Book Title: Parvatithina Bhavsatyani Raksha Karie
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane
Catalog link: https://jainqq.org/explore/001767/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ લેખક : શ્રી સંજય કાન્તિલાલ વોરા પ્રકાશક : વિતાન પ્રકાશન મૂલ્ય ઃ રૂપિયા દસ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ પ્રતિથિની. ૨. કરી - - - - લેખક : શ્રી સંજય વોરા પ્રકાશક : વિતાન પ્રકાશના મૂલ્ય : રૂપિયા ૧૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ Book's name: Parvatithina Bhavsatyanee Raksha Karie Author : Shri Sanjay Vora © Mrs. Amishi Sanjay Vora પ્રકાશક અને પ્રાપ્તિસ્થાનઃ વિતાન પ્રકાશના - ૨૦૩,બી-૧૦, સેક્ટર-૨, શાંતિનગર, મીરા રોડ (ઇસ્ટ) જિ.થાણા, પિન : ૪૦૧૧૦૭ ફોન ઃ ૨૮૧૧૩૩૨૭. - આવૃત્તિ ઃ પહેલી નકલ : ૧૦,૦૦૦ વિક્રમ સંવત ૨૦૬૧ અષાઢ સુદ પૂનમ Page #4 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપાગચ્છ શ્રીસંઘમાં તિથિની સમસ્યા એક સૈકા કરતાં પણ વધુ સમયથી ચકરાવે ચડી છે. આ સમસ્યા અને તેના નિરાકરણ બાબતમાં અનેક પુસ્તકો, પત્રિકાઓ અને લેખો લખાયા છે, પણ એક યા બીજા કારણોસર આ સમસ્યાનો ઉકેલ આપણને હાથતાળી જ આપતો રહ્યો છે. ચાલુ વર્ષે, એટલે કે વિક્રમ સંવત ૨૦૬૧માં તિથિભેદને કારણે શ્રી સંવત્સરી મહાપર્વ અને પર્વાધિરાજપર્યુષણના આઠે આઠ દિવસની આરાધના અલગ-અલગ દિવસે થવાની સંભાવના પેદા થઈ છે. આ ભેદ ટાળવા માટે અનેક પ્રયત્નો થઇ રહ્યા છે. તેમાંનો એક પ્રયત્ન પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય અભયશેખરસૂરિજી મહારાજા દ્વારા લિખિત અને શાહ કાન્તિલાલ છગનલાલ તેમ જ દોશી રમેશચન્દ્ર અમૃતલાલ દ્વારા પ્રકાશિત પુસ્તિકા ‘તિથિ અંગે સત્ય અને સમાધાન” છે. આ પુસ્તિકામાં કરવામાં આવેલા અનેકવિધ વિવાદાસ્પદ વિધાનોની ઉપેક્ષા કરીએ તો પણ એક અત્યંત ગંભીર પ્રરૂપણાની કોઇ પણ જિનશાસનપ્રેમી આત્મા ઉપેક્ષા કરી શકે જ નહીં. આ વિધાન છે, પર્વતિથિની આરાધના બાબતમાં ઔદાયિકતિથિનો આગ્રહ રાખવાની જરૂર નથી. ઔદાયિકતિથિને ગૌણ બનાવીને અન્ય તિથિએ આરાધના કરી શકાય છે.” અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓને કદાચ તેમના વિશિષ્ટ જ્ઞાનના પ્રકાશમાં એ વાતનો ખ્યાલ પણ આવી ગયો હશે કે ભવિષ્યમાં શ્રી જિનશાસનમાં તૃતીયપદે બિરાજમાન કોઇ આચાર્ય ભગવંત પણ આવી પ્રરૂપણા કરવાના છે. માટે જ તેમણે અત્યંત સ્પષ્ટ ઘોષણા કરતાં કહ્યું હતું કે, ઔદાયિક તિથિને જ પ્રમાણ માનવી. જયારે ઔદાયિકતિથિ પ્રાપ્ત હોય પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ ત્યારે અન્ય તિથિએ પર્વતિથિની આરાધના કરનારાઓ (૧) આજ્ઞાભંગ (૨) અરાજકતા (૩) મિથ્યાત્વ અને (૪) વિરાધના એ ચાર ગંભીર પાપોના ભાગીદાર બને છે.’’ કેટલાક આચાર્ય ભગવંતોએ આ શાસ્ત્રપાઠનું ખોટું અર્થઘટન કર્યું તેને કારણે જ આજે શ્રીસંઘમાં પર્વતિથિની આરાધના બાબતમાં આટલી બધી અરાજકતા, અંધાધૂંધી, અવિધિ અને મિથ્યાત્વની હદે પહોંચી જાય તેવી આજ્ઞાભંગની પરિસ્થિતિ જોવા મળે છે. આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજા એવા પ્રથમ આચાર્ય બન્યા છે, જેમણે ઔદાયિકતિથિને ગૌણ બનાવવાની રીતસર પ્રરૂપણા શરૂ કરી છે. આવી પ્રરૂપણા તો ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન જ કરાય’ તેવી દૃઢ માન્યતા ધરાવતા એક તિથિ પક્ષના કોઇ પણ આચાર્ય ભગવંતે પણ ક્યારેય કરી હોવાનું જાણમાં નથી. આ પ્રરૂપણાને જો ભોળા જીવો સાચી માની તેનો અમલ કરશે તો તેઓ શાસ્ત્રોમાં નિર્વિવાદરીતે વર્ણવવામાં આવેલા ઉપરોક્ત ચાર મહાપાપોના ભાગીદાર બની પોતાનો અનંત સંસાર વધારી મૂકશે તે નક્કી છે. આવું ન થાય તે માટે જ ઔદાયિકતિથિની આરાધનાની મહત્તા પ્રસ્થાપિત કરવા આ પુસ્તિકાનું લખાણ તૈયાર કરવાની આ લેખકને ફરજ પડી છે. આ પુસ્તિકાના અંત ભાગમાં આચાર્ય ભગવંતે જે ભાવના વ્યક્ત કરી છે તે ખૂબ જ અનુમોદનીય છે. તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘“પરમ કૃપાળુ શ્રી મહાવીર પરમાત્માના સ્થાપેલા સંઘમાં સંવાદ સધાય, પરસ્પર દૃષ્ટિમાં અમીનું સિંચન થાય, રાગ-દ્વેષના સંકલેશો ઘટે અને આ બધાના પ્રભાવે પ્રભુના શાસનનો વધુને વધુ જયજયકાર થાય એ નાનોસુનો લાભ નથી, પણ અપેક્ષાએ કહીએ તો સૌથી કલ્યાણકર મોટો લાભ છે. આ વાતને નજરમાં રાખીને પ્રસ્તુત લેખ વાંચવા-વિચારવા પુનઃ પુનઃ વિનંતી છે.’’ આચાર્ય ભગવંતની આ વિનંતીને લક્ષમાં રાખીને જ તેમના લેખ વિશે નીચેની વિચારણા શ્રીસંઘ સમક્ષ રજૂ કરવાની રજા ચાહું છું. ૪ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસત્ય અને ભાવસત્યા આ પુસ્તિકાના પ્રારંભમાં જ આચાર્ય ભગવંત સત્ય શબ્દના બે અર્થ આપતા લખે છે કે, “જે જેવું હોય એવું કહેવું એ સત્ય...આ દ્રવ્યસત્ય કહેવાય છે. જે જીવોને હિતકર બને એવું કહેવું એ સત્ય.....આ ભાવસત્ય કહેવાય છે. સામાન્ય રીતે આપણા વચનપ્રયોગો એવા હોવા જોઈએ કે આ બંને સત્ય જળવાઇ રહેતા હોય. પણ જયારે પરિસ્થિતિ એવી હોય કે બેમાંથી એક જ સત્ય પકડી શકાય તેમ હોય ત્યારે ભાવસત્યના ભોગે દ્રવ્યસત્યને નહીં, પણ દ્રવ્યસત્યના ભોગે ભાવસત્યને જાળવી રાખવું એવું જ્ઞાનીઓ કહે છે.' આ વાતને પુરવાર કરવા માટે આચાર્ય ભગવંત શિકારી અને મહાત્માનું ઉદાહરણ આપે છે. આ ઉદાહરણમાં હરણિયા પૂર્વ દિશામાં ગયા એ દ્રવ્યસત્ય હોવા છતાં મહાત્મા પશ્ચિમ દિશામાં ગયા” એવું ભાવસત્ય બોલી હરણિયાની અને શિકારીની દયા ચિંતવે છે.દ્રવ્યસત્ય અને ભાવસત્ય બાબતમાં શિકારી અને મહાત્માનું આ દૃષ્ટાંત શાસ્ત્રોમાં વર્ણવેલું છે પરંતુ આ દૃષ્ટાંત પ્રાણીવધની આત્યંતિક હિંસા માટે જ લાગુ કરવું યોગ્ય છે. આ દૃષ્ટાંતને તમામ શાસ્ત્રીય સત્યો માટે લાગુ પાડવામાં આવે અને ત્રિકાલાબાધિત શાસ્ત્રીય સત્યને ‘આ તો દ્રવ્યસત્ય છે, ભાવસત્ય નથી,' એમ કહીને ઉડાડવામાં આવે તો ભારે અનર્થ પેદા થઇ શકે છે. આ બાબતમાં કોઇ વ્યક્તિ મનઘડંત રીતે દરેક બાબતમાં દ્રવ્યસત્ય અને ભાવસત્યની ફૂટપટ્ટીથી તમામ શાસ્ત્રીય સત્યોને ચકાસવા લાગે અને તેના ઉપર સ્વીકાર્ય અથવા અસ્વીકાર્યના લેબલ મારવા લાગે તો કેટલી મોટી અંધાધૂંધી પેદા થઇ જાય છે તે આપણે કેટલાંક ઉદાહરણો દ્વારા જોઇએ. (૧) ભિખારી ઉપર અનુકંપા કરી તેને દાન આપવું એ દ્રવ્યસત્ય છે. પરંતુ આ દાનનો ઉપયોગ ભિખારી દારૂ પીવામાં કે માંસાહાર કરવામાં કરશે તો? એવો વિચાર કરી ભિખારીને દાન ન આપવું તે ભાવસત્ય છે, એવી કોઇ પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ Uપ Page #7 -------------------------------------------------------------------------- ________________ દલીલ કરશે તો આપણે શું જવાબ આપીશું? (૨) ભગવાનની આજ્ઞાનો આદર કરી ઉપવાસાદિક તપ કરવો એ દ્રવ્યસત્ય છે, પણ ઉપવાસાદિને કારણે પેટના કીડાઓની હિંસા થતી હોય તો તેમની કરુણા ચિંતવવા માટે તપ ન કરવો એ ભાવસત્ય છે. આ ભાવસત્યની રક્ષા કરવા માટે દ્રવ્યસત્યરૂપ તપ ન કરવો જોઇએ. (૩) આઠ વર્ષ ઉપરના બાળકના આત્માનો ઉદ્ધાર કરવા માટે તેને દીક્ષા આપવી એ દ્રવ્યસત્ય છે, પરંતુ આ દીક્ષાનો જમાનાવાદીઓ વિરોધ કરે, તેને કારણે ઝઘડાઓ થાય, કોર્ટમાં કેસ થાય અને શાસનહીલના થાય તેવા ડરથી બાળદીક્ષા ન આપવી એ ભાવસત્ય છે. માટે આ ભાવસત્યની રક્ષા કરવા માટે આપણે બાળદીક્ષા ન આપવી જોઇએ. (૪) પરમાત્માની આજ્ઞા મુજબ આપણે દેવદ્રવ્યની રક્ષા માટે પ્રયત્ન કરવા જોઇએ અને તેની વૃદ્ધિની ફરજ બજાવવી જોઇએ. આ એક દ્રવ્યસત્ય થયું. પરંતુ આપણે દેવદ્રવ્ય ભેગું કરીએ તેને કારણે લોકો ખૂબ ટીકા કરે છે અને આ દેવદ્રવ્ય માનવતાના કાર્યમાં વાપરવું જોઇએ એવો આગ્રહ રાખે છે. આ ટીકાથી આપણા ધર્મને બચાવવા માટે દેવદ્રવ્યનો ઉપયોગ હોસ્પિટલો, અનાથાશ્રમો અને સ્કૂલોમાં પણ કરવો જોઇએ. આ ભાવસત્ય થયું. (૫) શ્રી જૈન સંઘમાંથી દિગમ્બરો પહેલા અલગ પડયા. તેમની સાથેની એકતારૂપ ભાવસત્યની રક્ષા કરવા માટે આપણે વસ્ત્રો સાથે પણ મોક્ષમાર્ગની આરાધના કરી શકાય એ દ્રવ્યસત્યને ગૌણ બનાવી દેવું જોઇતું હતું. (૬) શ્રી શ્વેતાંબર સંઘમાં કેટલાકો મૂર્તિપૂજાના વિરોધીઓ પેદા થયા અને તેમણે સ્થાનકવાસી સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાય સાથેની એકતાના ભાવસત્યની રક્ષા કરવા