Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્રાજ્યમાં કરેલો સમાવેશ, કેટલાક વિદેશી પ્રવાસીઓના અહેવાલો, અભિલેખો, પુરાવશેષીય સ્મારક ઇમારતો વગેરે છે. 4. Imperial Mughal Farmäns in Gujarat (Being Farmāns mainly used in favour of Shantidas Javahari of the Ahmedabad by the Mughal Emperors). Originally as research paper contributed to the Journal of the Bombay Brahch of the Royal Asiatic Society, Vol. I, No.10, June-July, Bombay, 1940. આ પુસ્તકમાં ઐતિહાસિક દષ્ટિએ રસપ્રદ અને મહત્ત્વનાં કહી શકાય તેવાં મુઘલ શાસકોનાં ફરમાનોનું સંયોજન કરવામાં આવ્યું છે. તેમાં જૈન સાધુઓ તરફ સહિષ્ણુતા બતાવવાનાં, અમદાવાદનું ચિંતામણિ જૈન મંદિર શાંતિદાસ ઝવેરીને પુનઃ સોંપ્યાનાં, અમદાવાદમાં શાહજાદા મુરાદબક્ષે રૂા. ૫, ૫0,000/-ની રકમ શાંતિદાસના પુત્રો પાસેથી ઉછીની રકમ(લોન) તરીકે લીધાનાં, ઉત્તર ગુજરાતમાં મુંજપુર પરગણામાં ‘શંખેશ્વર'ના ઇજારાનાં, અમદાવાદમાં જૈનોના લુમ્પકા (લોમકા) સંપ્રદાયે કરેલી કેટલીક ફરિયાદોના નિવારણનાં, રાજ-ઝવેરી તરીકે શાંતિદાસ ઝવેરીની ધંધાદારી ફરજ નક્કી કર્યાનાં, શાંતિદાસની મિલકત અને જાગીરો અંગેનાં, નવસારીના કેટલાક પારસીઓની તરફેણવાળાં, પાલીતાણા અંગે શાહી ફરમાનો, “થર્ડ જેન્યુઇટ મિશન'ના પાદરીઓને અપાયેલાં ફરમાનો તથા શ્રીમદ્ વલ્લભાચાર્યના ગોસ્વામી મહારાજને સોળ જેટલાં આપવામાં આવેલાં ફરમાનો, જેમાંનાં મોટેભાગે અકબર અને શાહજહાંએ આપેલાં હતાં, તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે નોંધવું જોઈએ કે ગોસ્વામી મહારાજોને અપાયેલાં ફરમાનોનું અંગ્રેજી, હિંદી અને ગુજરાતીમાં ભાષાંતર દીવાન બહાદુર કૃષ્ણલાલ મો. ઝવેરીએ કર્યું છે. 5. History of Gujarat (with a Survey of its Mounments and Inscriptions), Vol. II: The Mughal Period : From A.D. 1573-1758 A.D., Orient Longmans Private Ltd., Bombay, 1957. આ ગ્રંથમાં જે પાસાંઓ આવરી લેવાયાં તેમાં ગુજરાત પ્રદેશ મુઘલ સામ્રાજયના એક સૂબા (પ્રાંત) તરીકે ૧૮૫ વર્ષ સુધી રહ્યો તેનો આખો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. તેમાં ઔરંગઝેબના અવસાન પછી શાહી સૂબાપદ માટે ચાલેલી લાંબી સ્પર્ધા અને આંતરિક બનાવો, અકબર અને જહાંગીરના દરબારમાં ગુજરાતમાં થયેલા ધાર્મિક સંતો અને આચાર્યો, ૧૭મી સદીમાં ગુજરાતમાં રેશમ તથા સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ, ગળી અને અન્ય ઉદ્યોગો, ૧૬૩૦-૩૨માં પડેલો મહાદુકાળ અને તેની આર્થિક અસરો, ૧૭મી સદીમાં ગુજરાતમાં આવેલા યુરોપીય પ્રવાસીઓ (ઇટાલિયન ડેલા વેલ, અંગ્રેજ પાદરીઓ રેવન્ડ હેન્રી લો અને થોમસ હર્બર્ટ, જે. આલ્બર્ટ દ મેન્ડેસ્લો, જિન દ શિવનોટ અને જહોન ફાયર), ૧૭૦૭ થી ૧૭૫૮ દરમિયાન મુઘલોમરાઠાઓ વચ્ચેનો સંઘર્ષ અને મરાઠાઓએ અમદાવાદ જીતી લઈ તેના પર સત્તા સ્થાપી ત્યાં સુધીનો સમય આવરી લેવાયો છે. આ સમયની ઇમારતોના ફોટોગ્રાફ્સ, અભિલેખો પણ આપવામાં આવ્યા છે. 6. History of Gujarat : Vol. III: The Maratha period : 1758 A.D. to 1818 A.D. Gujarat Vidya Sabha, Ahmedabad, 1980. આ ગ્રંથમાં મુંબઈ, સાલસીટ, દીવ, દમણ, વસાઈ જેવાં સૌરાષ્ટ્ર અને ઉત્તર કોંકણ(ઈ.સ. ૧૫૩૪૧૭૩૯)માં આવેલા સ્થળો પર પોર્ટુગીઝોના વહીવટ, રાજકીય સંઘર્ષો અને ધર્મપ્રચાર, ૧૭મી સદીમાં મુઘલ સૂબાઓનો સુરતનો વહીવટ, ઈસ્ટ ઇન્ડિયા કંપની અને તેની આરંભની ચડતી પડતી, ગુજરાતમાં મરાઠાઓનાં પ્રારંભિક આક્રમણો, મુંબઈ શહેરનો ઉદય અને તેના સુરત સાથેના સંબંધો (ઈ.સ. ૧૬૬૦-૧૬૯૦), ઔરંગઝેબના ઉત્તરકાલીન સમયનો સુરતનો, હિંદી સાગરોમાં યુરોપિયનોની ચાંચિયાગીરી, સુરતમાં નવાબોનો વહીવટ, (ઈ.સ. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૪૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168