Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 137
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષા વાપરતા નહીં. માત્ર આટલું જ નહીં, તેઓ તેમના ગ્રંથોમાં પસંદ કરેલાં ચિત્રો અને ફોટોગ્રાફસ આપતા. આવાં કારણોસર તેમના ગ્રંથો અને કેટલાક લેખો માત્ર વિદ્વાનોને જ નહી પરંતુ તે સામાન્ય વાચકને પણ આક્રર્ષતા. આ પૂર્વભૂમિકાને આધારે રત્નમણિરાવના ગ્રંથો અને લેખોનું સિંહાવલોકન કરીશું. ગ્રંથો : (૧) “અમદાવાદનું સ્થાપત્ય” તેમણે આ ગ્રંથ ઈ.સ. ૧૯૨૯માં પ્રસિદ્ધ કર્યો હતો. તેની સાથે તેમણે રચેલ “ગુજરાતનું પાટનગર : અમદાવાદ” (૧૯૨૯) ગ્રંથને સરખાવવાથી ખ્યાલ આવી શકે છે કે “અમદાવાદનું સ્થાપત્ય” ગ્રંથ સ્થાપત્ય કલાનો વિશિષ્ટ અભ્યાસ હોવાથી અને વળી તેમાં અત્યંત મનોરમ્ય ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યા હોવાથી આજે પણ આ ગ્રંથ ઘણો મહત્ત્વનો ગણી શકાય. એકવીસમા સૈકામાં પ્રવેશી ચૂકેલા આજના ઇતિહાસકારો, સ્થપતિઓ, ટાઉન-પ્લાનરો જે “સાંસ્કૃતિક વારસા” (Cultural Heritage)ની વાત કરે છે તેના ઉત્કૃષ્ટ નમૂનારૂપ આ ગ્રંથ ગણાય. આ ગ્રંથમાં અમદાવાદની મસ્જિદો, મંદિરો, હવેલીઓ અને અન્ય સ્થાપત્યના સુંદર ફોટોગ્રાફ્સ અને સ્કેચ રજૂ કરવામાં આવ્યા છે. વળી તેમણે હેવૅલ (A Hand Book of Indian Art) તથા એચ.જી.બ્રિગ્સ (Cities of Gurjarashtra) જેવા ગ્રંથનો ઉપયોગ કર્યો છે. રત્નમણિરાવ કલારસિક અને સ્થાપત્યના જાણકાર હતા. વળી રજૂ કરવાની તેમની રીત પણ આગવી હતી. તેથી જ વાચક સાથે જાણે કે વાર્તાલાભ કરતા હોય તેવી ભાષા અને શૈલીથી તેઓ લખતા તેનું એક ઉદાહરણ નીચે મુજબ છે : “ગુજરાતી સ્થપતિઓની એક ખાસ જાત સોમપુરા બ્રાહ્મણોને નામે જાણીતી હતી. મોટાં મોટાં બાંધકામ સોમપુરા સ્થપતિઓને હાથે અને તેમની દેખરેખ નીચે તૈયાર થતાં.. મુસ્લિમ રાજાઓ અસલ હિન્દુ હતા, રાજપૂત હતા, પરંતુ ધર્મે મુસલમાન હતા. એની અગાઉનું સ્થાપત્ય હિન્દુ સ્થાપત્યના નિયમો પ્રમાણે થતું હતું. હિન્દુ અને મુસલમાન ધર્મોનાં તત્ત્વોમાં જે દેખીતો ભેદ હતો તે જ તેમના સ્થાપત્યના સિદ્ધાંતોમાં પણ હતો. પરંતુ વિજેતા પરધર્મી રાજાઓ સ્થાપત્ય અને કલામાં એમનાથી ઘણા જ આગળ વધેલા દેશમાંથી આવ્યા હતા. સૌંદર્યની ભાવના અને બાંધકામનો શોખ તો એમનામાં પણ હતો જ. એટલે મકાનો બંધાવનાર વિજેતાઓ અને બાંધનાર સ્થપતિઓને પરસ્પર સહકાર કર્યા વિના છૂટકો જ ન હતો." કલા અને સ્થાપત્યની બાબતમાં રત્નમણિરાવે હિન્દુ-મુસ્લિમ સહકારની વાત કેવી અદ્ભુત રીતે કરી (૨) “ગુજરાતનું પાટનગર : અમદાવાદ આજે પણ રાજકારણીઓ, વેપારીઓ, બૌદ્ધિકો, વહીવટકર્તાઓ, શિક્ષકો તેમજ જાહેર-જીવન સાથે સંકળાયેલ સ્ત્રી-પુરુષો બીજું કાંઈ નહીં તો પણ “રેડી રેફરન્સ” તરીકે વસાવે તેવો દળદાર અને માહિતીપૂર્ણ આ ગ્રંથ છે. તેથી જ ઓસ્ટ્રેલિયન ઇતિહાસકાર કેનેથ ગિલીયને પણ આ ગ્રંથનાં ભરપટ્ટે વખાણ કર્યાં છે. ૮૨૪ પૃષ્ઠોમાં વહેંચાયેલ આ ગ્રંથ પાછળ સારા એવા દ્રવ્યનો ખર્ચ થયો હતો. પરંતુ દ્રવ્યખર્ચમાં એમના સંબંધી અને ગુજરાતના “બેતાજ બાદશાહ” એવા દાનેશ્વરી - ઉદ્યોગપતિ ચીનુભાઈ બેરોનેટ(૧૮૬૩-૧૯૧૬)ના કુટુંબીજનોની તેમને સહાય પ્રાપ્ત થઈ હતી. આ ચીનુભાઈ-માધવલાલ તે ગુજરાતના મિલ-ઉદ્યોગના સ્થાપક રણછોડલાલ છોટાલાલના પૌત્ર હતા. અમદાવાદથી ૧૯૨૯ માં પ્રસિદ્ધ થયેલ આ ગ્રંથમાં “ભૂમિની પ્રાચીનતા અને સાબરમતી” જેવા પ્રાચીન સમયથી શરૂ કરીને મધ્યકાલીન અને આધુનિક અમદાવાદનું અત્યંત માહિતીપૂર્ણ અને રસપ્રદ વર્ણન છે તેમાં રાજા મહારાજાઓ અને તેમના મહેલો, સ્થાપત્યો, પોળો અને શેરીઓ, ખાનગી મકાનો, ચોરા ચટા પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૦૩ • ૧૨૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168