Book Title: Parvatithina Bhavsatyani Raksha Karie Author(s): Sanjay Kantilal Vora Publisher: Vitan Prakashan Thane View full book textPage 7
________________ દલીલ કરશે તો આપણે શું જવાબ આપીશું? (૨) ભગવાનની આજ્ઞાનો આદર કરી ઉપવાસાદિક તપ કરવો એ દ્રવ્યસત્ય છે, પણ ઉપવાસાદિને કારણે પેટના કીડાઓની હિંસા થતી હોય તો તેમની કરુણા ચિંતવવા માટે તપ ન કરવો એ ભાવસત્ય છે. આ ભાવસત્યની રક્ષા કરવા માટે દ્રવ્યસત્યરૂપ તપ ન કરવો જોઇએ. (૩) આઠ વર્ષ ઉપરના બાળકના આત્માનો ઉદ્ધાર કરવા માટે તેને દીક્ષા આપવી એ દ્રવ્યસત્ય છે, પરંતુ આ દીક્ષાનો જમાનાવાદીઓ વિરોધ કરે, તેને કારણે ઝઘડાઓ થાય, કોર્ટમાં કેસ થાય અને શાસનહીલના થાય તેવા ડરથી બાળદીક્ષા ન આપવી એ ભાવસત્ય છે. માટે આ ભાવસત્યની રક્ષા કરવા માટે આપણે બાળદીક્ષા ન આપવી જોઇએ. (૪) પરમાત્માની આજ્ઞા મુજબ આપણે દેવદ્રવ્યની રક્ષા માટે પ્રયત્ન કરવા જોઇએ અને તેની વૃદ્ધિની ફરજ બજાવવી જોઇએ. આ એક દ્રવ્યસત્ય થયું. પરંતુ આપણે દેવદ્રવ્ય ભેગું કરીએ તેને કારણે લોકો ખૂબ ટીકા કરે છે અને આ દેવદ્રવ્ય માનવતાના કાર્યમાં વાપરવું જોઇએ એવો આગ્રહ રાખે છે. આ ટીકાથી આપણા ધર્મને બચાવવા માટે દેવદ્રવ્યનો ઉપયોગ હોસ્પિટલો, અનાથાશ્રમો અને સ્કૂલોમાં પણ કરવો જોઇએ. આ ભાવસત્ય થયું. (૫) શ્રી જૈન સંઘમાંથી દિગમ્બરો પહેલા અલગ પડયા. તેમની સાથેની એકતારૂપ ભાવસત્યની રક્ષા કરવા માટે આપણે વસ્ત્રો સાથે પણ મોક્ષમાર્ગની આરાધના કરી શકાય એ દ્રવ્યસત્યને ગૌણ બનાવી દેવું જોઇતું હતું. (૬) શ્રી શ્વેતાંબર સંઘમાં કેટલાકો મૂર્તિપૂજાના વિરોધીઓ પેદા થયા અને તેમણે સ્થાનકવાસી સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાય સાથેની એકતાના ભાવસત્યની રક્ષા કરવા માટે આપણે “મૂર્તિપૂજા કરવી જોઇએ તે દ્રવ્યસત્ય છોડી દેવું જોઇતું હતું. આ ઉદાહરણો ઉપરથી ખ્યાલ આવે છે કે દ્રવ્યસત્યનો અને ભાવસત્યનો નિયમ બધે જ લાગુ ન કરાય. આ સિદ્ધાંતના વિવેકહીન ઉપયોગ દ્વારા તો આપણે શાસ્ત્રીય સિદ્ધાંતોની જ આશાતના કરનારા બનીશું. જો ૬ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46