Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇતિહાસકાર દુર્ગાશંકર શાસ્ત્રી અને અમૃત વસંત પંડ્યા શ્રીમતી ઈલાબેન દવે* દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીનો જન્મ જાન્યુઆરી, ૧૮૮રમાં જામનગર ખાતે પ્રશ્નોરા નાગર-બ્રાહ્મણ જ્ઞાતિના કુટુંબમાં થયો હતો. એમના પિતા કેવળરામ શાસ્ત્રી ગોંડલના સંસ્કૃત પાઠશાળામાં શિક્ષક હતા. દુર્ગાશંકરે હાલના ધોરણ ૧૦ સુધીનું શિક્ષણ ગોંડલમાં લીધું હતું. ત્યારબાદ એમણે પોતાના શિક્ષક હિંમતલાલ ગણેશજી અંજારિયાની સલાહ મુજબ સંસ્કૃતનો અભ્યાસ ચાલુ રાખ્યો. દુર્ગાશંકરે પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સાહિત્યના ઉચ્ચકક્ષાના ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષાના ગ્રંથોનું પણ અધ્યયન કર્યું. દુર્ગાશંકરના ખાસ રસના વિષય ઇતિહાસ અને તબીબીશાસ્ત્ર હતા. દુર્ગાશંકરના પિતા ૧૯૦૦માં નોકરીમાંથી નિવૃત્ત થતાં આજીવિકાના સાધન માટે દુર્ગાશંકરે રાજકોટમાંની લક્ષણ મેરામ રાસાયણિક પ્રયોગશાળાના માસિક રૂા. ૧૦ની શિષ્યવૃત્તિ પર થોડો સમય ચલાવવું પડ્યું. તે પછી થોડો વખત જામનગર રહ્યા. ત્યાંથી તેઓ આજીવિકાનું સાધન મેળવવા ભાવનગર પોતાના મામાની સાથે રહેવા ગયા, ભાવનગરમાં ‘કાન્ત’ નામે વિખ્યાત થયેલા કવિ મણિશંકર ૨, ભટ્ટના સંપર્કમાં આવ્યા. કાન્ત તમને ઋગ્વદનું ગુજરાતીમાં ભાષાંતર કરવાની પ્રેરણા આપી. આ જ અરસામાં તેના સગા જુગતરામે મુંબઈમાં કંડુ ફાર્મસીની સ્થાપના કરી. દુર્ગાશંકરે ઝંડુ ફાર્મસીમાં નોકરી સ્વીકારી જે તેણે જીવનભર ચાલુ રાખી. | દુર્ગાશંકર શાસ્ત્રી આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્ત થતા એમની અભ્યાસશીલતા અને લેખનવૃત્તિ ઝડપી બની. આમાં જુગતરામ, મોહનલાલ અને ભગવાનલાલ ભટ્ટ જેવા સાથીદારોના પ્રોત્સાહનથી આયુર્વેદ અને વૈદકશાસ્ત્રના પોતાના ઊંડા અભ્યાસના પરિપાકરૂપે બાળકોનો વૈદ્ય' (૧૯૧૭), ‘માધવ નિદાન” (૧૯૧૮) અને ‘ઝંડુ ભટ્ટનું જીવનચરિત્ર' (૧૯૧૯) નામે વૈદકશાસ્ત્રને લગતાં ત્રણ પુસ્તકો પ્રગટ કર્યા. | દુર્ગાશંકરે મુંબઈમાં સ્થિર થયા તે સમયે મુંબઈમાં ‘ફાર્બસ સભા' સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતી હતી. ફાર્બસ સભાએ ૧૯૧૩થી “ગુજરાતના જુદા જુદા ધર્મો અને ગુજરાત પર તેની અસરો’ એ વિષય પર નિબંધ સ્પર્ધા શરૂ કરી હતી. દુર્ગાશંકર શાસ્ત્રીને વૈષ્ણવધર્મને સારો અભ્યાસ તથા અનુભવ હતા. તેમના પૂર્વજોએ પણ આ ધર્મમાં સારું એવું ખેડાણ કર્યું હતું. આમ, વૈષ્ણવ ધર્મનું અધ્યયન અને વારસામાં મળ્યું હતું. પરિણામે તનસુખ મનસુખરામ ત્રિપાઠીની પ્રેરણાથી ઉપરોક્ત નિબંધ સ્પર્ધામાં “વૈષ્ણવ ધર્મ અને ગુજરાત પર તેની અસર”એ વિષય દુર્ગાશંકરને મળ્યો. આને લગતા વિવિધ સાધનો, દસ્તાવેજો તથા ગ્રંથોને આધારે તેમણે મહાનિબંધ લખ્યો (૧૯૧૬), જે સ્પર્ધામાં પ્રથમ આવતા ફાર્બસ સભાના સામયિકમાં છપાયો. પછીથી ૧૯૧૮માં પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયો. આ પુસ્તકના પ્રકાશનથી દુર્ગાશંકરની અભ્યાસી તથા ઇતિહાસકાર તરીકેની ગણના થઈ. | દુર્ગાશંકર શાસ્ત્રીએ વૈષ્ણવ ધર્મના ઇતિહાસની પરિપાટી પર ૧૯૨૫માં “શૈવધર્મનો ઇતિહાસ' લખ્યો. વૈષ્ણવધર્મના ઇતિહાસની માફક આ પુસ્તકમાં પણ ગુજરાતમાં શૈવધર્મના ઉદય અને પ્રસરણ તેમજ તેની અસરોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં ઇતિહાસકાર તરીકે દુર્ગાશંકર શાસ્ત્રીની નામના ફેલાઈ હતી. સંસ્કૃતના ઊંડા અધ્યયનને કારણે પુરાણોમાં રહેલ ઇતિહાસનું વિવેચન કરવાના આશયથી ૧૯૩૧માં અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાસભા મારફત પુરાણવિવેચન' નામે પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ગુજરાતી સાહિત્ય તથા ઇતિહાસમાં આ પ્રકારનું અધ્યયન-સંશોધન સર્વપ્રથમ થયું હોવાથી તેનું ઐતિહાસિક મૂલ્ય મહત્ત્વનું ગણાય. પુરાતત્ત્વ ખાતું, જિલ્લા પંચાયત ભવન, લાલ દરવાજા, અમદાવાદ-૧ પથિક • વૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૦૩ • ૫૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168