માટે આપણે “મૂર્તિપૂજા કરવી જોઇએ તે દ્રવ્યસત્ય છોડી દેવું જોઇતું હતું. આ ઉદાહરણો ઉપરથી ખ્યાલ આવે છે કે દ્રવ્યસત્યનો અને ભાવસત્યનો નિયમ બધે જ લાગુ ન કરાય. આ સિદ્ધાંતના વિવેકહીન ઉપયોગ દ્વારા તો આપણે શાસ્ત્રીય સિદ્ધાંતોની જ આશાતના કરનારા બનીશું. જો ૬ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #8 -------------------------------------------------------------------------- ________________ આપણા પૂર્વાચાર્યો આ રીતે દરેક તબક્કે આચાર્યશ્રી વિજય અભયશેખરસૂરિજીની વ્યાખ્યા મુજબના ‘ભાવસત્ય’ની રક્ષા કરવા માટે ‘દ્રવ્યસત્ય” છોડતા ગયા હોત તો આપણા હાથમાં આજે જે વિશુદ્ધ મોક્ષમાર્ગ આવ્યો છે, તે આવ્યો જ ન હોત. તિથિની બાબતમાં શિકારીનું ઉદાહરણ કેટલું ઉચિત? દ્રવ્યસત્ય અને ભાવસત્ય બાબતમાં શિકારી અને મહાત્માનું જે ઉદાહરણ આપવામાં આવ્યું એ ઉદાહરણ પર્વતિથિની બાબતમાં લાગુ ન કરી શકાય. તેનાં કારણો આ રહ્યાં : (૧) શિકારીના ઉદાહરણમાં બે પક્ષ છે. એકપક્ષે અહિંસાના ઉપાસક મહાત્મા છે અને બીજા પક્ષે હિંસા દ્વારા પોતાની આજીવિકાનું ઉપાર્જન કરનાર શિકારી છે. મહાત્માના હૃદયમાં જીવદ્યા ભરેલી છે, જયારે શિકારી સ્વાર્થમાં અંધ થઇને નિર્દોષ જીવની હિંસા કરવા તત્પર બન્યો છે. પર્વતિથિના વિવાદમાં જે બે પક્ષ છે તેમાં ક્યા પક્ષની સરખામણી શિકારી સાથે કરીશું અને ક્યા પક્ષને મહાત્મા સાથે સરખાવીશું? આ વિવાદમાં કોઇની સરખામણી શિકારી સાથે કરી શકાય નહીં. (૨) તિથિના વિવાદમાં જે બે પક્ષ છે તે બંને પક્ષ શાસ્ત્રોને માનનારા. છે, સિદ્ધાંતને માનનારા છે, શાસ્ત્રસાપેક્ષ પરંપરાનો આદર કરનારા છે અને બધી જ આરાધ્ય પર્વતિથિઓની શાસ્ત્રોક્ત પદ્ધતિએ આરાધના કરવાની ભાવના ધરાવનારા છે, એવો તેમનો દાવો છે. તેમની અંદર જે મતભેદ છે, તે શાસ્ત્રોના અર્થઘટનની બાબતમાં જ છે. એટલે અહીં કોઇ શિકારી નથી, બંને પક્ષે મહાત્માઓ જ છે. બંને પક્ષ શાસ્ત્રો પ્રત્યે આદર ધરાવે છે, એટલે અહીં દ્રવ્યસત્ય અને ભાવસત્ય એવા ભેદો પાડવાની જરૂર નથી. અહીં દ્રવ્યસત્ય છે તે જ ભાવસત્ય છે. માટે ભાવસત્યની રક્ષા માટે દ્રવ્યસત્યનો ભોગ આપવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. ભાવસત્યની રક્ષાનો પ્રશ્ન ત્યારે જ . પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરી એO૭ Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થિત થાય, જયારે એક પક્ષ શાસ્ત્રના દ્રવ્યસત્યને સત્ય તરીકે સ્વીકારવા તૈયાર ન હોય. અહીં આવું નથી. (૩) શિકારીના ઉદાહરણમાં તો શિકારી નિર્દોષ પ્રાણીની હત્યા કરવા તત્પર બન્યો છે અને તેને અટકાવવા ‘સાચું બોલવું જોઇએ, જૂઠું ન બોલવું જોઇએ’ એવા શાસ્ત્રોક્ત દ્રવ્યસત્યને ગૌણ બનાવવાની જરૂર ઊભી થઇ છે. જો આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજા એમ માનતા હોય કે તિથિના શાસ્ત્રોક્ત સત્યને આજે કોઇ શિકારીના આક્રમણથી બચાવવાની જરૂર છે અને તે માટે દ્રવ્યસત્યનો ભોગ લઇને પણ ભાવસત્યને જીવતું રાખવું જોઇએ, તો અમે એ જાણવાની ઇચ્છા વ્યક્ત કરીએ છીએ કે તેઓ કોને શિકારી માને છે અને કોને મહાત્મા માની તેમને દ્રવ્યસત્યને ગૌણ કરવાની સલાહ આપે છે? શું તેઓ એક તિથિ પક્ષને દ્રવ્યસત્યની ઉપેક્ષા કરનાર શિકારી માને છે? માટેબે તિથિ પક્ષે દ્રવ્યસત્યને ગૌણ બનાવી એકતિથિ પક્ષ સાથે સમાધાન કરી લેવું જોઇએ, એમ તેઓ માને છે? શું તેમનું આ પ્રકારનું અર્થઘટન એક તિથિ પક્ષને પણ માન્ય છે ખરું? સંવત્સરીની આરાધનાનો કમનસીબ વિવાદ આખા વર્ષ દરમિયાન જૈન ધર્મમાં આરાધના માટે જેટલાં પર્વો આવે છે, એ બધામાં શિરમોર છે, પર્યુષણા મહાપર્વ. જૈન શાસ્ત્રકાર પરમર્ષિઓએ પ્રત્યેક જૈનો માટે પર્યુષણ પર્વમાં અવશ્ય કરવા લાયક પાંચ કર્તવ્યોની એક યાદી બનાવી છે, જેમાં સૌથી મહત્વનું સ્થાન ક્ષમાપનાને આપવામાં આવ્યું છે. આઠ દિવસ ચાલતા પર્યુષણ પર્વનો સૌથી મહત્વનો દિવસ સંવત્સરી છે. સંવત્સરીના દિવસે જૈન સંઘનો પ્રત્યેક સભ્ય સૃષ્ટિના સર્વ જીવો સાથે ક્ષમાપના કરી હળવોફુલ બની જતો હોય છે. અહંકારનો ત્યાગ કરી શત્રુની પણ ક્ષમા માંગવી અને ક્ષમા આપવી એ પર્વાધિરાજની આરાધનાનો પ્રાણ ગણાય છે. વિધિની વિચિત્રતા જુઓ કે આ વર્ષે સંવત્સરીનું આ મહાપર્વ જ જૈન સંઘના બે વર્ગો વચ્ચે વિખવાદનું કારણ બની જવા સંભવ છે. ૮ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સળગતી, સમસ્યાઓ ઠારવામાં જૈન ધર્મના સિદ્ધાંતો દીવાદાંડીની ગરજ સારતા હશે, પણ આ સિદ્ધાંતો અને શાસ્ત્રોનું અર્થઘટન કરી વિક્રમ સંવત ૨૦૬૧ની સંવત્સરીનું આરાધન ક્યા દિવસે કરવું એ બાબતમાં જૈન ધર્મમાં આસ્થા ધરાવતા બે વર્ગો એકમતી સાધી શક્યા નથી. પરિણામે એક વર્ગની સંવત્સરી ૭મી સપ્ટેમ્બર ૨૦૦૫ને બુધવારે આવશે, જયારે બીજો વર્ગ ૮મી સપ્ટેમ્બરને ગુરુવારે સંવત્સરી મહાપર્વની આરાધના કરશે. બંને વર્ગો પોતપોતાની રીતે શાંતિથી પોતાની માન્યતા મુજબના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરે એ તો જાણે સમજયા પણ સંવત્સરીનું નિમિત્ત લઈ એક બીજો વર્ગ એક બીજાને બદનામ કરવાની કોશિષ કરે અને દ્વેષભાવા ફેલાવવાનો પ્રયાસ કરે તે ઈચ્છનીય નથી. જૈન ધર્મ વિશે પ્રાથમિક જ્ઞાન ધરાવતા કોઈપણ જિજ્ઞાસુને પ્રશ્ન થશે કે એવી કઈ ગંભીર સમસ્યા છે, જેને કારણે શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જેના સંઘનાં બે જૂથો ભેગાં મળીને એક જ દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવા તૈયાર થતાં નથી? આ સવાલનો જવાબ શોધવા માટે જૈન ધર્મમાં પર્વતિથિઓનું માહાભ્ય અને તેનો ખગોળસિદ્ધ પંચાંગ વચ્ચેનો સંબંધ જાણવો ખૂબ જરૂરી છે. જૈન ધર્મ અને વૈદિક ધર્મોમાં પણ પૂનમ, અમાસ, ચૌદસ, અગિયારસ, આઠમ, પાંચમ અને બીજને પર્વતિથિઓ ગણવામાં આવે છે. એક મહિનામાં બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારસ, બે ચૌદસ અને પૂનમઅમાસ મળી કુલ ૧૨ પર્વતિથિઓ કહેવાય છે. તેવી રીતે સંવત્સરી એ વાર્ષિક પર્વતિથિ હોવાથી તેને મહાપર્વતિથિ ગણવામાં આવે છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીના કાળમાં આ સંવત્સરી મહાપર્વની આરાધના દરવર્ષે ભાદરવા સુદ પાંચમે થતી. ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૯૩ વર્ષે કાલિકસૂરિ નામના યુગપ્રધાન જૈનાચાર્ય થઈગયા; તેમણે સંવત્સરી ભાદરવા સુદ ચોથની કરી, ત્યારથી સમગ્ર જૈન સંઘમાં ભાદરવા સુદ ચોથની સંવત્સરી થવા લાગી. શ્વેતાંબર મૂળ પરંપરામાંથી છૂટા પડેલા સ્થાનકવાસીઓએ મૂળ વ્યવહાર પ્રમાણે ભાદરવા સુદ પાંચમે સંવત્સરી કરવા માંડી, તેમની જેમ પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ U૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્વેતાંબર મૂર્તિપૂજક અંચલગચ્છ સંઘે પણ પાંચમની સંવત્સરી અપનાવી. તપાગચ્છના પૂર્વાચાર્યોએ ભાદરવા સુદ ચોથની સંવત્સરીમાં કોઈ ફેરફાર કરવાનું મુનાસિબ માન્યું નહિ, જેને પરિણામે આજે પણ સમગ્ર તપાગચ્છ જૈન સંઘ એકમતે ભાદરવા સુદ ચોથની સંવત્સરી જ કરી રહ્યો છે. અહીં સવાલ એ થશે કે સમગ્ર તપાગચ્છ સંઘ કોઈપણ જાતના મતભેદ વિના ભાદરવા સુદ ચોથના દિવસે જ સંવત્સરી કરવામાં માને છે તો આ વર્ષે બે વર્ગો શા માટે અલગ-અલગ દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવા તત્પર બન્યાં છે ? આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે સંવતા ૨૦૬૧ના શ્રી જૈન સંઘમાન્ય ખગોળસિદ્ધ જન્મભૂમિ પંચાંગનો બારીકાઈથી અભ્યાસ કરવો પડશે. આ પંચાંગ આખા તપાગચ્છે માન્ય કરેલું છે. જન્મભૂમિ પંચાંગના ૭૨માં પાનાં ઉપર વિક્રમ સંવત ૨૦૬૧ના ભાદરવા માસના શુકલ પક્ષનો કોઠો આપવામાં આવ્યો છે. આ કોઠામાં ભાદરવા સુદ એકમથી પાંચમ સુધીની તિથિઓ નીચે મુજબ દર્શાવવામાં આવી છે. ૫ ગુર તિથિ વાર તારીખ રવિ ૪-૯-૨૦૦૫ સોમ પ-૯-૨૦૦૫ મંગળ ૬-૯-૨૦૦૫ બુધ ૭-૯-૨૦૦૫ ૮-૯-૨૦૦૫ ૫ શુક્ર ૯-૯- ૨૦૦૫ હવે જયારે જન્મભૂમિનું પંચાંગ સમગ્ર તપાગચ્છ જૈન સંઘે સર્વાનુમતે સ્વીકારેલું છે, ત્યારે ચાલુ વર્ષે ભાદરવા સુદ ચોથની સંવત્સરી ક્યા વારે અને કઈ તારીખે આવે તેનો નિર્ણય ઉપરના કોઠા ઉપરથી કરવામાં દેખીતી રીતે કોઈ જ મુશ્કેલી નડવી જોઈએ નહિ. જન્મભૂમિ પંચાંગ પ્રમાણે ભાદરવા સુદ ચોથ બુધવાર, તા.