલી છે. સંશોધનના લેખોનો તેમનો બીજો સંગ્રહ સંશોધનની કેડી' ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યના અભ્યાસીઓમાં આદર પામ્યો છે. આ સંગ્રહ તેમણે મારા વિદ્યાગુરુ પ્રો. રસિકલાલ છોટાલાલ પરીખને અર્પણ કરતાં જણાવ્યું છે કે સંશોધનની કેડીએ વિહરતાં જેમનું નેહભર્યું માર્ગદર્શન મળ્યું. આ સંગ્રહમાં કુલ ૨૦ લેખો છે જેમાં “સંશોધનના કેટલાક પ્રશ્નો’ ‘ગુજરાતમાં પુરાતત્ત્વ સંશોધન’ ‘પ્રાકૃત અને જૈન અધ્યયનની પદ્ધતિ યુનિવર્સિટીઓમાં સંશોધન ‘ગુજરાતના સાહિત્ય અને અનુશ્રુતિમાં સીલોન પ્રાચીન સાહિત્યમાં ચોરશાસ્ત્ર ‘પ્રાચીન ભારતમાં વંદયુદ્ધ' “ચશ્માનાં ઇતિહાસને લગતા અગત્યના સાહિત્યિક ઉલ્લેખો “મધ્યકાલીન જરાતની સામાજિક સ્થિતિ’ - ઇત્યાદિ નોંધપાત્ર છે. ‘ઇતિહાસ અને સાહિત્ય વિષયક ત્રીજો લેખસંગ્રહ પ્રો. અનંતરાય રાવળને અર્પણ પરોવવા સંગ્રહમાં કુલ ૧૯ લેખો છે. જેમાં સુરત મુકામે ૧૩ ડિસે., ૧૯૬૪ના રોજ નર્મદચંદ્રકના સ્વીકાર પ્રસંગ આપેલ વક્તવ્ય “સોલંકીયુગની શ્રી અને સંસ્કૃતિ', વડોદરા ખાતે ગુજરાત ઇતિહાસ પરિષદના બીજા અધિવેશનના પ્રમુખપદેથી તા. ૨૨-૩-૧૯૬૪ના રોજ અપાયેલું વ્યાખ્યાન ‘ઇતિહાસ અને સાહિત્યના તાણાવાણા', માં બે ખાતે ૧૯૬૦માં મળેલ પ્રાચ્યવિદ્યાવિદોની આંતરરાષ્ટ્રીય પરિષદના ૧૫મા અધિવેશનમાં રજૂ કરેલ અંગ્રે , નિબંધનો ગુજરાતી અનુવાદ સંઘદાસગણિકૃત વસુદેવ-હિંડીમાં સાંસ્કૃતિક ઈતિહાસની સામગ્રી તથા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલનો પ્રજ્ઞાચક્ષુ, રાજકવિ શ્રીપાલ,’ ‘શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો', “નામશેષ પ્રાચીન નગરી ચંદ્રાવતી’, ‘ખંભાતના ગ્રંથભંડારો', “મધ્યકાલીન ગુજરાતના યશસ્વી સ્થપતિઓ', 'પ્રાચીન ભારતનાં પ્રજાતંત્રો” વગેરે લેખો અગત્યના ગણી શકાય. શ્રી રણજિતરામ સુવર્ણચંદ્ર રવીકારતી વખતે ડૉ. સાંડેસરાએ જે વ્યાખ્યાન આપેલું તે આ સંગ્રહનો પ્રથમ લેખ “સંશોધનના કેટલાક પ્રશ્નો અંગેનો છે. શરૂઆતમાં “સંશોધન” શબ્દાર્થ સમજાવીને તેની વિભાવના તેમણે સ્પષ્ટ કરી છે અને જૂની ગુજરાતી ભાષા સાહિત્ય, સંશોધન અને સંપાદન અંગેના અગત્યના મુદ્દાઓની છણાવટ કરી છે. બીજો લેખ “ગુજરાતમાં પુરાતત્ત્વ સંશોધન' અંગેનો છે જે સાહિત્ય પરિષદના ૧૯મા સંમેલનમાં અંગેનો છે જે સાહિત્ય પરિષદના ૧૯મા સંમેલનમાં નડિયાદ મુકામે પુરાતત્ત્વ સંશોધન વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન છે. વિખ્યાત ઇતિહાસકાર શ્રી જદુનાથ સરકારનું વિધાન ‘ભારતના સર્વ પ્રાન્તોમાં ઐતિહાસિક સાધનોની સંખ્યા અને વૈવિધ્ય બાબતમાં ગુજરાત સૌથી વધુ સમૃદ્ધ છે' ટાંકીને એમણે ગુજરાતમાં પ્રાગૈતિહાસિક અને ઐતિહાસિક સંશોધનની વિગતો આપીને ભાવિ સંશોધન અંગે નોંધપાત્ર દિશાસૂચન કરેલ છે. ઉપરનાં પુસ્તકોના અંતે આપેલ શબ્દસૂચિ તેમની ગુણવત્તામાં વધારો કરે છે. અને લેખકની ઝીણવટભરી સંશોધનવૃત્તિનો પણ ખ્યાલ આપે છે. ડૉ. સાંડેસરાનાં સંશોધન લેખોનાં ત્રણ પુસ્તકો ઉપરાંત ‘વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખો “અન્વેષણા” “અનુસ્મૃતિ’ ‘યજ્ઞશેષ વગેરે પુસ્તકોમાં ગ્રંથસ્થ થયા છે. તેમના બધા સંશોધનલેખોમાં તેમની જિજ્ઞાસાવૃત્તિ અને અભ્યાસવૃત્તિ પ્રગટ થાય છે. તેમના સંશોધનલેખોથી ગુજરાતનાં ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્ય સમૃદ્ધ થયેલ છે. | ગુજરાતના સુપ્રસિદ્ધ વિવેચક, પ્રાચીન ગ્રંથોના સંપાદક, ઇતિહાસ-સંસ્કૃતિ અને પુરાતત્ત્વના મર્મજ્ઞ એવા ડૉ. ભોગીલાલ સાંડેસરાનું તા. ૧૮-૨-૧૯૯૫ના રોજ ન્યુજર્સી-અમેરિકા ખાતે અવસાન થતાં એક મોટા ગજાના વિદ્વાનની ગુજરાતને ખોટ પડી છે. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૫૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 165 166 167 168