________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતે જાતે જ રસોઈ કરી લેતા. આ ઝવેરીલાલ કહે છે કે, આ સાદા દેખાતા માણસમાં કોઈ ભાગ્યે જ ધારે એવા બુદ્ધિના અને હૃદયના ઊંચા ગુણો હતા. અખંડ ઉદ્યોગ, અસાધારણ ઉત્સાહ, ખંત, સૂક્ષ્મ ગ્રહણશક્તિ, તીક્ષ્ણ બુદ્ધિ, એકાગ્રતા વગેરે ભગવાનલાલના સ્વભાવમાં હોવા સાથે તટસ્થતા અને જેને પ્રતિભા કહી શકાય એવી કલ્પનાશક્તિ પણ મોટા પ્રમાણમાં હતા એમ એમની પ્રવૃત્તિનું અવલોકન કરતાં સ્પષ્ટ દેખાશે. ‘ઇતિહાસકારને મોટામાં મોટી કોઈ બક્ષિસ હોય તો તે કલ્પનાની છે.' એ અર્નેસ્ટ સ્કૉટનું વચન શ્રી ઉમાશંકર જોષીએ ઉતારી કલ્પના શક્તિની કીમત સચોટ રીતે દર્શાવી છે. બુદ્ધિપ્રકાશ : વર્ષ ૮૭, પૃ. ૨૫) પણ જે ગુણ તરફ મેક્સમૂલર જેવા વિદ્વાનોએ ખાસ આંગળી ચીંધી છે તે એમનું આત્મભાન છે.
નાસિકની ગુફાઓના લેખો ઉપરનું છૂટું છપાવેલું લખાણ ભગવાનલાલે મેક્સમૂલરને મોકલેલું તેની ઇ.સ. ૧૮૮૩ના નવેમ્બરની 30મીના પત્રથી પહોંચ સ્વીકારતાં એ પ્રાચ્યવિદ્યાપડિત લખે છે કે “તમે જે ઉત્તમ કાર્ય કરી રહ્યા છો તે માટે હું તમને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે તમે એ ચાલુ રાખશો. ડૉ. ભાઉદાજીના અવસાનથી મોટી ખોટ ગઈ છે પણ તમે એનું સ્થાન પૂરવાને તથા એનું કાર્ય ચાલુ રાખવાને સમર્થ છો. તમે તમારી જાતને સચેત (પ્રામાણિક હૃદય અને બુદ્ધિના) વિદ્વાન તરીકે સિદ્ધ કરેલા છે અને મારી નજરમાં ગમે તેટલી વિદ્યા કરતાં એ ગુણ વિશેષ મહત્ત્વનો છે.'
આ ગુણને પરિણામે ભગવાનલાલ પોતાના કાર્યમાં ડૉ. કોહિંગ્ટન કહે છે તેમ ચોક્સાઈવાળા અને ધીમા હતા.અભિલેખ કે સિક્કાના વાંચનમાં તેઓ કદી પણ એકદમ ફૂદી ન પડતા. વળી પોતાને ખાતરી ન થાય તો લાંબા વખત સુધી અમુક એક જ મુદ્દા ઉપર મહેનત કર્યા કરે પણ કશું બહાર ન પાડે એવો એમનો સ્વભાવ હતો. ડૉ. કોડિંગ્ટન કહે છે : “મને યાદ છે કે એક અભિલેખમાં એમને એક નામ મળેલું એ બાકિત્રયન (બેક્ટ્રિયન) રાજાનું નામ છે એમ તેઓ માનતા હતા. એ ઉપર તેઓએ વર્ષો સુધી પ્રયત્ન કર્યા કર્યો એમ એ સંબંધી ઉલ્લેખવાળાં પુસ્તકો હું આપતો એટલે હું જાણું છું. પણ પોતાના એ વિચારને ટેકો ન મેળવી શક્યા, એટલે પોતાનાં લખાણોમાં ક્યાંય એ વાત નોંધી નથી એમ હું ધારું છું.”
આવી જાગૃતિ રાગદ્વેષ અને દુરાગ્રહ રહિત શુદ્ધચિત્તમાં જે હોઈ શકે. કોડિંગ્ટન કહે છે કે ભગવાનલાલ સાચા વિદ્યાભક્ત અને સત્યના ઉગ્ર પ્રેમી હતા. બૂલર વિગતમાં ઊતરે છે કે “માણસો અને વસ્તુઓ ઉપર ટીકા કરવામાં ભગવાનલાલ નિષ્પક્ષપાતી અને ન્યાયી હતા. બીજાઓના ગુણોની કદાપિ પણ અદેખાઈ નહોતા કરતા. બીજાઓના કાર્યમાં તથા સ્વભાવમાં જે કાંઈ પ્રશસ્ય હોય તેનો નિઃસંકોચ સ્વીકાર કરતા. તેઓ ખોટા દેશાભિમાનથી પોતાની વિવેકબુદ્ધિને ઢંકાવા દેતા નહિ. સાહિત્ય, ઇતિહાસ કે ભાષા સંબંધી વિચારોમાં મતભેદ ઊઠતાં એમની ચર્ચાઓ હંમેશા સંયમી અને સૌજન્યયુક્ત રહેતી. છતાં એક વિચારે એમના ચિત્તમાં જડ ઘાલી પછી એ વિચારને છોડી દેવા એમને સમજાવી શકાય એ મુશ્કેલ છતાં પોતાની હાર ખુલ્લી રીતે સ્વીકારતા. યવન (ગ્રીકો) તથા બીજા જે પરદેશીઓના સંસર્ગમાં પોતાના પૂર્વજો આવ્યા તેના કેટલીક બાબતમાં આર્યો ઋણી હતા, એ કબૂલ કરવામાં જરાય સંકોચ અનુભવતા નહોતા.”
ભગવાનલાલનો સ્વભાવ કવિ નર્મદાશંકર પેઠે મોજીલો નહોતો પણ ગંભીર હતો, છતાં બૂલર અને કોડિંગ્ટન કહે છે તેમ તેઓ ખુલ્લા દિલના અને પ્રેમાળ હતા.
વળી, ભગવાનલાલ શુદ્ધ નિષ્કલંક હૃદયવાળા પુરુષ હતા. પીટર્સન કહે છે : “ભગવાનલાલમાં કોઈ જાતનું કપટ નહોતું.” અને એમનું જીવન શુદ્ધ હતું એમ તો કોડ્રિગ્ટન, પીટર્સન બૂલર બધા જ કહે છે.
પણ ભગવાનલાલની માનવતા જોવા માટે તેઓએ એની મૈત્રી તરફ નજર કરવી જોઈએ. પોતે આપેલી હસ્તપ્રતોના કબાટ ઉપર “ડૉ. ભાઉદાજીના શિષ્ય ભગવાનલાલની ભેટ” એવું લખાવનારમાં ઉગ્ર ગુરુભક્તિ
પથિક સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૦૭
For Private and Personal Use Only