૭ સપ્ટેમ્બર, ૨૦૦૫ના દિવસે જ છે. તેમ છતાં ભારે આશ્ચર્ય પામવા જેવી બાબત એ છે કે તપાગચ્છ સંઘનો એક મોટો વર્ગ બુધવારના ૧૦ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #12 -------------------------------------------------------------------------- ________________ બદલે ગુરુવારે ભાદરવા સુદ પ્રથમ પાંચમને ચોથ ગણી તે દિવસે જ સંવત્સરી મહાપર્વની આરાધના કરવાનો છે. જન્મભૂમિ પંચાંગની ભાદરવા સુદ ચોથ એટલે કે બુધવારે સંવત્સરી કરનારો વર્ગ આજે તપાગચ્છમાં લઘુમતીમાં છે. તપાગચ્છના બહુમતી સાધુસાધ્વીજી ભગવંતોએ અને શ્રાવક-શ્રાવિકાઓએ જન્મભૂમિ પંચાંગની પ્રથમ પાંચમને કેવી રીતે ચોથ બનાવી દીધી એ પ્રશ્નના જવાબમાં એક તિથિ - બે તિથિના વિવાદનું હાર્દ સમાયેલું છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપાગચ્છ સંઘમાં જયારે જયારે પર્વતિથિની ચર્ચા નીકળે છે, ત્યારે એક તિથિ પક્ષ અને બે તિથિ પક્ષ, એ રીતે ઉલ્લેખ થાય છે. આ નામકરણથી એવો ભાસ ઊભો થાય છે કે એક તિથિ વર્ગ એક જ તિથિની આરાધના કરે છે, જયારે બે તિથિ વર્ગ બે તિથિની આરાધના કરે છે. હકીકત એ છે કે બે તિથિ વર્ગ જે રીતે બે પર્વતિથિ હોય તે સ્વીકારે છે, તેમાં પર્વતિથિઓનો ક્ષય પણ માને છે, માટે “બે તિથિ પક્ષ એવા નામકરણમાં તેમની સંપૂર્ણ માન્યતા રજૂ થતી નથી. વળી એક તિથિ વર્ગ માત્ર પર્વતિથિની બાબતમાં જ “એક જ તિથિ એવો જકારયુક્ત અભિગમ અપનાવે છે, માટે એક તિથિ પક્ષ” એવા નામકરણમાં તેમની માન્યતાનું પણ યથાર્થ પ્રતિબિંબ પડતું નથી. અમારા મતે તો આ નામકરણ નીચે મુજબ હોવું જોઈએ? (ક) પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ તેવું માનનારો વર્ગ (એક તિથિ પક્ષ) (ખ) પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિકાયમી રાખી તેની આરાધનાની વ્યવસ્થા કરનારો વર્ગ (બે તિથિ પક્ષ) ટૂંકમાં કહેવું હોય તો પર્વતિથિની ક્ષયવૃદ્ધિને નહિ માનનારો વર્ગ અને પર્વતિથિની ક્ષયવૃદ્ધિને માનનારો વર્ગ. તેમ છતાં વ્યવહારમાં તો “એક તિથિ પક્ષ અને “બે તિથિ પક્ષ નામો એટલા રૂઢ થઈ ગયાં છે કે જેથી આ પુસ્તિકામાં તે રીતે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તપાગચ્છમાં એક તિથિની માન્યતા ધરાવતો વર્ગ બહમતીમાં છે. તેઓ કહે છે કે લૌકિક પંચાંગમાં ભલે બીજ-પાંચમ-આઠમ-અગિયારસ-ચૌદસપૂનમ-અમાસ વગેરે પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ આવતી હોય, અમે તેને માન્ય con પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરી એD૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ કરતા નથી. જન્મભૂમિ પંચાંગનો આધાર લઈ એક તિથિ વર્ગ આરાધનાનું જે પંચાંગ બનાવે છે, તેમાં આ બાર પર્વતિથિઓનો ક્યારેય ક્ષય કરવામાં આવતો નથી અથવા તેમની વૃદ્ધિ થવા દેવામાં આવતી નથી. તેમની આ માન્યતાને ખગોળના નિયમો ગણકારતા નથી, એટલે લૌકિક પંચાંગોમાં તો અન્ય તિથિઓની જેમ પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ પણ આવે છે. એ સંયોગોમાં એક તિથિ તરીકે ઓળખાતો વર્ગ શું કરે છે? તેઓ જે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવતી હોય તેની આગળની અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરે છે. એટલે કે લૌકિક પંચાંગમાં દાખલા તરીકે બે સુદ બીજ આવતી હોય તો તેઓ બે એકમ લખે છે, એટલે કે પ્રથમ બીજને તેઓ બીજી એકમ બનાવી દે છે અને બીજ તરીકે બીજી બીજને જ માને છે. આ ફેરફારનો ખ્યાલ નીચેના કોઠાઓ ઉપરથી આવશે. લૌકિક પંચાંગ વાર એક તિથિનું પંચાંગા એકમ સોમાં એકમાં બીજ મંગળ, એકમાં બીજ બુધા બીજ સંવત ૨૦૬૧નું જન્મભૂમિ પંચાંગ બારીકાઈથી જોતાં ખ્યાલ આવશે કે તેમાં બે સુદ પાંચમ છે. ઉપર જણાવેલી પરંપરા પ્રમાણે એક તિથિ પક્ષ બે પાંચમ હોય ત્યારે બે ચોથ કરે છે, પણ અહીં તો ચોથના દિવસે સંવત્સરી હોવાથી તેમણે પોતાના પંચાંગમાં બે પાંચમના સ્થાને બે ચોથ ન કરતાં નીચે મુજબ બે ત્રીજ કરી છે. લૌકિક પંચાંગ વાર એકતિથિ બે તિથિ - રવિ ૧ ૧ ૨ સોમ ૨ ૨ ૩ મંગળ ૩ ૩ બુધ ૩ ૪ ગુરુ ૪ શુક્ર આ ફેરફારના કારણે એકતિથિ વર્ગની સંવત્સરી બુધવારના બદલે ગુરુવારે II a we on I ld wwe ૧૨ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #14 -------------------------------------------------------------------------- ________________ થશે, પણ બે તિથિ વર્ગ આવો કોઈ ફેરફાર કરવામાં માનતો ન હોવાથી તેઓ બુધવારે જ સંવત્સરીની આરાધના કરશે. એક જ સંઘના બે વર્ગો વચ્ચે આવો ગંભીર ભેદ કેવી રીતે ઊભો થયો તેનો ઈતિહાસ સો વર્ષ કરતાં પણ વધુ જૂનો આ શાસ્ત્રીય વિવાદ છે જૈન ધર્મના શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘમાં સંવત્સરી તેમ જ અન્ય પર્વતિથિઓ વિશે એક સદી કરતાં વધુ સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે, તેનું સૌથી વિધેયાત્મક પાસું એ છે કે બંને પક્ષ પર્વતિથિઓની શાસ્ત્રીય રીતે આરાધના કરવી જ જોઈએ, એ બાબતમાં સંપૂર્ણ સંમત છે. આ આરાધના ક્યા દિવસે કરવી એ બાબતમાં જ તેઓ વચ્ચે મતભેદ છે. લૌકિક પંચાંગમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે એ તિથિ માટે નિર્ધારિત કરેલી આરાધના કરવા માટે શાસ્ત્રો જે માર્ગદર્શન આપે તે રીતે જ કરવું, એ બાબતમાં પણ બંને પક્ષ સંમત છે. ઝગડો માત્ર શાસ્ત્રોના અર્થઘટન વિશે છે. આ કારણે આ વિવાદનું શાસ્ત્રીય સમાધાન અસંભવિત નથી. અગાઉ આપણે જોયું કે જૈન આગમોના ઉપદેશ પ્રમાણે પ્રત્યેક મહિનાની બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારસ, બે ચૌદસ અને પૂનમઅમાસ એમ બાર તિથિ વિશેષ આરાધ્ય ગણાય છે. ખગોળસિદ્ધ લૌકિક પંચાંગમાં આ બાર પૈકી કોઈપણ તિથિઓનો ક્ષય ન આવતો હોય અથવા તો તેમાંની કોઈની વૃદ્ધિ થતી ન હોય, ત્યાં સુધી તો મતભેદને કોઈ અવકાશ રહેતો નથી. ખરી મુશ્કેલી લૌકિક પંચાંગમાં જયારે પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ આવે છે, ત્યારે પેદા થાય છે. દાખલા તરીકે દર ચૌદશે પફખી પ્રતિક્રમણ કરવું જોઈએ, એવું વિધાન જૈન શાસ્ત્રોમાં છે. હવે લૌકિક પંચાંગમાં જયારે ચૌદશનો ક્ષય આવે ત્યારે અથવા તો બે ચૌદશ આવે ત્યારે પફખી પ્રતિક્રમણ ક્યા દિવસે કરવું એવી સાહજિક મુંઝવણ પેદા થાય છે. લૌકિક પંચાંગમાં જયારે ચૌદશનો ક્ષય આવે ત્યારે પફખી પ્રતિક્રમણ કરવું જ નહિ અને બે ચૌદશ આવે ત્યારે બંને દિવસે પફખી પ્રતિક્રમણ કરવું એ યુક્તિસંગત જણાતું નથી. અને પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએD૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ બેમાંથી એકેય વર્ગ એવું માનતો પણ નથી. એવા સંયોગોમાં શું કરવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન આચાર્ય ઉમાસ્વાતિજીએ નીચેના શ્લોક દ્વારા આપ્યું છે. ‘ક્ષયે પૂર્વ તિથિઃ કાર્યા, વૃદ્ધ કાર્યા તથોત્તરા' શ્રી ઉમાસ્વાતિ ભગવંતનો ઉપરનો પ્રઘોષ તપાગચ્છ સંઘના તમામ આચાર્યો માન્ય રાખે છે અને તે પ્રમાણે જપર્વતિથિઓની ક્ષયવૃદ્ધિની વ્યવસ્થા કરવી જોઈએ તેમ માને છે. જે ગંભીર મતભેદો પેદા થયા છે, તે આ શ્લોકના અર્થઘટન બાબતમાં છે. ઉમાસ્વાતિ મહારાજના ઉપરના પ્રઘોષનો સરળ, અનુવાદ કરવામાં આવે તો તે નીચે મુજબ થાયઃ ‘‘ક્ષયના પ્રસંગે પૂર્વની તિથિમાં કાર્ય કરવું અને વૃદ્ધિ આવે ત્યારે પાછળની તિથિએ કાર્ય કરવું. “ આ વિધાનને આપણે ચૌદસના ક્ષયવૃદ્ધિ પ્રસંગે લાગુ કરી તેની ઉપયોગિતા સમજવાની કોશિષ કરીએ. લૌકિક પંચાંગમાં જયારે ચૌદશનો ક્ષય આવે ત્યારે ચૌદસનું પફખી પ્રતિક્રમણ વગેરે કાર્ય પૂર્વની તિથિએ એટલે કે તેરસે કરવું અને બે ચૌદશ આવે ત્યારે પાછળની તિથિએ એટલે કે દ્વિતીયા ચૌદશે પફખી પ્રતિક્રમણ વગેરે કાર્ય કરવું. જયોતિષ અને ખગોળની દૃષ્ટિએ પણ વિચારીએ તો જે તિથિનો પંચાંગમાં ક્ષય લખ્યો હોય છે, તેની હાજરી આગળના દિવસમાં હોય છે, પણ પાછલા દિવસમાં સંભવી શકતી નથી. એટલે લૌકિક પંચાંગમાં જો તેરસ પછી પૂનમ આવતી હોય તો ચૌદશ તિથિની હાજરી તેરસમાં જ હોય છે. પણ પૂનમમાં કદી સંભવી શકતી નથી. આ કારણે કોઈપણ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેની આરાધના પૂર્વની તિથિએ કરવાનો ઉપદેશ ઉમાસ્વાતિ ભગવંતે આપ્યો છે. તેવી રીતે લૌકિક પંચાંગમાં બે ચીદશ હોય ત્યારે બંને દિવસે ચૌદશનું અસ્તિત્વ હોય છે, પણ આરાધના એક જ દિવસે થાય તે