Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 136
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દયાળજી કંથારિયા : શંકરદાસ કંથારિયા (આશરે ૧૭૧૪-૧૭૫૬) મલજી (નડીયાદમાં) શામલદાસ (અમદાવાદમાં) ચીમનભાઈ બાલાભાઈ મોતીલાલ = કંકુબાઈ (૧૮૪૨-૧૯૦૪) (૧૮૫૬-૧૮૮૬) ચૈતન્યપ્રસાદ શાંતાબેન =ભીમરાવ (૧૮૯૭-૧૯૭૩) (અ. ૧૮૫૦) (અ. ૧૯૪૦) રત્નમણિરાવ (૧૮૯૫-૧૯૫૫) રત્નમણિરાવના જીવન-ઘડતરનાં વર્ષો : રત્નમણિરાવે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. આર.સી. હાઈસ્કૂલમાં તેઓ જયારે ભણતા હતા ત્યારે તેઓના પ્રિન્સિપાલ તરીકે ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને વિદ્વાન કેશવલાલ હર્ષદરાય ધ્રુવ હતા. રત્નમણિરાવનું શૈક્ષણિક ઘડતર કરવામાં તેઓએ ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેના લીધે રત્નમણિરાવ અંગ્રેજી, ગુજરાતી તેમજ સંસ્કૃત ભાષા ઉપરાંત પ્રાચીન ભારતના ઇતિહાસમાં પણ પ્રગતિ કરતા ગયા. આ ઉપરાંત સુવિખ્યાત વિદ્વાન આનંદશંકર બાપુભાઈ ધ્રુવે પણ તેમનું શૈક્ષણિક અને ચારિત્ર્ય ઘડતર કરવામાં ઘણો ભાગ ભજવ્યો હતો. ધ્રુવ સાહેબ તો આ યુવાન વિદ્યાર્થીના પ્રેરણા-મૂર્તિ સમાન હતા. તેમણે કૉલેજકાળ દરમ્યાન રત્નમણિરાવને હિંદુ ધર્મ, વેદાંત અને કાવ્યશાસ્ત્રમાં રસ લેતા કર્યા હતા. ઈ.સ. ૧૯૧૯માં ચોવીસ વર્ષની વયે રત્નમણિરાવ સંસ્કૃત અને અંગ્રેજી વિષયો લઈને ગુજરાત કોલેજમાંથી બી.એ. પાસ થયા. તેઓ તદ્દન સાદાઈથી રહેતા અને નિખાલસ સ્વભાવ ધરાવતા હતા. તેમના પોષાકમાં લાંબો કોટ, ટોપી, ધોતિયું અને પગમાં સ્લીપરો. તેમના પર પશ્ચિમની સંસ્કૃતિની બાહ્ય અસર થઈ ન હતી. તેમણે ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીની જેમ ભારતીય સંસ્કૃતિના ઉત્તમોઉત્તમ સંસ્કાર ઝીલ્યા હતા. તેમના લખાણોમાંથી પણ તેમનો આ અભિગમ પ્રાપ્ત થઈ શકે છે. આ ચર્ચાને આધારે હવે આપણે રત્નમણિરાવની ઐતિહાસિક કૃતિઓનું પરીક્ષણ કરીશું. રત્નમણિરાવના ઐતિહાસિક ગ્રંથો અને લેખો : રત્નમણિરાવે તેમના જીવનકાળ દરમ્યાન અનેક ગ્રંથો અને લેખો લખ્યા તેમાંથી આ સંશોધન લેખમાં કેટલાક મહત્ત્વના અને પ્રદાનરૂપ ગણાય તેવા ગ્રંથો અને લેખોને સમાવવામાં આવ્યા છે. તેમનાં લખાણોની કેટલીક વિશેષતાઓ હતી તેઓ અનેક સ્રોતોને આધારે લખતા અને વાચકના લાભ માટે પાદનોંધ તેમજ સંદર્ભસૂચિ પૂરી પાડતાં. તેમની બીજી વિશિષ્ટતા એ તરી આવે છે કે તેઓ વિદ્વત્તાનો ડોળ કરતા નહીં કે ભારેખમ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૨૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168