Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 145
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતત્ત્વ પ્રતિભા – શ્રી પી. પી. પંડ્યા વાય. એમ. ચીતલવાલા ડેક્કન કૉલેજમાં જોડાયા પછી મારે ૧૯૭૩માં રાજકોટ જિલ્લાની હરપ્પીય વસાહતોનું સર્વેક્ષણ કરવાનું હતું. નવી વસાહતો નોંધવા મારે એક ગામથી બીજા ગામે જવાનું થતું પણ જેવી કોઈ વસાહતના સગડ મળે અને ગામ લોકો પાસેથી સાંભળવા મળે “પંડ્યા સાહેબ નામના પુરાતત્ત્વવિદ અગાઉ અહીં અભ્યાસ અર્થે આવ્યા હતા.” સૌરાષ્ટ્ર જેવા વિશાળ પ્રદેશનું ઘનિષ્ટ પુરાતત્ત્વીય સર્વે શ્રી પી.પી.પંડ્યા સિવાય કોઈ એક વ્યક્તિએ કર્યાનું જાણમાં નથી. જેમ્સ બર્જેસે ૧૯મી સદીના ઉતરાર્ધમાં સૌરાષ્ટ્રમાં મંદિર સ્થાપત્ય નોંધવા રખડપટ્ટી કરી હતી પણ તેનાથી પણ આગળ વધી પંડ્યા સાહેબે ભિન્ન સંસ્કૃતિઓના ટિંબાની ભાળ મેળવી સંતોષ માની લેવાને બદલે એ વસાહતોનું પદ્ધતિસર ઉખ્ખનન કરી અત્યંત મહત્ત્વના નિષ્કર્ષો પર પહોંચ્યા હતા જે આજે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. માળિયા તાલુકાના હજનાળી ગામ પાસેથી મહત્ત્વની હરપ્પીય શ્રી પી. પી. પંડ્યા વસાહતની ભાળ મને મળેલી. મને લાગેલું એક સંશોધક તરીકે કદાચ હું ઘણું માન ખાટી જઈશ કારણ કે આવા દૂર-દરાજના ગામમાં આવવા કોણ નવરું હોય ? ઇન્ડિયન આર્યોલોજી-એરિવિવમાં પંડ્યા સાહેબે કરતાં સંશોધનોનો સારાંશ આપેલો જોવા મળે છે તેના એક અંકમાં “હાજાનબી' નામની વસાહતનું નામ આપેલું છે. હજનાની અને હાજાનબી કંઈક એકસરખા લાગતા હોવાથી મેં વધુ છાન-બીન કરી. બન્ને ટિંબાઓ એકમેકથી જુદા હોય તો સારું. તો થોડી આબરૂ બચશે એવી મારી રહી સહી આશા પર પણ પાણી ફરી વળ્યું, જયારે ગામના લોકોએ જણાવ્યું કે “કોઈ એક પંડ્યા સાહેબ રાજકોટથી અહીં આવી ઠીકરાં લઈ ગયા હતા”. જેમ જેમ મારો અભ્યાસ આગળ વધ્યો તેમ પંડ્યા સાહેબ માટે મારું માન વધતું ગયું. એવું જણાયું કે પુરાતત્ત્વને સંપૂર્ણ રીતે સમર્પિત આ મહાનુભાવ પાયાનું સંશોધન કરી ગયા અને અમારે તેમના નકશે કદમ પર ચાલવાનું હતું. પંડ્યા સાહેબના પ્રદાન વિશે વધુ જાણકારી હાંસલ કરતાં પહેલાં તેમના જીવન વિશેની બાબતો તેમના વ્યક્તિત્વને વધુ ઉજાગર કરનારી છે. પંડ્યા સાહેબનું પૂરું નામ પુરુષોત્તમ પ્રેમશંકર પંડ્યા હતું અને તેમનો જન્મ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં તા. ૮-૧૧-૧૯૨૦ ના રોજ થયો. તેઓનું કુટુંબ ઔદિચ્ય બ્રાહ્મણ હોવાને નાતે સામાજિક અગ્રિમતા તો ભોગવતું જ, પણ સાથે તેમના દાદા જીવનરામ પંડ્યા કોટડા સાંગાણી રાજયના કારભારી અને પિતા પ્રેમશંકર જીવરામ રાજયના જરીફ હોવાથી તેમની ગણતરી રાજયના અગ્રિમ હરોળના સહસ્થોમાં થતી. શ્રી પી.પી.પંડ્યાએ તેમનો પ્રારંભિક અભ્યાસ કોટડા સંગાણીમાં અને જેતપુરમાં કર્યો અને ૧૯૩૮માં મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી ૧૯૪૫માં બી.એ. થયા. આ સમય દરમ્યાન સ્વાતંત્રય ચળવળમાં પણ તેઓ જોડાયા અને મહાત્મા ગાંધીજીના આદર્શોથી પ્રભાવિત થઈ ૧૯૩૯માં ગાંધીજીના રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો. ક્વિટ ઈન્ડિયા આંદોલનમાં પણ સક્રિય રીતે ભાગ લઈ ૧૯૫૦ સુધી રચનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યા. તેમના વિદ્યાર્થીકાળથી જ તેમને ભારતીય સંસ્કૃતિના અભ્યાસમાં ઊંડી દિલચસ્પી હતી. પરિણામે પથિક • વૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૩૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168