માટે બીજી ચૌદશે જ પર્વતિથિવિષયક આરાધના કરવાનું માર્ગદર્શન ઉમાસ્વાતિ મહારાજે આપ્યું છે. ઉમાસ્વાતિ મહારાજનો આ પ્રઘોષ માત્ર બાર પર્વતિથિઓને નહિ પણ વર્ષની તમામ ૧૪ ] પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ તિથિઓને લાગુ કરવાથી કોઈપણ તિથિની આરાધના બાબતમાં કોઈ મુંઝવણ રહેવી ન જોઈએ. તપાગચ્છ જૈન સંઘનો બે તિથિ તરીકે ઓળખાતો વર્ગ આ અર્થઘટન જેમનું તેમ સ્વીકારી લે છે, પણ એક તિથિ વર્ગ તેનું અલગ જ રીતે અર્થઘટન કરે છે, જેને કારણે વિસંવાદિતા પેદા થાય છે. એક તિથિ પક્ષના આચાર્યશ્રી નરેન્દ્રસાગરજી, ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનો નીચે મુજબ અર્થ કરે છેઃ પર્વતિથિનો ક્ષય આવે ત્યારે પૂર્વની તિથિનો ક્ષય કરવો અને પર્વતિથિની વૃદ્ધિ આવે ત્યારે બે તિથિ પૈકી પાછળની તિથિએ આરાધના કરવી. ‘આ રીતના અર્થઘટનનો અમલ કરી તેઓ લૌકિક પંચાંગમાં ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસનો ક્ષય કરે છે અને તેને સ્થાને ચૌદશ લખે છે. લૌકિક પંચાંગમાં જયારે બે ચૌદશ આવતી હોય ત્યારે તેઓ પહેલી ચૌદશ ભૂંસી તેને સ્થાને બીજી તરસ લખે છે અને ચૌદશ પર્વતિથિની આરાધના લૌકિક પંચાંગની બીજી ચૌદશે જ કરે છે. આ જ નિયમ તેઓ બીજ-પાંચમ વગેરે ૧૨ પર્વતિથિઓમાં લાગુ કરે છે. આ વર્ગ આરાધના માટેની તિથિના ક્ષયવૃદ્ધિને સ્વીકારતો નથી, માટે તે એક જ તિથિને માનતો હોવાથી એક તિથિ વર્ગ કહેવાય છે.બીજો વર્ગ લૌકિક પંચાંગમાં આવતી ક્ષીણ પર્વતિથિને અને બે પર્વતિથિને માન્ય રાખતો હોવાથી બે તિથિ વર્ગ કહેવાય છે. જો કે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના અર્થઘટનમાં આવા ભેદભાવ છતાં બંને પક્ષની આરાધના માટેની તિથિઓ બીજ-પાંચમ-આઠમ-અગિયારસ ચૌદશની ક્ષયવૃદ્ધિએ તો એક જ દિવસે આવે છે, જે ઉદાહરણ તરીકે આપેલ નીચેના કોઠા ઉપરથી સમજાય છે? એક તિથિ સુદ ચૌદશનો ક્ષય હોય ત્યારે વાર લૌકિક પંચાંગ બે તિથિ. સોમ ૧૨ ૧૨ મંગળ ૧૩ ૧૩+ ૧૪ બુધ ૧૫ ૧૫. ૧૨ ૧૪ ૧૫ o પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૩ x૧૪ ૧૪ ૧૪ સુદ ચૌદશની વૃદ્ધિ હોય ત્યારે વાર લૌકિક પંચાંગ બે તિથિ એક તિથિ સોમ ૧૩ ૧૩ મંગળ ૧૪ ૧૩ બુધ ૧૪ આમાં તફાવત એટલો છે કે ક્ષયના પ્રસંગે એક તિથિ વર્ગ તેરસને ચૌદશ બનાવી મંગળવારે પફખીની આરાધના કરે છે જયારે બે તિથિ વર્ગ તેરસચૌદશ ભેગા માની મંગળવારે જ પફખીની આરાધના કરે છે. તેવી જ રીતે વૃદ્ધિના પ્રસંગે એક તિથિ વર્ગ બુઘવારને એકમાત્ર ચૌદશ ગણી તે દિવસે પફખીની આરાધના કરે છે, જયારે બે તિથિ વર્ગ બુધવારને બીજી ચૌદશમાની પખીની આરાધના કરે છે. આ રીતે બંને પરિસ્થિતિમાં ઉભય પક્ષની આરાધના તો એક જ દિવસે થાય છે, માટે સંઘમાં કોઈ વિખવાદ પેદા થતો નથી. ખરી સમસ્યા ત્યારે પેદા થાય છે, જ્યારે પૂનમ અથવા અમાસની ક્ષયવૃદ્ધિ આવે છે. બે તિથિની માન્યતા પ્રમાણે પૂનમ અથવા અમાસનો ક્ષય આવે ત્યારે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના અર્થઘટન પ્રમાણે તેઓ પૂનમ અથવા અમાસની આરાધના પૂર્વની તિથિ એટલે કે ચૌદશમાં જ કરી લે છે. અને પૂનમ અથવા અમાસની વૃદ્ધિ આવે ત્યારે તેઓ પ્રથમ પૂનમ અથવા અમાસ છોડી બીજી પૂનમે કે અમાસે તે પર્વતિથિની આરાધના કરે છે. એક તિથિની માન્યતા ધરાવતો વર્ગ પૂનમ અથવા અમાસનો ક્ષય આવે ત્યારે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના તેમણે કરેલા અર્થઘટન પ્રમાણે ચૌદશનો ક્ષય કરે એવું સાહજિક રીતે માનવાને આપણું મન પ્રેરાય પણ અહીં તેઓ એવી દલીલ કરે છે કે ચૌદશ પણ પર્વતિથિ છે, માટે તેનો ક્ષય ન કરાય, માટે પૂનમ-અમાસના ક્ષયે તેઓ તેરસનો ક્ષય કરે છે. આ રીતે ખગોળસિદ્ધ લૌકિક પંચાંગની તેરસ એક તિથિના પંચાંગમાં ચૌદશ બની જાય છે અને લૌકિક પંચાંગની ચૌદશ તેમની પૂનમ અથવા અમાસ બની જાય છે. લૌકિક ૧૬ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ " Page #18 -------------------------------------------------------------------------- ________________ પંચાંગમાં પૂનમની કે અમાસની વૃદ્ધિ આવે ત્યારે એક તિથિ વર્ગ શું કરે છે ? તેઓ ચૌદશને બીજી તેરસ બનાવી દે છે અને પહેલી પૂનમ અથવા અમાસને ચૌદશ બનાવી દે છે અને બીજી પૂનમ અથવા અમાસને એકમાત્ર પૂનમ અથવા અમાસ તરીકે કાયમ રાખે છે. આ રીતે બંને પરિસ્થિતિમાં લૌકિક પંચાંગની ચૌદશની ક્ષય અથવા વૃદ્ધિ બેમાંથી કંઈજ ન હોવા છતાં તેઓ ચૌદશને આગળ અથવા પાછળ ખસેડે છે. તેને કારણે એક તિથિ તેમ જ બે તિથિની ચૌદશ અલગ દિવસે આવે છે, જે નીચેના કોઠા દ્વારા ઉદાહરણ તરીકે સહેલાઈથી સમજી શકાય તેમ છે ઃ ત્યારે પૂનમનો ક્ષય હોય લૌકિક પંચાંગ ૧૩ વાર સોમ મંગળ બુધ ૧૪ વદ-૧ પૂનમની વૃદ્ધિ હોય ત્યારે વાર લૌકિક પંચાંગ સોમ મંગળ બુધ ગુરુ ૧૩ ૧૪ ૧૫ ૧૫ બે તિથિ ૧૩ ૧૪+૧૫ વદ-૧ બે તિથિ ૧૩ ૧૪ ×૧૫ ૧૫ એક તિથિ ૧૪ ૧૫ વદ-૧ એક તિથિ ૧૩ ૧૩ ૧૪ ૧૫ આ પ્રકારે જોડિયાપર્વમાં પાછળની પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના વિભિન્ન અર્થઘટનને કારણે એક જ સંઘમાં પાક્ષિક પર્વની આરાધનાના દિવસો બદલાઈ જાય છે અને પક્ષભેદનો પ્રારંભ થાય છે. અહીં એ વાતનો ઉલેખ જરૂરી છે કે જોડિયાપર્વ જેવા શબ્દનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં ક્યાંય કરવામાં આવ્યો નથી અને ચૌદશ - પૂનમ અથવા ચૌદશ અમાસ એક સાથે જ આવવાં જોઈએ એવો કોઈ પ્રસ્થાપિત નિયમ પણ પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ૧૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્ત્વમાં નથી. તેમ છતાં ચૌદસ - પૂનમ અથવા ચૌદસ - અમાસને જોડાયેલાં રાખવાના દુરાગ્રહમાં ઔદાયિક ચૌદશ ખસેડવાનું અનિષ્ટ ઊભું થાય છે, જે ઉદયતિથિના સિદ્ધાંતનો અપનય કરે છે. પૂનમ - અમાસની ક્ષયવૃદ્ધિપ્રસંગે એક તિથિ પક્ષ જે લૉજિકનો ઉપયોગ કરે છે, તેનો વિસ્તાર તેઓ ભાદરવા સુદ ચોથ-પાંચમ માટે પણ કરે છે, જેને કારણે અગાઉના ઉદાહરણમાં જે રીતે ચૌદશની આરાધનાનો દિવસ બદલાઈ જતો હતો, તેમ ભાદરવા સુદ ચોથ, એટલે કે સંવત્સરી મહાપર્વની આરાધનાનો દિવસ પણ બદલાઈ જવા લાગ્યો. વિક્રમ સંવત ૨૦૬૧ની સાલમાં જન્મભૂમિના લૌકિક પંચાંગ મુજબ ભાદરવા સુદ પાંચમ બે આવે છે. બે તિથિ પક્ષ પંચાંગ પ્રમાણે ચોથે જ સંવત્સરીની આરાધના કરશે, જયારે એક તિથિ પક્ષ પ્રથમ પાંચમને ચોથ ગણી બીજે દિવસે સંવત્સરીની આરાધના કરશે. ભારતભરના જૈન સંઘો એ દિવસે બે ભાગોમાં વહેંચાઈ જશે. વિક્રમ સંવત ૨૦૬૧ની સંવત્સરી ક્યારે ? તીર્થંકર ભગવાન મહાવીરદેવના શાસનમાં તેમની ઉપસ્થિતિમાં વર્ષાઋતુનો એક માસ અને વીસ રાત્રિઓ વીતે તે પછી પર્યુષણા એટલે કે સંવત્સરીની આરાધના કરવામાં આવતી. એ સમયે વર્ષાઋતુનો આરંભ અષાઢ સુદ પૂનમે ગણવામાં આવતો. અષાઢ સુદ પૂનમ પછી ભાદરવા સુદ પાંચમ આવે છે. તે પચાસમો દિવસ ગણાય છે. કલ્પસૂત્ર નામના પવિત્ર આગમ ગ્રંથનો પાઠ એમ કહે છે કે,‘‘ભાદરવા સુદ પાંચમની રાત્રિ પહેલાં પણ સંવત્સરી કરી શકાય, પણ તે રાત્રિ (ભાદરવા સુદ પાંચમની રાત્રિ) ઉલ્લંઘન કરવી ન કલ્પે, અર્થાત્ તે રાત્રિ પછી સંવત્સરી પ્રતિક્રમણ કરી શકાય નહિ.‘ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી આશરે દસમાં સૈકામાં શ્રી કાલિકસૂરિ નામના યુગપ્રધાન આચાર્ય થઈગયા. તેઓ પ્રતિષ્ઠાનપુર નગરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. એ વર્ષે ભાદરવા સુદ પાંચમે નગરમાં ભવ્ય ઈન્દ્રોત્સવ હતો, જેને કારણે રાજાએ આચાર્ય ભગવંતને વિનંતી કરી કે આ ૧૮ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #20 -------------------------------------------------------------------------- ________________ વર્ષની સંવત્સરી આપ એક દિવસ મોડી કરો, જેથી નગરજનો ઈન્દ્રોત્સવમાં ભાગ લઈ શકે. આચાર્ય મહારાજે વિચાર્યું કે કલ્પસૂત્રના વચન પ્રમાણે ભાદરવા સુદ પાંચમની રાત્રિનું ઉલ્લંઘન કરી ન શકાય માટે સંવત્સરી એક દિવસ મોડી કરી શકાય જ નહિ, પણ એક દિવસ વહેલી, એટલે કે ચોથની સંવત્સરી કરવામાં કોઈ શાસ્ત્રબાધ આવતો નથી. આ કારણે તેમણે સકળ સંઘની સંવત્સરી ભાદરવા સુદ ચોથના કરાવી. સંવત્સરીથી બરાબર ૭૦ રાત્રિ પછી ચોમાસી આવે, એ કારણે કારતક સુદ પૂનમની ચોમાસી ચૌદશ થઈ, ફાગણ સુદ પૂનમની ચોમાસી ચૌદશની થઈ અને અષાઢ સુદ પૂનમની ચોમાસી પણ ચૌદશે થઈ. આ રીતે તે પછીના વર્ષે પણ અષાઢ સુદ ચૌદશની એટલે કે ચોમાસી પછી પ૦ મે દિવસે જ એટલે કે ભાદરવા સુદ ચોથે જ સંવત્સરીની આરાધના થઈ, જે આજ સુધી ચાલુ છે. તપાગચ્છના તમામ આચાર્યો એકમતે આ ભાદરવા સુદ ચોથની સંવત્સરી સ્વીકારે છે. એ બાબતમાં કોઈ જ મતભેદ નથી. આપણે અગાઉ જોયું તેમ તપાગચ્છમાં ઉદયતિથિએ જ આરાધના કરવાનું અત્યંત સ્પષ્ટ વિધાન છે. જો ઉદયતિથિની ક્ષયવૃદ્ધિ હોય તો જ ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનો ઉપયોગ કરી તે પર્વતિથિની આરાધનાની વ્યવસ્થા કરવાની હોય છે. ઉદયતિથિને પ્રમાણ નહિ ગણનારને આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર મહાદોષ લાગે છે, એ પણ આપણે જોયું. હવે સંવત ૨૦૬૧ની સાલમાં તપાગચ્છમાન્ય શ્રી જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા સુદ ત્રીજ, ચોથ, પાંચમ વગેરે ક્યારે આવે છે, તેનું અત્યંત સૂક્ષ્મ અને સચોટ નિરીક્ષણ આપણે બિલોરી કાચ લઈ કરીએ. તિથિ પ્રારંભ ત્રીજ મંગળવાર તા. ૬-૯-૨૦૦૫ પરોઢિયે ૪.