________________
ધાર્યું હોત તો તે વર્ષે પંચાંગમાં ચોથના સ્થાને પાંચમની સ્થાપના કરી તેઓ પાંચમની સંવત્સરીની પરંપરા અખંડ ચાલુ રાખી શક્યા હોત, પણ તેમાં ઔદાયિકતિથિના સિદ્ધાંતનો ભંગ થતો હોવાથી તેમણે તેમ કરવું ઉચિત માન્યું નહોતું.
આ દૃષ્ટાંત ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રી સંવત્સરીની આરાધનાની તિથિમાં ગમે તે વ્યક્તિ, શાસ્ત્રોની અવજ્ઞા કરીને, ઔદાયિકતિથિના સિદ્ધાંતનો અપલાપ કરીને, ગમે તે મનઘડંત રીતે, ગમે ત્યારે ફેરફાર કરી શકે નહીં. આવું કરવામાં ભાવસત્યની રક્ષા નથી જ નથી અને દ્રવ્યસત્યનો પણ
લોપ જ થાય છે.
(૪)કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીનું દૃષ્ટાંત
કલિકાલસર્વજ્ઞ ભગવાનશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાએ પૂનમીયા ગચ્છ સાથે સમાધાન કરવા માટે ચૌદશની પાખી છોડી પૂનમની પાખી સ્વીકારવાની દરખાસ્ત મૂકી હતી એ દૃષ્ટાંત દ્વારા એવું ક્યાંય ફલિત નથી થતું કે તેઓ પૂનમીયા ગચ્છ સાથે એકતા કરવા માટે ઔદાયિકતિથિના સિદ્ધાંતનો ત્યાગ કરવા તૈયાર થઇ ગયા હતા. તેમણે જે દરખાસ્ત મૂકી હતી તે તેમની ગીતાર્થતાના ઉદાહરણ જેવી હતી. આ દરખાસ્ત પૂનમીયા ગચ્છને માન્ય નહીં થાય તેની તેમને પૂર્ણ ખાતરી હતી અને તેવું જ બન્યું હતું.
કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાની કક્ષાના ગીતાર્થ આચાર્ય ભગવંત કદી શાસ્ત્રમર્યાદાને અતિક્રમે નહીં. વળી આ દૃષ્ટાંત ઔદાયિક તિથિને ગૌણ બનાવવાના આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજાના ઉદ્દેશ સાથે બંધબેસતું નથી. તેમાં ક્યાંય ઔદાયિકતિથિને ગૌણ બનાવવાની વાત આવતી નથી. શાસ્ત્રીય સિદ્ધાંતોમાં મનઘડંતરીતે ફેરફાર કરવામાં આવે તો શ્રીસંઘમાં અરાજકતા ફેલાવાનો ભય પેદા થાય છે. વર્તમાનમાં આવું જ બની રહ્યું છે.
Jain Education International
પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએŻ૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org