Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 138
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને બજાર. દુષ્કાળ અને હુલ્લડો, અમદાવાદના નગરશેઠો, મિલો, ઉદ્યોગો વગેરેનું વર્ણન વાંચનારને આજે પણ ઉત્સાહ પ્રેરે તેવું છે. તેમાં અમદાવાદની મ્યુનિસિપાલિટીની પણ વાત આવે તથા જીમખાનાઓ અને ક્રિકેટ, કલબોની પણ વાત આવે. વળી જ્યાં જરૂર પડે ત્યાં કોઈ વિદ્વાન કે કવિની કૃતિઓની પંક્તિઓ તથા શેરશાયરીઓના પણ વાચકને દર્શન જરૂર થાય. ઉદા; “વેપાર-ઉદ્યોગ”ના પ્રકરણમાં તેમણે સુવિખ્યાત સાહિત્યકાર અને વિવેચક નવલરામ લક્ષ્મીરામ પંડ્યાની નીચેની પંક્તિઓ મૂકી છે : ગઈ પાદશાહી ઘણા દિવસથી પણ શાહે રંગ રાખ્યો રે, બાંધી સાડાત્રણ તાંતણે શહેર ને ધંધો પોકારે રાખ્યો રે ? આમ સમગ્ર રીતે જોતાં “ગુજરાતનું પાટનગર : અમદાવાદમાં એક મહામૂલો ગ્રંથ છે. (૩) “શાહીબાગ : અમદાવાદ” રત્નમણિરાવે આ પુસ્તિકા ૧૯૨૮માં લખી હતી અને તે ગુજરાત સાહિત્ય સભાના ઉપપ્રમુખ ડૉ. હરિપ્રસાદ વ્રજલાલ દેસાઈએ એ સંસ્થા તરફથી પ્રસિદ્ધ કરી હતી. ભારતના એ સમયના સુવિખ્યાત ચિત્રકાર રવિશંકર રાવલે આ પુસ્તિકાને સુશોભિત કરી છે જેમાં તે સમયના શાહીબાગનો એક સુંદર નકશો છે. અને શાહીબાગનો સુંદર ફોટોગ્રાફ દર્શાવવામાં આવેલ છે. લેખકે ઉદ્યાનોનું મહત્ત્વ સમજાવતાં લખ્યું છે કે : શાહીબાગની લતા-કુંજો અને તેનાં સુંદર કિંમતી મકાનો જોતાં એમ લાગતું કે આખા દેશમાં એવો સુંદર બગીચો ન હતો. આખોય દેખાવ નીલમરત્નનું એક સુંદર સ્વમ હોય તેવો લાગતો હતો. આ બગીચાને પાણી પાવા માટે ૧૧ કૂવા કર્યા હતા અને ૧૦૮ બળદ, ૩૦ માળી, એક ગુમાસ્તો, એક દરોગો (વહીવટદાર) અને ૭ પટ્ટાવાળા અને કેટલાક ઝાડુ કાઢનારા નિમાયા હતા.” આ ઉપરાંત રત્નમણિરાવે “અમદાવાદનો પરિચય” (૧૯૩૬), “શાહઆલમ : અમદાવાદ" (૧૯૨૭), Ahmedabad and other places of interest in Gujarat", "જેતલપુર” (૧૯૨૯) જેવી કેટલીક મહત્ત્વની પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરી હતી. (૪) “ખંભાતનો ઇતિહાસ” : ૧૯૩૫માં રત્નમણિરાવે પ્રસિદ્ધ કરેલ આ ગ્રંથ પણ ઘણો જ મહત્ત્વનો છે. તેમણે આ ગ્રંથ ખંભાતના તે સમયના નવાબ “મુમતાઝ કુલ મુલ્ક મોમીન ખાનબહાદુર દિલાવર જંગ નવાબ મિરાંગ હુસેનપાવનખાન બહાદુર” એ શીર્ષકથી નવાબને અર્પણ કર્યો હતો. લેખકની પ્રસ્તાવના તેમની વિદ્વત્તાના નિચોડરૂપ ગણાય તેવી છે. પ્રાચીન સમયથી શરૂ કરીને ૨૮મા સૈકાની શરૂઆત સુધીના સમયને આવરી લેતાં આ ગ્રંથોમાં તેમણે સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી ગ્રોતોનો પુષ્કળ આધાર લઈને ગ્રંથને વિશ્વસનીય બનાવ્યો છે. ગ્રંથની પાછળ દર્શાવવામાં આવેલા પરિશિષ્ટો કોઈપણ જિજ્ઞાસુ ઇતિહાસકાર માટે જ્ઞાનની ખાણ સમાન ગણાય. તેવી જ રીતે ગ્રંથને સમજવા અને રસપૂર્વક માણવાની દૃષ્ટિએ તેમાં દર્શાવવામાં આવેલ નકશાઓ, ફોટોગ્રાફ્સ અને ચિત્રો અત્યંત મહત્ત્વનાં છે. મધ્યમવર્ગી ઇતિહાસકાર ગમે તેટલી મહેનત કરે તોપણ કિંમતી ફોટોગ્રાફ્સ વગેરે સમાવવા માટે તેની પાસે પૈસા ક્યાંથી હોય ? પણ ચીનુભાઈ બેરોનેટ, કસ્તૂરભાઈ લાલભાઈ અને અંબાલાલ સારાભાઈ જેવા તે સમયના ધનિકો જાણતા હતા કે “ઇતિહાસ એ તો મનુષ્ય જાતિનો મહામૂલો વારસો છે.” વધારે શું લખવું? ! પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૨૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168