૦૦ કલાકે પૂર્ણાહુતિ. બુધવાર તા.૭-૯-૨૦૦૫ પરોઢિયે. ૫.૨૪ કલાકે પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએT૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ ચોથા સૂર્યોદય સવારે ૬.૨૫ કલાકે બુધવાર તા. ૭-૯-૨૦૦૫ પરોઢિયે ૫.૨૪ કલાકે સૂર્યોદય સવારે ૬.૨૫ કલાકે સૂર્યોધ્યા સવારે ૬.૨૫ કલાકે ગુરુવાર તા.૮-૯-૨૦૦૫ પરોઢિયે ૬.૧૮ કલાકે સૂર્યોદય સવારે ૬.૨૬ કલાકે પાંચમ ગુરુવાર તા. ૮-૯-૨૦૦૫ પરોઢિયે ૬.૧૮ કલાકે સૂર્યોદય સવારે ૬.૨૬ કલાકે શુક્રવાર તા.૯-૯-૨૦૦૫ પરોઢિયે ૬.૪૨ કલાકે સૂર્યોદયા સવારે ૬.૨૬ કલાકે ઉપરના કોઠા ઉપરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે ભાદરવા સુદ દાયિક ચોથ બુધવાર તા.૭-૯-૦૫ના દિવસે જ છે, માટે “ઉદયમ્મિ ના તિહીના શાસ્ત્રવચન પ્રમાણે સંવત્સરીની આરાધના બુધવારે જ કરવી જોઈએ. જો ભાદરવા સુદ ચોથની ઔદાયિક તિથિ અસ્તિત્વમાં ન હોય તો જ અપવાદનો માર્ગ વિચારવાની જરૂર ઊભી થાય છે. હવે આપણે ઉપરના કોઠા જરા અલગ રીતે તપાસી ક્યા દિવસે કઈ તિથિની કેટલા કલાક અને કેટલી મિનિટ આવે છે, તેના સૂક્ષ્મ ગણિતનો અભ્યાસ કરીશું. જે આરાધક આત્માઓ શાસ્ત્રોનાં વચનો પ્રમાણે જ સંવત્સરીની સાચી તિથિએ આરાધના કરવા માંગતા હોય તેમણે આ સૂક્ષ્મ ગણતરી સમજીને જે ઔદાયિક ચોથના આરાધના કરવી. જોઇએ. ૨ ૦ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #22 -------------------------------------------------------------------------- ________________ વાર તારીખ તિથિ કલાક - મિનિટ મંગળ ૬-૯-૦૫ ભાદરવા સુદ-૩ ૨૨-૫૯ ભાદરવા સુદ-૪ ૧-૦૧ બુધ ૭-૯-૦૫ ભાદરવા સુદ-૪ ૨૩-૫૩ ભાદરવા સુદ-૫ ૦-૦૭ ગુર ૮-૯-૦૫ ભાદરવા સુદ-૫ ૨૪-૦૦ શુક્ર ૯-૯-૦૫ ભાદરવા સુદ-૫ ૦ - ૧૬. ભાદરવા સુદ-૬ ૨૩-૪૪ હજી આ ગણિતમાં વધુ ઊંડા ઊતરી ભાદરવા સુદ ચોથ અને પાંચમના કેટલા કલાકો અને કેટલી મિનિટો ક્યા દિવસમાં આવે છે, તે પણ આપણે જોઈએ. તિથિ. તારીખ/વાર કલાક-મિનિટ ભાદરવા સુદ-૪ ૬-૯/મંગળા ૧.૦ ૧ ૭-૯/બુધા ૨૩.૫૩ ભાદરવા સુદ-૫ ૭-૯/બુધ ૦.૦૭ ૮-૯/ગુર ૨૪.૦૦ ૯-૯શુક્ર ઉપરના કોઠા ઉપરથી એ વાત અત્યંત દીવા જેવી સ્પષ્ટ થઈ જાય છે કે ભાદરવા સુદ ચોથ તિથિની કુલ લંબાઈ ૨૪ કલાક ૫૪ મિનિટની છે, જે પૈકી ૧ કલાક ૧ મિનિટ મંગળવારે આવે છે અને ૨૩ કલાક પ૩ મિનિટ બુધવારે આવે છે. ગુરુવારે તો ભાદરવા સુદ ચોથની એક મિનિટ પણ આવતી નથી, માટે ગુરુવારને તો ભાદરવા સુદ ચોથ ગણી જ ન શકાય, બુધવારે સૂર્યોદયના. સમયે એટલે કે સવારે ૬.૨૫ કલાકે ભાદરવા સુદ ચોથ પ્રવર્તમાન છે, માટે ઔદાયિક ભાદરવા સુદ ચોથ બુધવારે જ ગણાય, વળી ગુરુવારના સૂર્યોદયની ૭મિનિટ પહેલાં જ ભાદરવા સુદ ચોથની પૂર્ણાહુતિ થઈ ગઈહશે, માટે ગુરુવારે તો ચોથની કલ્પના પણ કરી ન શકાય. ગુરુવાર સવારના સૂર્યોદયથી લઈ ૦.૧૬ પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએU૨૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ શુક્રવાર સવારના સૂર્યોદય સુધી પાંચમ અને એકમાત્ર પાંચમ તિથિ જ પ્રવર્તે છે. ત્યારે તે દિવસને ચોથ કેવી રીતે કહી શકાય? તે દિવસે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના કેવી રીતે કરી શકાય? આ સૂક્ષ્મ ગણિતનું સરળ વિવરણ વાંચ્યા પછી તમને કહેવામાં આવે કે તપાગચ્છ ના ૯૦ ટકાથી પણ વધુ આચાર્યો, સાધુસાધ્વીઓ અને શ્રાવકશ્રાવિકાઓ બુધવારે નહિ પણ ગુરુવારે જ ભાદરવા સુદ ચોથ માની તે દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવાના છે, ત્યારે ભારે આશ્ચર્યની લાગણી સાથે પ્રશ્ન એ થાય છે કે તેઓ આવું શા માટે કરતા હશે ? તેનો પણ જવાબ શોધવાની કોશિષ આપણે કરીએ. જન્મભૂમિ પંચાંગનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે ગુરુવારે અને શુક્રવારે પણ સૂર્યોદય સમયે ભાદરવા સુદ પાંચમ પ્રવર્તે છે એટલે કે બે પાંચમ આવે છે. હવે એક તિથિ વર્ગની માન્યતા પ્રમાણે લૌકિક પંચાંગમાં બે પાંચમ આવે તો પણ આરાધનાની દષ્ટિએ બે પાંચમ લખી કે બોલી શકાય નહિ, કારણ કે પાંચમ એ પર્વતિથિ છે. તો શું કરવું? ગુરુ-શુક્રની પાંચમને પદલે તેઓ શુક્રવારને જ પાંચમ તરીકે માને છે, ગુરવારે જે પહેલી પાંચમ છે, તેને ચોથમાં ખપાવી દે છે અને બુધવારની ઔદાયિક ચોથને તેઓ બીજી ત્રીજ બનાવી બે પાંચમની બે ત્રીજ કરી કાઢે છે. આ પરિવર્તન તેઓ માત્ર કાગળ ઉપર જ કરે છે, કારણ કે આકાશના ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન કરવાનું સામર્થ્ય કોઈમાં હોતું જ નથી. અહીં સવાલ એ થાય છે કે એક બાજુ ભાદરવા સુદ પાંચમ નામની સામાન્ય પર્વતિથિ છે અને બીજી બાજુ ભાદરવા સુદ ચોથ નામનું સંવત્સરી મહાપર્વ છે. પાંચમની વૃદ્ધિ ન થાય તે માટે સંવત્સરીને આઘી પાછી કરવામાં કેટલું ઔચિત્ય છે? એ ગંભીર વિચાર એક તિથિ વર્ગના આરાધકોએ કરવો જોઈએ. અહીં સવાલ એ થશે કે એક તિથિ વર્ગ ગુરુવારે ભાદરવા સુદ ચોથ માની તે દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવાનો છે, ત્યારે બે તિથિ વર્ગ શું કરશે ? તેઓ જન્મભૂમિ પંચાંગ પ્રમાણેની ઔદાયિક ભાદરવા સુદ ચોથે, એટલે કે બુધવારે જ સંવત્સરીની આરાધના કરશે. તો પછી તેઓ બે પાંચમનું ૨ ૨ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #24 -------------------------------------------------------------------------- ________________ શું કરશે ? બુધવારે સંવત્સરીનું પ્રતિક્રમણ અને ઉપવાસ વગેરે આરાધના કરી તેઓ ગુરુવારે પ્રથમ પાંચમના પારણાં કરશે અને બીજી પાંચમે, એટલે કે શુક્રવારે પાંચમની પર્વતિથિની આરાધના કરશે. એટલે કે બે તિથિના સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ ગુરુવારે જયારે સંવત્સરીનાં પારણાં કરતા હશે, ત્યારે એક તિથિના સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ ઉપવાસાદિ તપ કરશે અને પ્રતિક્રમણ કરશે. એક તિથિ વર્ગ, જે પ્રથમ પાંચમને કોઇ પંચમી પર્વતિથિની આરાધના માટે પણ યોગ્ય નથી ગણતા, એ દિવસે તેઓ સંવત્સરી મહાપર્વની આરાધના કરશે. સંવત્સરીની આરાધનાના દિવસમાં આવતો આ ફેરફાર એક જ દિવસ પૂરતો મર્યાદિત નથી રહેવાનો, કારણ કે પર્યુષણાની આચારણા પ્રમાણે સંવત્સરીના સાત દિવસ અગાઉ પર્યુષણાનો પ્રારંભ કરવાનો હોય છે. આઠ દિવસની કુલ ઉજવણીના અંતિમ એટલે કે આઠમા દિવસે સંવત્સરી મહાપર્વ આવે છે. બે તિથિ વર્ગની માન્યતા પ્રમાણે સંવત્સરી મહાપર્વ બુધવાર તા.૭૯-૨૦૦૫ના રોજ આવે છે, માટે તેમના પર્યુષણનો પ્રારંભ બુધવાર તા.૩૧૮-૨૦૦૫ના રોજ થશે. તેથી વિરુદ્ધ એક તિથિ વર્ગની માન્યતા પ્રમાણે સંવત્સરી ગુરુવાર તા.૮-૯-૨૦૦૫ના રોજ આવે છે, માટે તેમના પર્યુષણનો પ્રારંભ ગુરુવાર તા.