________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલાઓના ભારતીય ખ્યાલનું વિશદ નિરૂપણ કરેલું છે. ખંડ ૧ઃ સ્થાપત્યને લગતો છે. જેમાં શરૂઆતમાં સિંધુખીણની સંસ્કૃતિના સ્થાપત્ય અને શિલ્પનું રેખાચિત્ર દ્વારા વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. સ્થાપત્યના ધાર્મિક અને લૌકિક એવા બે મુખ્ય વિભાગ પાડવામાં આવે છે. એમાં ધાર્મિક સ્થાપત્યનું સ્વરૂપ સાર્વજનિક હોઇ, એનું અધિક નિરૂપણ કરવામાં આવ્યું છે. ધાર્મિક સ્થાપત્યમાં વળી બૌદ્ધ સ્થાપત્ય વિશિષ્ટ સ્વરૂપ ધરાવે છે. એમાં સ્તૂપ, વિહાર અને ચૈત્યગૃહ એ ત્રણ પ્રકારના ઉદ્દભવ અને વિકાસની પ્રક્રિયા વર્ણવી છે. તે સાથે કાલાનુક્રમમાં પૂર્વ મૌર્યકાલથી ગુપ્તકાલ સુધીના સ્તૂપોનું વિગતે વર્ણન અપાયું છે. વિહારોના સ્થાપત્ય સ્વરૂપોમાં પશ્ચિમ અને દક્ષિણ ભારતના વિહારો વર્ણવ્યા છે.
બૌદ્ધ સ્થાપત્યની સરખામણીએ જૈન સ્થાપત્યના પ્રાચીન નમૂના જૂજ મળે છે. ચાલુ સહસ્રાબ્દીના સ્થાપત્યમાં દેવાલય અને જિનાલયના સ્થાપત્ય-સ્વરૂપમાં ઘણા ઓછો ભેદ રહેલો નજરે પડે છે. જૈન સ્થાપત્યોમાં ઓરિસાની જૈન ગુફાઓ, દક્ષિણ ભારતના પલ્લવકાલીન શૈલમંદિરો તથા પશ્ચિમ ભારતમાં બ્રાહ્મણ અને જૈન ગુફા મંદિરોની વિગતો આપી છે. બ્રાહ્મણ દેવાલયના સ્થાપત્ય-સ્વરૂપમાં ઉત્તરની નાગરશૈલી અને દક્ષિણની દ્રવિડશૈલી સ્પષ્ટ રીતે અલગ પાડી છે. જેમાં મૌર્યકાલથી અનુગુપ્તકાલ સુધીના ઇંટેરી મંદિરો તથા નાગર-દ્રવિડ શિખરશૈલી અને મંદિર સ્થાપત્યની ઉત્ક્રાંતિ વર્ણવી છે. ત્યારબાદ ઉત્તર ભારતીય શૈલીનાં મંદિરા, ચાલુક્યશૈલીનાં મંદિરો, દક્ષિણ ભારતીય (દ્રવિડ) શૈલીના મંદિરોનું વિશદ વર્ણન કર્યું છે. છેલ્લે લૌકિક કે નાગરિક સ્થાપત્યના નિરૂપણમાં નગર-આયોજન, દુર્ગરચના, રાજપ્રાસાદ, ભવન વગેરેના સ્વરૂપનો પરિચય અપાયો છે.
