________________
(૫) શ્રી જન્મભૂમિ પંચાંગનું દષ્ટાંત
વિક્રમ સંવત ૨૦૧૪માં સકળ શ્રીસંઘે એકમતે જોધપુરના ચંડાશુગંડુ પંચાંગને બદલે મુંબઇનું શ્રી જન્મભૂમિ પંચાંગ સ્વીકાર્યું હતું. એટલે કે આરાધ્ય તિથિઓની આરાધનાના પાયા તરીકે એક લૌકિક પંચાંગનો ત્યાગ કરીને આપણે બીજું લૌકિક પંચાંગ સ્વીકાર્યું છે. આ જે પરિવર્તન કરવામાં આવ્યું તેનો હેતુ તે વર્ષપૂરતી શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના એક જ દિવસે થાય તેટલા પૂરતો મર્યાદિત નહોતો, પણ સકળ શ્રીસંઘ બધી જ તિથિઓની આરાધના ઉત્સર્ગ માર્ગે ઔદાયિકતિથિએ અને અપવાદ માર્ગે ઉમાસ્વાતિ મહારાજાના પ્રઘોષ મુજબ કરતો થાય તે હતો. વળી આ પરિવર્તન સર્વસંમતિથી શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોને અડીખમ રાખીને કરવામાં આવ્યું હતું. તેમાં
ઔદાયિકતિથિને ગૌણ બનાવવાની વાત તો ક્યાંય હતી જ નહીં. વળી તે વર્ષે નવું પંચાંગ સ્વીકારવાથી બે તિથિ પક્ષની સંવત્સરી જૂના ચંડાશુગંડુપંચાંગમાં જણાવેલા દિવસ કરતાં એક દિવસ વહેલી આવતી હતી. આ રીતે એક દિવસ વહેલી સંવત્સરી કરવામાં કોઇ શાસ્ત્રીય બાધ ‘અંતરા વિ સે કમ્પઇના પાઠ મુજબ આવતો નહોતો. જોકે કમનસીબે આ પરિવર્તનથી માત્ર પહેલો જ હેતુ સિદ્ધ થયો. બીજો હેતુ ચોક્કસ કારણોને પ્રતાપે તેના વડે સિદ્ધ થઈ શક્યો નહોતો. માટે જ શ્રી જન્મભૂમિ પંચાંગનું ઉદાહરણ પણ એવું તો સાબિત નથી જ કરી શકતું કે ઔદાયિકતિથિની ઉપેક્ષા કરી શકાય છે.
(૬) શું ગામે ગામનાં અલગ પંચાંગ હોવાં જોઇએ?
- આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજા પોતાની પુસ્તિકાના પૃષ્ઠ ક્રમાંક ૧૧ ઉપર એવો પ્રશ્ન કરે છે કે, “શ્રી સંઘ આ વર્ષે (વિક્રમ સંવત ૨૦૬૧માં) તા. ૮-૯-૨૦૦પના ગુરવારના સંવત્સરી પર્વની આરાધના કરવાનો છે. જેઓ ઉદયાત્ તિથિના જ આગ્રહી છે તેઓ તા. ૭-૯-૨૦૦પના
૩૬ D પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org