૧-૯-૨૦૦૫ના રોજ થશે. બે તિથિ વર્ગનું ભગવાન મહાવીર જન્મ વાંચન રવિવારે થશે, જયારે એક તિથિ વર્ગ સોમવારે જન્મવાંચન કરશે. બે તિથિ વર્ગ વડાકલ્પનો છટ્ટ તપ શુક્ર-શનિ દરમિયાન કરશે તો એક તિથિ વર્ગ તે શનિ-રવિ દરમિયાન કરશે. આમ એક પાંચમની વ્યવસ્થા કરવા જતાં પર્યુષણના આઠેય દિવસ ભારે અવ્યવસ્થા અને અંધાધૂંધી સર્જાશે. કલ્પસૂત્રમાં એવો પાઠ છે કે પર્યુષણા માટે ભાદરવા સુદ પાંચમની રાત્રિનું ઉલ્લંઘન કરી શકાય નહિ. યુગપ્રધાન કાલિકસૂરિ મહારાજે સંવત્સરી ભાદરવા સુદ ચોથની કરી ત્યાર પછી ચોથની પાંચમ ન કરવા પાછળનું એક કારણ એ પણ છે કે બે સંવત્સરી વચ્ચે ૩૬૦ રાત્રિદિવસથી વધુ તફાવત રહેવો જોઈએ નહિ. આ નિયમ પ્રમાણે પણ સંવત ૨૦૬૦ની સંવત્સરી આખા તપાગચ્છ શ્રી સંઘે જો ઔદાયિક ભાદરવા સુદ ચોથે કરી હોય તો સંવત ૨૦૬૧માં એ પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ રાત્રિનું ઉલ્લંઘન કરી શકાય નહિ. એક તિથિ વર્ગ ભાદરવા સુદ પ્રથમ પાંચમે સંવત્સરી મહાપર્વની આરાધના કરવા દ્વારા ભાદરવા સુદ ચોથની રાત્રિનું ઉલ્લંઘન કરી રહ્યો છે. આ બધું વાંચ્યા પછી આ વર્ષે ગુરુવારે જ સંવત્સરી કરવાનો નિર્ણય કરી ચૂકેલા આરાધકોને પણ એક સવાલ અચૂક થશે કે એક તિથિ પક્ષના ધુરંધર આચાર્યોને બુધવારે ઔદાયિક ચોથે સંવત્સરી કરવામાં શો વાંધો નડતો હશે? તેનો ખૂબ સ્પષ્ટ જવાબ એ છે કે તેમને આ બાબતમાં કોઈ શાસ્ત્રીય વાંધો નડતો નથી, કારણ કે એક તિથિના દસ ધુરંધર ગચ્છાધિપતિઓએ જ વિક્રમ સંવત ૨૦૪૨ની સાલમાં એક, ‘તિથિ સમાધાન પટ્ટક” ઉપર સહી કરી નીચે મુજબ ઠરાવ કર્યો હતો ભાદરવા સુદ ચોથની સંવત્સરી કરવી. સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં જયારે જયારે ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે બીજા પંચાંગનો આશરો લઈભાદરવા સુદ છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કરવી અને તેને અનુસરી સંવત્સરી કરવી. તેવું પંચાંગ ન મળે તો સુદ છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કબૂલ રાખવી.” આ ઠરાવ ઉપરથી એટલું તો જરૂર ફલિત થાય છે કે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિને બદલે છઠ્ઠની વૃદ્ધિ કરવામાં એક તિથિના આચાર્ય ભગવંતોને કોઈ શાસ્ત્રીય પ્રતિબંધ નડતો નથી. જો છઠ્ઠની વૃદ્ધિ કરવામાં આવે તો ચોથ બુધવારે જ આવે. જો આ ઠરાવનું પાલન કરવામાં આવે તો એક તિથિ વર્ગ પણ બુધવારે એટલે કે ઉદિત ચોથે જ સંવત્સરી કરી શકે. તો પછી તકલીફ ક્યાં આવી ? - એક તિથિ વર્ગ પૈકી સ્વ.આગમો દ્વારક આચાર્ય ભગવંત સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સમુદાયે આ પટ્ટક ઉપર સહી કરવાની ના પાડી દીધી, કારણ કે તેઓ ભાદરવા સુદ પાંચમના ક્ષયવૃદ્ધિએ છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કબૂલ કરવા તૈયાર નહોતા, આ કારણે બે વર્ષ પછી સંવત ૨૦૪ની સાલમાં એક બીજો પટ્ટક બહાર પાડવામાં આવ્યો, જેમાં ૧૪ ગચ્છાધિપતિઓની સહી હતી. આ પટ્ટક પ્રમાણે ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવે ત્યારે છઠ્ઠન ક્ષય કરવાનો અને પાંચમની વૃદ્ધિ આવે ત્યારે ત્રીજની વૃદ્ધિ કરવાનો ઠરામ ૨૪ D પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ Page #26 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવ્યો. આ ઠરાવમાં પાંચમની વૃદ્ધિએ છઠ્ઠની વૃદ્ધિને બદલે ત્રીજની વૃદ્ધિ કબૂલ રાખવાનો મુખ્ય ઉદ્દેશ આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજીના સમુદાયને તેમાં સહી કરવા માટે સમજાવવાનો હતો. એ પ્રમાણે ઠરાવમાં સહી થઈ પણ ખરી પણ પાછળથી તેમના જ આચાર્યે સહી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી. - આમ જે પ્રયોજનથી ઠરાવમાં ફેરફાર કરાયો હતો એ પ્રયોજન જ નિષ્ફળ ગયું, પણ ઠરાવનો ફેરફાર કાયમ રહી ગયો, આ નવા ઠરાવને કારણે જ આ વર્ષે એક તિથિ પક્ષ ગુરુવારે (જન્મભૂમિ પંચાંગની પ્રથમ પાંચમ) સંવત્સરી મહાપર્વની આરાધના કરશે અને બે તિથિ વર્ગ કરતાં અલગ પડી જશે. આજે પણ જો વિક્રમ સંવત ૨૦૪૨ના ઠરાવને જીવતો કરવામાં આવે તો સમગ્ર એક તિથિ પક્ષ પણ જન્મભૂમિ પંચાંગની ઔદાયિક ભાદરવા સુદ ચોથે સંવત્સરીની આરાધના કરી શકે તેમ છે. એક તિથિના આચાર્યોમાં એવી વિચિત્ર લાગણી પ્રવર્તે છે કે આપણે જો બુધવારની સંવત્સરી કબૂલ રાખીએ તો બે તિથિ પક્ષની થિયરી આપણે પણ સ્વીકારી લીધી છે, એવું ફલિત થાય. આ રીતે ઔદાયિક ભાદરવા સુદ ચોથની સંવત્સરી કરવામાં તેમને જો એકમાત્ર સમસ્યા નડી રહી હોય તો તે માન કષાય છે. જયાં અહંકાર હોય ત્યાં સાચી ક્ષમાપના અને સંવત્સરીની સાચી આરાધના ક્યાંથી સંભવી શકે? પર્વતિથિની બાબતમાં દ્રવ્યસત્ય કયું અને ભાવસત્ય કયું? આચાર્યશ્રી વિજય અભયશેખરસૂરિજી મહારાજા પોતાના લેખમાં એવું વિધાન કરે છે કે, “એટલે શાસ્ત્રકારોને તિથિ અંગે જે વાસ્તવિકતા માન્ય છે તે લૌકિક પંચાંગ પરથી મળી શકે નહીં એ સ્પષ્ટ છે. એટલે જ નિશ્ચિત થાય છે કે જેન ટીપણું વિચ્છેદ પામ્યું હોવાથી લૌકિક પંચાંગના આધારે જે જે તિથિ જે દિવસે આપણને મળે તે દિવસે પણ તે જ તિથિ હોય તેવું શાસ્ત્રકારોને માન્ય Yથી. એટલે કે ક્યા દિવસે કઈ તિથિ માનવામાં દ્રવ્યસત્ય જળવાઇ રહે એ પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએDU૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ આપણે લૌકિક પંચાંગના આધારે કહી જ શકતા નથી.‘ આચાર્ય ભગવંતની આ બાબત સાથે અસંમત થવાનું કોઇ કારણ નથી. તિથિની બાબતમાં જો કોઇ દ્રવ્યસત્ય હોય તો તે જૈન પંચાંગ છે. જૈન આગમોના આધારે રચાયેલું જૈન પંચાંગ જ આપણને આજે ખરેખર કઇ તિથિ છે, તેનું સાચું જ્ઞાન આપી શકે તેમ છે. આચાર્ય ભગવંતના જણાવ્યા મુજબ જૈન પંચાંગમાં કોઇપણ તિથિની વૃદ્ધિ જણાવેલી નથી અને તિથિનો ક્ષય પણ અમુક જ મહિનામાં, અમુક જ તિથિઓનો આવે એ પણ હકીકત છે. વર્તમાન લૌકિક પંચાંગમાં તિથિઓની વારંવાર વૃદ્ધિ આવે છે, ક્ષય પણ ગમે ત્યારે, ગમે તે તિથિનો આવે છે, એ હકીકત છે. જૈન પંચાંગનો વિચ્છેદ થયો ત્યારથી આપણી પાસેથી તે દ્રવ્યસત્ય ચાલ્યું ગયું પણ પર્વતિથિની આરાધના બાબતમાં શ્રીસંઘમાં અરાજકતા પેદા ન થાય અને ઔદાયિકતિથિની આરાધના કરવાનો શાસ્ત્રમાર્ગ બરાબર સચવાઇ રહે તે માટે પરમ ઉપકારી શાસ્ત્રકાર ભગવંતોએ સર્વાનુમતે લૌકિક ટિપણાંની સ્થાપના જૈન પંચાંગના સ્થાને કરી છે અને સકળ શ્રીસંઘે તે સ્વીકારી લીધી છે, માટે હવે અમારા નમ્ર મતે ‘લૌકિક પંચાંગ મુજબ તિથિની આરાધના કરવી' એ હકીકત દ્રવ્યસત્ય કરતાં પણ મહાન ભાવસત્ય છે, માટે તેનો સ્વીકાર કરવો જોઇએ. જયાં સુધી જૈન પંચાંગ અસ્તિત્ત્વમાં હતું ત્યાં સુધી સકળ શ્રી જૈન સંઘ પાસે તિથિની બાબતમાં દ્રવ્યસત્ય ઉપલબ્ધ હતું. આ દ્રવ્યસત્ય, એટલે કે ‘આજે કઇ તિથિ પ્રવર્તમાન છે’તેની જાણકારી. તેના આધારે જ્ઞાની ભગવંતોની આજ્ઞા મુજબ આપણે જે તમામ આરાધ્ય તિથિઓની આરાધના કરતા હતા તે આપણું ભાવસત્ય હતું. એટલે કે જૈન પંચાંગ એ દ્રવ્યસત્ય હતું અને તે મુજબ શાસ્ત્રકારોની આજ્ઞા માથે ચડાવી આરાધના કરવી એ ભાવસત્ય હતું. જૈન ટીપણું વિચ્છેદ જતાં આપણી પાસેથી તિથિની બાબતમાં દ્રવ્યસત્ય ચાલ્યું ગયું પણ ‘શાસ્ત્રકારોની આજ્ઞા મુજબ આરાધ્ય તિથિઓની આરાધના કરવી' એ ભાવસત્ય તો આજે પણ વિદ્યમાન છે. હવે તિથિની આરાધના બાબતમાં ગીતાર્થ શાસ્ત્રકારોની આજ્ઞા શી હતી? તે માટેના શાસ્ત્રપાઠો મોજૂદ છે. ૨૬ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉદયમ્મિ ના તિહિ સા પમાણમિઅરીઇ કીરમાણીએ આણાભંગણવથા મિચ્છત્ત વિરાહણે પાવે ?' અર્થ : ઉદયમાં જે હોય તે તિથિ પ્રમાણ છે, તેને છોડીને બીજી કરવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના આ ચાર દોષ લાગે છે. ભાવાર્થ : અહીં શાસ્ત્રકારો આપણને એવી આજ્ઞા આપે છે કે સૂર્યોદય સમયે જે તિથિ પ્રવર્તમાન હોય તેને જ પ્રમાણ માનવી અને તે મુજબ જ આરાધના કરવી. જો આ પ્રમાણે આરાધના કરવામાં ન આવે તો પ્રભુની આજ્ઞાનો ભંગ, શ્રીસંઘમાં અંધાધૂંધી ઊભી કરવી, મિથ્યાત્વને પોષણ આપવું અને ધર્મની વિરાધના આ ચાર અત્યંત ગંભીર દોષો લાગે છે. જેન ટીપણામાં કોઈપણ તિથિની વૃદ્ધિ આવતી નહોતી પણ દર ૬૧ તિથિ પછી ૬૨મી તિથિનો ક્ષય આવતો હતો. જે તિથિનો ક્ષય આવતો હોય તેને ‘ઉદયમ્મિ ના તિહિનો નિયમ લાગુ કરી શકાય નહીં. તો પછી જે તિથિનો ક્ષય હોય તેની આરાધના કેવી રીતે કરવી? તેના માટે અપવાદ માર્ગ લેવો જ પડે. આ અપવાદ માર્ગ આપણને ભગવાન ઉમાસ્વાતિ મહારાજાના પ્રઘોષ ઉપરથી પ્રાપ્ત થાય છેઃ “ક્ષયે પૂર્વી તિથિ કાર્યા ? '' એટલે કે ટીપણાંમાં જે તિથિનો ક્ષય હોય તેનું કાર્ય (આરાધના વિગેરે) તેની પૂર્વની તિથિએ કરવું. યાદ રહે કે આ એક અપવાદ માર્ગ છે અને તેનો ઉપયોગ ઉદિત તિથિ પ્રાપ્ત ન હોય ત્યારે જ કરવાનો છે. ટીપણાંમાં જે તિથિનો ક્ષય હોય તેની બાબતમાં જ આ પ્રઘોષનો ઉપયોગ કરવાનો છે. સૂર્યોદયના સમયે જે તિથિ પ્રવર્તમાન હોય તેના માટે તો ‘ઉદયમ્મિ ના