________________
(૧) આ બાબતમાં સમગ્ર તપાગચ્છ શ્રીસંઘમાં એકમતિ સ્થપાવી જોઇએ.
(૨) માત્ર શ્રી સંવત્સરી મહાપર્વ નહીં પણ તમામ આરાધ્ય તિથિઓની આરાધના તમામ શ્રી સંઘોના સૂર્યોદય મુજબ ઔદાયિકતિથિએ જ થઇ શકે તે મુજબ પંચાંગો તૈયાર થવાં જોઇએ. આ બધાં પંચાંગોની રચના શ્રીસંઘમાન્ય પંચાંગના આધારે જ થવી જોઇએ.
(૩) દરેક શ્રીસંઘ પાસે આરાધના માટેનું પોતાનું સ્વતંત્ર પંચાંગ તૈયાર કરવાની ક્ષમતા હોવી જોઇએ અથવા કોઇ મધ્યસ્થ સંસ્થાએ સ્થાનિક સૂર્યોદય મુજબ આ પ્રકારનાં પંચાંગો તૈયાર કરીને વિશ્વભરના દરેક શ્રીસંઘને પહોંચાડવા જોઇએ.
(૪) આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરવા માટે એક ચોક્કસ દિવસ નક્કી કરી તે દિવસથી આખા વિશ્વના જૈન સંઘોમાં એક સાથે તેનો અમલ શરૂ કરાવવો જોઇએ.
જો માત્ર એક તિથિ” તરીકે ઓળખાતો વર્ગ અથવા ‘બે તિથિ' તરીકે ઓળખાતો વર્ગ આ પ્રકારે પરિવર્તન કરે અને બીજો પક્ષ તેને માન્ય ન કરે તો દરેક ગામના શ્રીસંઘોમાં ટુકડા પડે. આ પ્રકારનું પરિવર્તન શ્રીસંઘની સર્વસંમતિ વિના કરી ન શકાય. માટે કોઈ પણ એક પક્ષને પૂછવું કે ‘‘તમે કેમ આવો ફેરફાર નથી કરતા? “એ ન્યાયી પ્રશ્ન ન કહેવાય. તેને બદલે બંને પક્ષે એકસંપી બતાવીને આ પ્રકારનું પરિવર્તન કરી લેવું જોઇએ. આ પ્રકારના સમાધાનના અભાવમાં ભારતના અમુક ભાગના લોકો નછૂટકે ઔદાયિક તિથિને ગૌણ બનાવી આરાધના કરતા હોય તો તેટલા માત્રથી આખા શ્રીસંઘને ઔદાયિક તિથિના શાસ્ત્રીય સત્યનો કાયમ માટે ત્યાગ કરવાની પ્રેરણા કરી શકાય નહીં.
ઔદાયિક તિથિ જાળવીને જ
શ્રીસંઘની એકતા કરી શકાય. આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજા પોતાની પુસ્તિકાના પૃષ્ઠ ક્રમાંક ૧૩ ઉપર એવું વિધાન કરે છે કે, “બધાની આરાધના એક દિવસે
૩૮ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org