________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમણે સતત ઈ.સ. ૧૮૯૬ થી ૧૯૪૫ સુધી અર્થાત્ પચાસ વર્ષ સુધી એમની લેખનયાત્રા ચાલુ રાખી હતી.
મગનલાલ ખખ્ખર લેખક ઉપરાંત સંપાદક પણ રહ્યા. “બ્રહ્મક્ષત્રિય ચક્ષુ” નામનું માસિક પણ તેમના સંપાદન હેઠળ પ્રસિદ્ધ થતું. સતત લેખનપ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા હોવા છતાં જાહેર જીવનમાં એમનું યોગદાન રહેલું છે. ઈ.સ. ૧૯૧૬થી ૧૯૧૯ સુધી મુંબઈ મહાનગરપાલિકામાં ભુલેશ્વર વિસ્તારના પ્રતિનિધિ તરીકે સદસ્ય પદ પણ સંભાળેલ હતું. તો યંગ મેન્સ લિટરરી સોસાયટી, ધી પ્રેમાબાઈ રિસર્ચ કમિટી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા જેવી સંસ્થાઓમાં સક્રિય રીતે જોડાયેલ હતા.
તેઓ છેલ્લે “જસ્ટિસ ઓફ પીસ' (શાંતિના સુલેહગાર) તરીકે નિવૃત્ત થયા હતા.
આમ, ઇતિહાસ, પુરાતત્ત્વ, શિક્ષણ અને ન્યાય જેવાં અનેક ક્ષેત્રોમાં સક્રિય યોગદાન આપનાર મગનલાલ દલપતરામ ખખ્ખરનું ૨૮મી ડિસેમ્બર, ૧૯૪૮ના રોજ મુંબઈ ખાતે અવસાન થયું હતું. એમને રાવ સાહેબનો ખિતાબ પણ મળેલ હતો. એમના જીવન અને કથન અંગે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, પ્રકાશિત “ગ્રંથ અને ગ્રંથકાર”, ‘‘ગુજરાતના સારસ્વતો” લે. કે. કા. શાસ્ત્રી વગેરેમાંથી વિશેષ જાણકારી મળે છે.
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૦૩ ૦ ૧૨૫
For Private and Personal Use Only