ખંડ ૨ : શિલ્પ ને લગતો છે. શરૂઆતમાં ભારતીય શિલ્પને સમયાનુક્રમની દૃષ્ટિએ પ્રાચીન, પૂર્વ મધ્યકાલીન અને ઉત્તર મધ્યકાલીન વિભાગમાં વહેંચી તેના પદાર્થોની છણાવટ કરી છે. તે પછી સિંધુ સંસ્કૃતિના શિલ્પોથી લઈને મૌર્ય, શુંગ, શક, કુષાણ, આંધ્ર ગુપ્તકાલીન શિલ્પોનાં લક્ષણો અને વિશિષ્ટધારાઓ દર્શાવી છે. પૂર્વકાલીન (ઈ.સ. ૬૦૦ થી ૯૦૦ સુધી) મૂર્તિકલાનાં કેન્દ્રો ઇલોરા, એલિફન્ટા અને દક્ષિણમાં મામલ્લપુરના શિલ્પોનું લાક્ષણિક વર્ણન કરેલ છે. ઉત્તર મધ્યકાલીન શિલ્પોમાં ઈ.સ. ૯૦૦ થી ૧૩૦૦ના સમયગાળામાં મૂર્તિવિધાનમાં પ્રાદેશિક ધોરણે છ વિભાગો - ઓરિસ્સા, બંગાળ-બિહાર, બુંદેલ ખંડ, મધ્યભારત, ગુજરાતરાજસ્થાન અને તમિલનાડુ વિભાગના શિલ્પોનો પરિચય આપવામાં આવ્યો છે. પ્રકીર્ણ શિલ્પોમાં ધાતુ શિલ્પો અને પકવેલી માટીનાં શિલ્પોનો આછો ખ્યાલ રજૂ કર્યો છે.
છેવટે પરિશિષ્ટમાં ભારતીય વાસ્તુવિદ્યાને લગતી ઉપલબ્ધ સાહિત્ય સામગ્રી વિશે ખ્યાલ આપવામાં આવ્યો છે, તે એ વિદ્યાના લાંબા અને ઊંડા ખેડાણનો ખ્યાલ આપે છે.
ડૉ. કાંતિલાલ સોમપુરાએ અથાક શ્રમ અને ધીરજ ધરીને ૧૯૬૯માં 'A Critical Study of the Sculptures in the Sun Temple at Modhera” શીર્ષ હેઠળ મોઢેરા સૂર્યમંદિરનું ઝીણવટભર્યું અધ્યયનસંશોધન કરેલ છે. જે હજુ સુધી અપ્રગટ છે. આ ઉપરાંત “બુદ્ધિસ્ટ મોન્યુમેન્ટ્સ ઍન્ડ સ્કલચર્સ ઇન ગુજરાત' ૧૯૬૯માં પ્રગટ થયું. જેમાં ગુજરાતમાં બૌદ્ધધર્મના પ્રવેશ, તેનું સાહિત્ય, શાખાઓ, બૌદ્ધકેન્દ્રો અને સ્થાપત્યશિલ્પ અંગેની વિસ્તૃત માહિતી આપેલી છે. ૧૯૭૧માં “ધી આર્કિટેકચરલ ટ્રીટમેન્ટ ઑવ ધી અજિતનાથ ટેમ્પલ ઍટ તારંગા' નામક પુસ્તકમાં મંદિર સ્થાપત્યના વિવિધ અંગો-ભાગોની જાળવણી તથા જીર્ણોદ્ધારની પ્રક્રિયાને લગતી માહિતી છે. ઉપરાંત તેમનાં બીજાં મોટાનાનાં પુસ્તકો જાણીતા છે. પથિક-સૌરાષ્ટ્ર અંક’ મે-જૂન, ૧૯૭૦માં છપાયેલ “સૌરાષ્ટ્રમાં ઇસ્લામ અને ઇસ્લામી સ્થાપત્યનો સંશોધનાત્મક લેખ નોંધપાત્ર છે.
કા. કાંતિલાલના ગુજરાતી સંસ્કૃત સાહિત્ય, ભારતીય સ્થાપત્ય અને શિલ્પને લગતાં અંગ્રેજી તથા ગુજરાતી સામયિકો ઓરિયેન્ટલ જર્નલ, વિશ્વેશ્વરાનંદ રિસર્ચ જર્નલ બુદ્ધિપ્રકાશ કુમાર, સ્વાધ્યાય, ફાર્બસ સભા
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૭૮
For Private and Personal Use Only