Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 111
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) ઉદેપુર (ભીલસા પાસે)ના એક જૂના મહાદેવના મંદિરમાંથી ગુજરાતના રાજા કુમારપાળના લેખની નકલ પણ કરેલી., અને બીજા લેખોની ફોટો-પ્લેટ્સ લીધેલી. (૮) એરણમાં નદીની ડાબી બાજુએ બરેઠ નામની જગ્યાએ ૧૦.૫ ફૂટ ઊંચી મૂર્તિની નોંધ તેમણે કરી છે, જે મુખથી પીઠ સુધી ૬ ફૂટ ર ઈંચ લાંબી છે. તેની દાઢમાં સ્ત્રીરૂપ પૃથ્વી છે અને તેના આખા અંગમાં દેવો કોતરેલા છે. ગળાના ભાગમાં પ્રાચીન અક્ષરોથી લેખ લખાયેલો છે. આખી મૂર્તિ રતુંબડા રંગના પાષાણની બનેલી છે. એ મૂર્તિની બાજુએ મોટી વિષ્ણુની મૂર્તિ અને સામે ગરુડની મૂર્તિ આવેલી છે. ભગવાનલાલ ઈન્દ્રજી ભટ્ટનું લેખનકાર્ય : ઈ.સ. ૧૮૭૪ના મે માસમાં ડૉ. ભાઉદાજીના થયેલા અકાળ અવસાનથી, ભગવાનલાલને જબરદસ્ત આઘાત લાગ્યો ! એક ગુરુ, એક માર્ગદર્શક, એક હમદર્દી અને એક વડીલની છત્રછાયા જતી રહેવાથી ભગવાનલાલ જાણે કે અનાથ બની ગયા ! છેલ્લાં ૧૩ વર્ષોના સહવાસથી એલબત્ત, ભગવાનલાલે પ્રાચીન અને સંશોધનનું સાચું તત્ત્વ અને પદ્ધતિ બેઉ આત્મસાત કરી લીધેલાં. સમગ્ર દેશમાં રઝળપાટ દરમિયાન ભગવાનલાલ આર્થિક રીતે પણ ઘસાઈ ગયેલા. ફોટોગ્રાફી અને સિક્કાઓની ખરીદીમાં તેમણે ઘણાં નાણાં ખર્ચેલાં. આથી તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી ગયેલી. આમ છતાં, તેમણે ભારતને પોતાના લેખો, લખાણો અને પુસ્તકની જે મૂલ્યવાન ભેટ આપેલી, તે યાદગાર છે. પં. ભગવાનલાલ ઈન્દ્રજીનાં લખાણોની યાદી : | (પંડિત ભગવાનલાલના અવસાન પછી તરતમાં ‘એકડેમીમાં લખેલાં સ્મરણોમાં પીટર્સને નોંધ્યું હતું કે ‘પંડિતના શેઠ અને મિત્ર ડૉ. ભાઉદાજીના તથા પ. ભગવાનલાલના પોતાના બધાં છપાયેલા લેખોનું એક પુસ્તક અમે, ગમે તેમ પણ, પ્રકટ કરી શકીશું એવી હું આશા રાખું છું. હું જાણું છું કે ભગવાનલાલના આવા સ્મારક માટે સારી રકમ થશે અને એમાંથી આ પુસ્તક છપાશે એમ પીટર્સને ધાર્યું હશે, પણ એ ન બન્યું. પછી પંડિતજીની શતાબ્દી પ્રસંગે એમનાં લખાણો બધાં કે અમુક ફરી છપાવવાનો તથા ગ્રંથસ્થ કરવાનો વિચાર થયેલો પણ તેયે કાર્યમાં ન પરિણમ્યો. Journal B.B.R.A.S.માં છપાયેલાં : 1. Gadhaia Coins of Gujarat and Malva, Vol. XII, p. 325 2. Revised Facsimile, Transcript and Translation of Inscription, Vol. XII, p. 329 3. On Ancient Nāgari Numeration from an inscription an Nanaghat, Vol. XII, p. 404 A New Andhrabhritya King from a Kanheri Cave Inscription, Vol. XII, p. 407 Copper-plate of the Silāhāra Dynasty, Vol. XIII, p. 1 6. Coins of the Andhrabhritya Kings of Southern India, Vo. XIII, p. 303 7. Antiquarian Remains at Sopara and Padana, Vol. XV, p. 273 A new Copper-Plate Grant of the Chalukya Dynasty found at Navasari, Vol. XVI, p. 1 9. A Copper-Plate grant of the Traikutaka King Dahrasena, Vol. XVI, p. 346 11. Transcipt and Translation of the Bhitari Lāt Inscription, Vol. XVI, p. 349 12. An Inscription of King Asokawalla, Vol. XVI, p. 351 * Indian Antiquary Hi guidal 13. Ancient Nāgari Numerals, with a note by Dr. Buhler, Vol. VI, p. 42 પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૦૩ • ૧૦૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168