________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપેલા પ્રમુખીય વ્યાખ્યાનમાં ઇતિહાસ મીમાંસા રજૂ કરી છે. ઇતિહાસમાં કાર્યકારણ ભાવ દર્શાવી શકાય કે કેમ તેની ચર્ચા કરવામાં આવી છે. શ્રી રસિકભાઈના મતે, “ઇતિહાસ પણ અસ્તિત્વનો જ ભાગ છે. ભૂત હોવા છતાં વર્તમાનમાં એ અંતર્ગત છે અને ભવિષ્યમાં એ ડોકિયું કરે છે. એ એક અવિભાજ્ય સ્રોત છે.”
બ.ક. ઠાકોર અધ્યયન ગ્રંથમાં છપાયેલો તેઓશ્રીનો નિબંધ “બ.ક. ઠાકોરની ઇતિહાસ ભાવના' પણ નોંધપાત્ર છે.
(૫) ભો.જે. વિદ્યાભવનના અધ્યક્ષ સ્થાનેથી શ્રી રસિકભાઈએ ઇતિહાસ વિશેના સંશોધનાત્મક ગ્રંથો વિદ્વાનો પાસે તૈયાર કરાવ્યા તે દ્વારા પણ તેમણે ઇતિહાસના ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપ્યું છે. આવા ગ્રંથોમાં ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો', “પુરાણોમાં ગુજરાત', “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત’, ‘હડપ્પા અને મોહેંજો-દડો', “મૈત્રકકાલીન ગુજરાત ભા.૧-૨', ‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ : ઇસ્લામ યુગ’, ‘સંસ્કૃત વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ', “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ' (સંશોધિત આવૃત્તિ), ‘ગુજરાતનું મૂર્તિવિધાન વગેરે અગ્રગણ્ય છે. “Archaeology and Ancient Indian History', 'Studies on Indian Art' zur ' che' ga પુરાતત્ત્વ વિશેના વ્યાખ્યાન સંગ્રહો પણ પ્રકાશિત કરાવ્યા. ગુજરાત સરકારની આર્થિક સહાયથી સાકાર થયેલી ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ' એ ગ્રંથમાળામાં શ્રી રસિકભાઈનું યોગદાન ઇતિહાસ સંશોધન ક્ષેત્રે એમનું અંતિમ પણ શકવર્તી મહત્ત્વનું પ્રદાન છે. આ ગ્રંથમાળાના ગ્રંથ ૧ થી ૭ ભાગના મુખ્ય સંપાદકો તરીકે શ્રી રસિકભાઈ પરીખ અને ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી છે. કુલ આ નવ ગ્રંથોમાં પ્રાગૈતિહાસિક કાલથી માંડીને ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના થઈ ત્યાં સુધીનો ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતને પ્રથમ જ વાર તેનો કડીબદ્ધ, વિગતપૂર્ણ અને સંશોધિત ઇતિહાસ આ ગ્રંથમાળા દ્વારા પ્રાપ્ત થયો. ઇતિહાસનું આ ભગીરથ કાર્ય ગુજરાતની યુનિવર્સિટીઓ દ્વારા કરવા જેવું હતું. શ્રી રસિકભાઈએ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીના તથા અનેક વિદ્વાનોના સહકારથી આ ભગીરથ કાર્ય પાર પાડ્યું. ઇતિહાસના ક્ષેત્રે શ્રી રસિકભાઈનું આ અંતિમ પણ અમૂલ્ય પ્રદાન છે.
* * *
પથિક - વૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬૧
For Private and Personal Use Only