તિહિ'ના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જ તેની આરાધના કરવાની છે. જે તિથિનો ક્ષય ન હોય તેવી તિથિ બાબતમાં જો આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર મહાગંભીર દોષો લાગે છે, એ ભૂલવું ન જોઈએ. તિથિની આરાધના બાબતનું આ ભાવસત્ય પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ ૨૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ જેન ટીપણાંનો વિચ્છેદ થયો એટલે તિથિની બાબતમાં દ્રવ્યસત્ય ચાલ્યું ગયું એ હકીકત છે. પરંતુ તે સમયે વિદ્યમાન ગીતાર્થ જ્ઞાની આચાર્ય ભગવંતોએ નક્કી કર્યું કે આપણે ભાવસત્યની રક્ષા કરવી જ છે. આ ભાવસત્યની રક્ષા કરવા માટે કોઇપણ ટીપણું પાયા તરીકે આવશ્યક જ હતું. આ બાબતમાં તપાગચ્છીય સહસ્રાવધાની પૂજય આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી મહારાજાના પરિવારના પંન્યાસશ્રી હર્ષભૂષણ ગણિવરશ્રી ‘પર્યુષણા સ્થિતિવિચાર’ ગ્રંથ(વિક્રમ સંવત ૧૪૮૬)માં સ્પષ્ટપણે લખે છે કે, “વિષમ કાળના પ્રભાવથી જૈન ટિપણાંનો વિચ્છેદ થયેલો છે. ત્યારથી ભાંગેલ-તૂટેલ તે ટિપણાંને આધારે આઠમ, ચૌદસ આદિ કરવાથી તે સૂત્રોક્ત થતી નથી એમ ‘આગમ’ અને ‘લોકની સાથે બહુ વિરોધ' નો વિચાર કરીને સર્વ પૂર્વ ગીતાર્થ આચાર્યદેવોએ ‘આ પણ આગમના મૂળવાળું છે? એમ નિર્ણય કરી પ્રતિષ્ઠા, દીક્ષા આદિ સર્વ કાર્યોના મૂહુર્તીમાં લૌકિક ટિપણું જ પ્રમાણ કર્યું છે." આ જ પ્રમાણે આચાર્યશ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજાનું વચન છે કે, “અમારો એવો નિશ્ચય છે કે-“અન્ય દર્શનીઓના ગ્રંથોની યુક્તિઓમાં જે કંઇ સવિચારરૂપી સંપત્તિઓ દેખાય છે તે, હે પ્રભો! તમારા શાસનની જ છે, કારણ કે તે પૂર્વરૂપી મહાસાગરમાંથી જ ઉછૂત કરેલી છે. માટે જજિનવચનના જ્ઞાતાઓ તેને પ્રમાણ કહે છે.” આ માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ સર્વાનુમતે આધાર તરીકે લૌકિક ટીપણું સ્વીકાર્યું. તે સમયે પણ ગીતાર્થ આચાર્ય ભગવંતોને ખ્યાલ જ હતો કે લૌકિક ટીપણું જૈન પંચાંગ મુજબ નથી. તેમ છતાં તે સમયના વિદ્યમાન તમામ ગીતાર્થ આચાર્ય ભગવંતોએ સર્વાનુમતે લૌકિક ટીપણું સ્વીકાર્યું હોવાથી તે આપણા શ્રીસંઘ માટે ઉપાદેય બની ગયું છે. જ્ઞાની આચાર્ય ભગવંતોના મતે લૌકિક ટીપણું ગીણ હતું પણ તેના આધારે શાસ્ત્રોના સિદ્ધાંત મુજબ થતી આરાધના જ વધુ મહત્ત્વની હતી. આરાધ્ય તિથિની આરાધના બાબતમાં ટીપણું ભલે બદલાયું, પણ મૂળભૂત શાસ્ત્રીય નિયમો (૧) “ઉદયમ્મિ ના તિહિ... અને (૨)‘ક્ષયે પૂર્વા તિથિ કાર્યા...' અફર જ રહ્યા. આ બે સિદ્ધાંતોનું પાલન એ જ આરાધ્ય તિથિઓની બાબતમાં ૨૮ ] પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ Page #30 -------------------------------------------------------------------------- ________________ ભાવસત્ય હતું અને આજે પણ છે. આ કારણે જ લૌકિક ટીપણું અમલમાં આવ્યા પછી પણ જગદ્ગુરુ વિજયહીરસૂરિજી મહારાજાથી માંડી તમામ ગીતાર્થ જ્ઞાની ભગવંતોએ લૌકિક ટીપણાંના આધારે જ ઉપરના સિદ્ધાંતોનું પાલન કરી બધી જ આરાધ્ય તિથિઓની આરાધના પોતે કરવાનું અને શ્રીસંઘને કરાવવાનું ચાલુ રાખ્યું. એટલી વાત સ્પષ્ટ થઇ જવી જોઇએ કે તિથિની આરાધના બાબતમાં ભાવસત્ય ટીપણું નથી પણ ‘શાસ્ત્રીય સિદ્ધાંતો મુજબ આરાધના કરવી’ તે ભાવસત્ય છે. આ ભાવસત્યનો ભોગ ક્યારેય લેવાવો ન જોઇએ. ઔદાયિકતિથિનો ત્યાગ કરવાનો આગ્રહ કેટલો યોગ્ય? આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજા પોતાની પુસ્તિકાના પૃષ્ઠ ક્રમાંક-પ ઉપર લખે છે કે, ‘‘એ પ્રઘોષના કર્તાને અને આખા સંઘને ઉદયાત્ તિથિને જ પકડી રાખવી એવો એકાન્ત માન્ય નથી. ઉદયાત્ તિથિ પણ ગૌણ બની શકે છે, એ માન્ય છે.‘ આ વાત કરીને આચાર્ય ભગવંત ‘ઉદયમ્મિ જા તિહિ’ના ત્રિકાલાબાધિત સિદ્ધાંતનો અપલાપ કરી રહ્યા છે. પોતાના આ કુતર્કને પુષ્ટિ આપવા માટે આચાર્ય ભગવંતે જે છ દૃષ્ટાંતો આપ્યા છે, એ બધા જ ગલત ધારણાઓના આધારે આપવામાં આવ્યા છે અને તેમાંના એક પણ દૃષ્ટાંત દ્વારા તેઓ એવું સિદ્ધ કરી શકતા નથી કે,‘ઔદાચિકતિથિ પ્રાપ્ત હોય તો પણ અન્ય તિથિએ તે તિથિની આરાધના કરનારને શાસ્ત્રનું સમર્થન છે.’’ અહીં તેમણે આપેલા તમામ દૃષ્ટાંતોની વિગતવાર છણાવટ કરવામાં આવી છે. (૧) આઠમના ક્ષયે સાતમે અષ્ટમી તિથિની આરાધના પ્રથમ દૃષ્ટાંતમાં લૌકિક પંચાંગ મુજબ આઠમનો ક્ષય છે, માટે અષ્ટમી પર્વતિથિની આરાધના સાતમના દિવસે કરવામાં આવે છે. એટલે કે સોમવારે પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ]૨૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉદયાત્ આઠમ ન હોવા છતાં શ્રીસંઘ તે જ દિવસે અષ્ટમી પર્વતિથિની આરાધના કરે છે. અહીં આચાર્ય ભગવંત એક વાત ભૂલી જાય છે કે ઔદાયિક આઠમના ક્ષયે અષ્ટમી પર્વતિથિની આરાધના ઔદાયિક સાતમે કરવામાં આવે છે, પણ તે માટે સાતમ તિથિની આરાધનાનો ક્ષય કરવામાં નથી આવતો. જેમ કે વૈશાખ સુદ સાતમે શ્રી ધર્મનાથ ભગવાનનું ચ્યવન કલ્યાણક છે. આ વખતે જો લૌકિક પંચાંગમાં આઠમનો ક્ષય આવતો હોય તો ઉત્સર્ગ માર્ગે તે દિવસે ચ્યવન કલ્યાણકની આરાધના કરાય છે અને અપવાદ માર્ગે તે જ દિવસે અષ્ટમી પર્વતિથિની પણ આરાધના કરાય છે. આ એક અપવાદ માર્ગ છે, જેને સમર્થન આપવા માટે ભગવાનશ્રી ઉમાસ્વાતિ મહારાજાનો પ્રઘોષ આપણને મળે છે. અપવાદ માર્ગ પણ શાસ્ત્રીય માર્ગ જ છે, માટે આઠમના ક્ષયે સાતમના દિવસે આઠમની આરાધના કરવામાં કોઇ વિવાદ છે જ નહીં. જે ઔદાયિક તિથિ પ્રાપ્ત ન થતી હોય તે તિથિની આરાધના આગળના દિવસે કરવાની બાબતમાં શ્રીસંઘમાં કોઇ વિવાદ છે જ નહીં. આ અપવાદ માર્ગનો આધાર લઇને જયારે ઔદાયિકતિથિ પ્રાપ્ત થતી હોય ત્યારે તે તિથિનો ત્યાગ કરી અન્ય તિથિએ કોઇ પણ પર્વતિથિની કે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના સિદ્ધ થઇ શકતી નથી. (૨) દીવાળીની આરાધનાનું દૃષ્ટાંત બીજા દૃષ્ટાંતમાં શ્રી મહાવીરપ્રભુનું મોક્ષ કલ્યાણક લોકો કરે તે મુજબ કરવું તેની વાત કરવામાં આવી છે. આચાર્ય ભગવંતના મતે અહીં ઔદાયિક અમાસ પ્રાપ્ત હોવા છતાં તેને ગૌણ કરી લોકો જે દિવસે દીવાળી ઉજવે તે દિવસે શ્રી મહાવીર પ્રભુનું મોક્ષ કલ્યાણક ઉજવવાની આજ્ઞા કરવામાં આવી છે. આ દૃષ્ટાંત ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ઔદાયિક તિથિ પ્રાપ્ત હોય તો પણ શ્રી વીર પ્રભુના મોક્ષ કલ્યાણકની આરાધના અન્ય દિવસે કરી શકાય છે; પણ આવું ક્યારે કરી શકાય? શાસ્ત્રકારોની સ્પષ્ટ આજ્ઞા હોય ત્યારે! દીવાળીની બાબતમાં શાસ્ત્રકાર પરમર્ષિઓએ સ્પષ્ટ આજ્ઞા કરી છે, માટે ૩૦ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #32 -------------------------------------------------------------------------- ________________ ઔદાયિકતિથિના નિયમમાં પણ અપવાદનું સેવન કરી શકાય છે. જો શાસ્ત્રની આજ્ઞા ન હોય તો આ પ્રકારના અપવાદનું સેવન કરી શકાય નહીં. એટલું યાદ રહે કે ભગવાન શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ એ અપવાદ ફરમાવ્યો છે તે માત્ર શ્રી. વીરપ્રભુના મોક્ષ કલ્યાણક માટે છે. તેનો અર્થ એવો નથી થતો કે આસો વદ અમાસની આરાધના ઔદાયિક તિથિએ ન કરવાની અથવા અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની આજ્ઞા ઉમાસ્વાતિ મહારાજે આપી છે. આ અપવાદ અન્ય પ્રભુના કોઇ પણ કલ્યાણ માટે કે શ્રી મહાવીર પ્રભુના અન્ય કલ્યાણકને પણ લાગુ કરી શકાય નહીં તો શ્રી સંવત્સરી મહાપર્વ માટે તો કેવી રીતે લાગુ કરી શકાય? શ્રી વીર પ્રભુના મોક્ષ કલ્યાણકની ઉજવણીની બાબતમાં ઉદિત તિથિના નિયમમાં અપવાદનું સેવન કરવાની ભગવાન શ્રી ઉમાસ્વાતિ મહારાજાની આજ્ઞા છે, માટે તે અપવાદનું સેવન પણ ધર્મ બની જાય છે. જો શાસ્ત્રકારોની આ પ્રકારની આજ્ઞા ન હોય અને તે મુજબ શાસ્ત્રપાઠ ન મળતો હોય તો કોઇ પણ વ્યક્તિ મનઘડંત રીતે અપવાદનું સેવન કરી શકે નહીં. જો દરેક વ્યક્તિ આ રીતે મન ફાવે ત્યારે, મન ફાવે તેવી પરિસ્થિતિમાં, મન ફાવે તેવું અર્થઘટન કરી અપવાદોનું સેવન કરવા લાગી જશે તો પછી મૂળ શાસ્ત્રીય. માર્ગ ટકશે કેવી રીતે? માટે શાસ્ત્રમાં અપવાદનું સેવન પણ શાસ્ત્રના વચન મુજબ જ કરી શકાય. ભગવાનશ્રી ઉમાસ્વાતિ મહારાજાએ શ્રી વીરપ્રભુના મોક્ષ કલ્યાણક બાબતમાં અપવાદનું સેવન કરવાની આજ્ઞા આપી તેમાં