Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 129
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તફાવત તેમણે શોધી કાઢ્યો હતો. ઉપરાંત તેમણે એ પણ શોધી કાઢ્યું કે તે તળાવ બંધાવનાર ચંદ્રસિંહજી નામના કોઈ રાજવી ન હતા, પરંતુ દીપચંદ્ર નામનો એક જમીનદાર હતો. આમ તેમણે મુંબઈ ગેઝેટિઅર અને જેમ્સ બર્જેસની મુંબઈ ઇલાકાની પ્રાચીન જગ્યાઓની જે યાદી છે તેમાંની વિગતો ખોટી ઠરાવી સાચી હકીકત બહાર લાવી આપી હતી. તેવી જ રીતે ગાળા પાસેના ગણપતિ મંદિરના લેખનું વર્ષ અગાઉ વિક્રમ સંવત ૧૧૯૧ થી ૯૫ વચ્ચેનું દર્શાવેલું તે ૧૧૯૩ થી ૧૧૯૫ વિક્રમ સંવત વચ્ચેનું પુરવાર કર્યું હતું.૨૧ .. આમ ૧૯૦૯ થી ૧૯૧૯ ની વૉટ્સન મ્યુઝિયમના ક્યુરેટર તરીકેની તેમની કામગીરી પ્રશંસનીય રહી હતી. આ મ્યુઝિયમના વાર્ષિક અહેવાલોમાં પણ તેમની કામગીરીની નોંધ લેવાઈ હતી. જેમકે ૧૯૧૩-૧૪ના વર્ષના મ્યુઝિયમના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે – “ક્યુરેટર ગિરજાશંકર આચાર્ય લેખો તૈયાર કરી છપાવીને પ્રસિદ્ધિમાં લાવે છે. તેમના પિતાની જેમ તેઓ પણ મ્યુઝિયમ માટે ખાસ અભિમાન ધરાવે છે, તો જૂના લેખો વાંચવા અંગેનું પણ ખાસ અસાધારણ જ્ઞાન ધરાવે છે.”ર પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર તરીકેની કામગીરી : તેમની કામગીરી, યોગ્યતા, ઉત્સાહ અને ખંત જોઈને તેમને માસિક રૂપિયા ૨૦૦ના પગારથી ૧૯૧૯માં મુંબઈ પ્રેસિડેન્સીમાં આસિસ્ટંટ ક્યુરેટર નિમવામાં આવ્યા હતા. આમ ૧૯૧૯ થી ૧૯૩૯ નાં ૨૦ વર્ષો દરમ્યાન તેઓ પ્રારંભમાં આસિસ્ટંટ ક્યુરેટર તરીકે અને પછીથી મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર તરીકે નિમાયા હતા. મુંબઈ પ્રેસિડેન્સીમાં આસિસ્ટંટ ક્યુરેટર તરીકે નિમાયા પછી સૌ પ્રથમ ૧૯૧૯માં પૂનામાં જઈને નિમણૂકનો ચાર્જ લીધો હતો ત્યારે પુરાતત્ત્વીય સર્વેક્ષણ ખાતાના પશ્ચિમ વર્તુળના નિયામક ડૉ. રાખાલદાસ બેનર્જીની ચેમ્બરમાં જ તેમની ઓફિસ હતી. સૌ પ્રથમ તેમણે પૂના મ્યુઝિયમમાં સિક્કા તપાસવાનું કામ કર્યું હતું. પછીથી ખંભાત અને જૂનાગઢની મુલાકાત લીધી હતી. ત્યાર પછી તેમને ઑગસ્ટ, ૧૯૨૦ માં મુંબઈમાં બૉમ્બે બ્રાંચ ઑફ રૉયલ એશિયાટિક સોસાયટીના મ્યુઝિયમનો સામાન પ્રિન્સ ઑફ વેલ્સ મુંબઈમાં ફેરવવાનું કામ સોંપવામાં આવ્યું હતું, અને તે મ્યુઝિયમના આસિસ્ટંટ ક્યુરેટર તરીકેની જવાબદારી તેમને સોંપાઈ હતી. એ અરસામાં જ આ મ્યુઝિયમના સેક્રેટરી મિ.કિંગ નિવૃત્ત થતાં તેનો ચાર્જ પણ તેમને સોંપાયો હતો.૨૩ મુંબઈમાં આસિસ્ટંટ ક્યુરેટર તરીકે રહીને તેમણે વિવિધ કામગીરી બજાવી હતી. તેમણે ધારવાડ જઈ ત્યાં મ્યુઝિયમમાં શિવ, વિષ્ણુ, બ્રહ્મા અને દેવીના ચાર મોટા પેનલ ભીંતે લગાડ્યા હતા, અને મ્યુઝિયમનું નવીનીકરણ કરવાની શરૂઆત કરી હતી. પછીથી તેઓ સોલાપુર અને કપડવંજ જઈને ત્યાંથી કેટલીક ઐતિહાસિક સામગ્રી મુંબઈ લઈ આવ્યા હતા. મુંબઈના પ્રિન્સ ઑફ વૅલ્સ મ્યુઝિયમમાં તેમણે પ્રાગૈતિહાસિક, બ્રાહ્મણકાલીન અને બૌદ્ધકાલીન જેવી ગેલેરીઓ શરૂ કરી હતી. ૧૯૨૦-૨૨માં મુંબઈ ઇલાકામાં આવેલા સિંધ પ્રાતમાંના મોહેંજો-ડેરોમાં થયેલ ઉત્ખનનમાંથી જે અવશેષો મળ્યા હતા તેનો અડધો હિસ્સો “મુંબઈ ટ્રેઝર ટ્રોવ એક્ટ” મુજબ મુંબઈના આ મ્યુઝિયમ માટે સંભાળી લેવા શ્રી આચાર્ય, મ્યુઝિયમના ગેલેરી આસિસ્ટંટ સી.આર. સિંઘલને સાથે લઈ મોહે-જો-ડેરો ગયા હતા અને કુલ ૨૬ પેટીઓમાં તે સામગ્રી પેક કરી કરાંચીથી મુંબઈ મોકલાવી હતી.૨૪ વિવિધ પરિષદોમાં હાજરી અને સભ્યપદ : તેમણે વિવિધ પરિષદમાં હાજરી આપી હતી અને અનેક મહત્ત્વની સંસ્થાઓમાં સભ્યપદ અને હોદ્દાઓ પણ ભોગવ્યા હતા. ૧૯૨૦ માં પૂનામાં ભરાયેલ પ્રથમ ઓરિએન્ટલ કૉન્ફરન્સમાં ડેલિગેટ તરીકે તેમણે હાજરી આપી હતી અને તેની સિક્કા સમિતિના સભ્ય નિમાયા હતા. જે સિક્કાશાસ્ત્રી તરીકેની તેમની યોગ્યતાનું સન્માન હતું, એમ કહી શકાય. પછીથી ન્યૂમિસમેટિક સોસાયટીની ઉદયપુરમાં યોજાયેલી વાર્ષિક પરિષદમાં તેઓ હાજર રહ્યા હતા અને ‘ક્ષત્રપોના ચાંદીના સિક્કાઓ' ઉપર સંશોધન લેખ રજૂ કર્યો હતો. ત્યાર પછી અલ્હાબાદમાં પથિક♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૨૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168