પરિસ્થિતિ કેવી છે, તે પણ જોવું જોઇએ. અહીં એક પક્ષે સર્વજ્ઞ ભગવંતના વચનો અને ઉદય તિથિને જ પ્રમાણ માનનારો જૈન સંઘ છે અને બીજી બાજુ જેન શાસ્ત્રોને મૂળમાંથી જ નકારનારા મિથ્યામતિઓ છે. આ મિથ્યામતિઓને જૈન શાસનના સિદ્ધાંતો ગમે તેટલા સમજાવવામાં આવે તો પણ તેમના ગળે આ સિદ્ધાંતો ઉતરવાના જ નથી. વળી શ્રી જૈન સંઘ આ મુદ્દે અજેનો સાથે સંઘર્ષમાં ઉતરે તેવું પણ શાસ્ત્રકાર પરમર્ષિ ઇચ્છતા નથી. માટે જ શાસ્ત્રોની સ્પષ્ટ આજ્ઞા આવી બાબતોમાં લોકવિરુદ્ધ આચારનો ત્યાગ કરવાની છે. આ સંયોગોમાં પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએD૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ સંઘર્ષ ટાળવા માટે શાસ્ત્રકાર ભગવંતે ઉદય તિથિના સિદ્ધાંતને ગૌણ કરી અપવાદ માર્ગની આજ્ઞા કરી હોય તેવી સંભાવના છે. આ પરિસ્થિતિની સરખામણી શ્રી જૈન સંઘમાં ચાલતા તિથિવિવાદ સાથે કેમ કરી શકાય? અહીં પણ એક વાત સ્પષ્ટપણે નોંધી રાખવી જોઇએ કે શ્રી ઉમાસ્વાતિજી મહારાજા પૂર્વધર મહર્ષિ હતા અને યુગપ્રધાન પણ હતા. તેમણે આ પ્રકારના અપવાદનું સેવન કરવાની શા માટે જરૂર પડી, તે જાણવાનાં કોઇ સાધનો આપણી પાસે નથી. પરંતુ તેમનાં વચનો સકળ શ્રીસંઘે તહત્તિ જ કર્યા હતાં એ નિર્વિવાદ હકીકત છે. - જો કોઇ વ્યક્તિ શાસ્ત્ર અને સિદ્ધાંતને ચુસ્તપણે વળગી રહે તો તેને સિદ્ધાંતમાં બાંધછોડ કરવાની સલાહ ત્યારે જ અપાય કે જયારે પ્રતિપક્ષ મિથ્યામતિ હોય અથવા તો શાસ્ત્રો પ્રત્યે આદર ધરાવતો ન હોય. આચાર્યશ્રી અહીં દાયિકતિથિનો આગ્રહ રાખનાર બે તિથિ વર્ગને તેમનો આગ્રહ છોડી દેવાની સલાહ આપવા દ્વારા એવો નિર્દેશ તો નથી કરી રહ્યા ને કે, “એક તિથિ વર્ગ શાસ્ત્રમાં શ્રદ્ધા રાખતો નથી. તેઓ ઔદાયિક તિથિ ન માનવાનો એકાંત લઇને બેઠા છે. માટે તેમની સાથે જો સમાધાન કરવું હોય અને શ્રીસંઘની એકતા કરવી હોય તો આપણા શ્રીસંઘે પૂજ્યશ્રી ઉમાસ્વાતિ મહારાજાના વચનને અનુસરીને દીવાળી ઔદાયિક તિથિએ કરવાનો આગ્રહ પડતો મૂક્યો તે રીતે બે તિથિ વર્ગે શ્રી સંવત્સરી પણ ઔદાયિક તિથિએ કરવાનો આગ્રહ પડતો મૂકવો જોઇએ. જો તેઓ ખરેખર આવું માનતા હોય તો તેમણે તે માન્યતા પણ જાહેર કરવી જોઇએ. અમારા નમ્ર મતે અહીં તો બંને પક્ષ શાસ્ત્રોમાં અને શાસ્ત્રસંમત પરંપરામાં શ્રદ્ધા ધરાવે છે, માટે ઔદાયિક તિથિના નિયમમાં અપવાદ સેવવાનું કોઇ જ કારણ નથી. જો આચાર્યશ્રી વિજય અભયશેખરસૂરિજી એવી માન્યતા ધરાવતા હોય,“કે શ્રી સંઘની એકતા માટે શાસ્ત્રોને અને સિદ્ધાંતોને પણ ગૌણ બનાવી શકાય, “અને તેમની આ માન્યતામાં તેમનો સમગ્ર એક તિથિ પક્ષ સંમત થતો હોય તો તેમણે પોતાના વર્ગને એવી સલાહ આપવી જોઇએ કે, “બે તિથિ વર્ગ તો ઔદાયિકતિથિની જ આરાધના કરવાની બાબતમાં ખૂબ મક્કમ છે. તેઓ ૩૨ ] પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ Page #34 -------------------------------------------------------------------------- ________________ ઔદાયિકતિથિનો સિદ્ધાંત કોઇ સંજોગોમાં છોડે તેમ નથી જ. આપણે તો ઔદાયિક તિથિ અથવા તો કોઇ પણ તિથિ કરતાં શ્રીસંઘની એકતાને જ સર્વોચ્ચ મહત્ત્વ આપીએ છીએ, કારણ કે તે જ ભાવસત્ય છે અને ખરું સત્ય છે. માટે આપણે તિથિના દ્રવ્યસત્યને પકડી રાખવાને બદલે શ્રીસંઘની એકતાના ભાવસત્યને સિદ્ધ કરવા માટે તિથિની બાબતમાં હઠાગ્રહ છોડી દેવો જોઇએ.‘ શું આચાર્યશ્રી એક તિથિ વર્ગને આવી સલાહ આપશે ખરા? તેમની સલાહ કોઇ માનશે ખરું? જો તેઓ પોતાના વિચારોમાં પ્રામાણિક હોય તો તેમણે એક તિથિ વર્ગને આવી સલાહ આપી જોવી જોઇએ અને જો તેઓ આવી સલાહ ન માને તો આચાર્યશ્રી વિજયાભયશેખરસૂરિજીએ જાહેર કરવું જોઇએ કે, અમારા એક તિથિ વર્ગમાં ‘શ્રીસંઘની એકતા એ જ ભાવસત્ય’ એવા મારા વિચારો સ્વીકારવા કોઇ તૈયાર નથી.‘ "" આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજા પોતાની પુસ્તિકાના પૃષ્ઠ ક્રમાંક ૬ ઉપર એક મહાસત્યનું ઉચ્ચારણ કરતાં લખે છે કે, ‘“જો લોકથી પણ અલગ પડવાનું નથી, અલગ પડવામાં કલ્યાણ નથી, તો શ્રીસંઘથી અલગ પડી શકાય? અલગ પડવામાં કલ્યાણ હોય શકે? અને એમાં કલ્યાણ જો નથી તો ભાવસત્ય પણ શી રીતે હોય શકે? " આ બાબતમાં અમે આચાર્ય ભગવંતના વિચારો સાથે ૧૦૦ ટકા સંમત છીએ કે શ્રી સંવત્સરી જેવા મહાપર્વની આરાધના બાબતમાં શ્રીસંઘથી અલગ પડવામાં કોઇનું પણ કલ્યાણ નથી. અને જેઓ આ બાબતમાં શ્રીસંઘથી અલગ થયા હોય તેમણે પોતાની ભૂલ સુધારીને શ્રીસંઘની એકતા કરી લેવી જ જોઇએ. પરંતુ આ બાબતમાં શ્રીસંઘથી અલગ કોણ પડ્યું? ક્યારે પડ્યું? શા માટે પડ્યું? ક્યા અધિકારથી પડ્યું? એ બાબતના ઐતિહાસિક સંદર્ભો તપાસવા જોઇએ અને જેઓ અલગ થયા હોય, અલગ થયેલાનો પક્ષ લઇને તેમની સાથે ભળી ગયા હોય, વર્ષો સુધી આ અલગ પડી ગયેલાનો વિરોધ કરીને થાક્યા પછી છેવટે તેમની સાથે ભળી ગયા હોય; તે બધાએ પોતાની ભૂલ સુધારી જયાંથી અલગ પડી ગયા હોય ત્યાં પાછા આવી જેઓ મૂળ માર્ગ મુજબ આજે પણ ઔદાયિક ભાદરવા સુદ ચોથે જ શ્રી સંવત્સરી મહાપર્વની પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ]૩૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ આરાધના કરી રહ્યા છે, તેમની સાથે ભળી જવું જોઇએ. શ્રીસંઘમાં શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના એક જ દિવસે થાય તે માટેનો આ શ્રેષ્ઠ માર્ગ છે. જેઓ અલગ થયા છે તેઓ ફરી પાછા જાગ્યા ત્યારથી સવાર ગણીને મૂળમાર્ગે આવી જાય તો શ્રીસંઘની આજે પણ શાસ્ત્રાધારીત એકતા થઇ શકે છે. (૩) આચાર્યશ્રી કાલિકસૂરિજી મહારાજાનું દષ્ટાંત પૂજય આચાર્યશ્રી કાલિકસૂરિજી મહારાજા નવ પૂર્વધર, આગમવ્યવહારી, યુગપ્રધાન અને સકળ શ્રીસંઘના સર્વસંમત સુકાની હતા. તેમણે સંવત્સરી મહાપર્વ ભાદરવા સુદ પાંચમને બદલે ચોથનું કર્યું એ એક શાસ્ત્રસંમત પરિવર્તન હતું, પણ આ ઉદાહરણ ઉપરથી એવું ફલિત નથી થતું કે કોઇ પણ વ્યક્તિને કોઇ પણ પર્વના દિવસોમાં કોઇ પણ પ્રકારે ફેરફાર કરવાનો અધિકાર મળી જાય છે. આચાર્યશ્રી કાલિકસૂરિજી મહારાજાએ પાંચમના બદલે ચોથની સંવત્સરી પ્રવર્તાવી તેમાં પણ નીચે મુજબના નિયમોનું પાલન કર્યું જ હતુંઃ (૧) આગમોની આજ્ઞા મુજબ સંવત્સરી ભાદરવા સુદ પાંચમથી વહેલી કરી શકાય, પણ મોડી કરી શકાય નહીં. રાજાની વિનંતીતો શ્રી સંવત્સરી મહાપર્વ પાંચમના બદલે છઠનું કરવાની હતી, પણ તેમ કરવાથી આગમોનાં વચન સાથે વિરોધ આવતો હોવાથી આચાર્ય ભગવંતે આ વિનંતી સ્વીકારી નહોતી. આગમોની આ મર્યાદાનું બહુમાન કરી આચાર્યશ્રી કાલિકસૂરિજી મહારાજાએ પાંચમના બદલે છઠ્ઠની નહીં પણ ચોથની સંવત્સરી કરી હતી. આ રીતે તેમણે શાસ્ત્રવચનનો આદર કરીને પરિવર્તન કર્યું હતું. જેઓ દાયિકતિથિ પ્રાપ્ત હોય તો પણ શ્રી સંવત્સરી મહાપર્વની ઉજવણી અન્ય દિવસે કરવાની પ્રરૂપણા કરી રહ્યા છે, તેમને ક્યા શાસ્ત્રવચનનો ટેકો છે? (૨) આ પરિવર્તન કરતી વેળાએ પણ તેમણે ‘ઉદયમ્મિ ના તિહિનો નિયમ બરાબર સાચવી રાખ્યો હતો. આચાર્યશ્રી કાલિકસૂરિજી મહારાજાએ ૩૪ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #36 -------------------------------------------------------------------------- ________________ ધાર્યું હોત તો તે વર્ષે પંચાંગમાં ચોથના સ્થાને પાંચમની સ્થાપના કરી તેઓ પાંચમની સંવત્સરીની પરંપરા અખંડ ચાલુ રાખી શક્યા હોત, પણ તેમાં ઔદાયિકતિથિના સિદ્ધાંતનો ભંગ થતો હોવાથી તેમણે તેમ કરવું ઉચિત માન્યું નહોતું. આ દૃષ્ટાંત ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રી સંવત્સરીની આરાધનાની તિથિમાં ગમે તે વ્યક્તિ, શાસ્ત્રોની અવજ્ઞા કરીને, ઔદાયિકતિથિના સિદ્ધાંતનો અપલાપ કરીને, ગમે તે મનઘડંત રીતે, ગમે ત્યારે ફેરફાર કરી શકે નહીં. આવું કરવામાં ભાવસત્યની રક્ષા નથી જ નથી અને દ્રવ્યસત્યનો પણ લોપ જ થાય છે. (૪)કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીનું દૃષ્ટાંત કલિકાલસર્વજ્ઞ ભગવાનશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાએ પૂનમીયા ગચ્છ સાથે સમાધાન કરવા માટે ચૌદશની પાખી છોડી પૂનમની પાખી સ્વીકારવાની દરખાસ્ત મૂકી હતી એ દૃષ્ટાંત દ્વારા એવું ક્યાંય ફલિત નથી થતું કે તેઓ પૂનમીયા ગચ્છ સાથે એકતા કરવા માટે ઔદાયિકતિથિના સિદ્ધાંતનો ત્યાગ કરવા તૈયાર થઇ ગયા હતા. તેમણે જે દરખાસ્ત મૂકી હતી તે તેમની ગીતાર્થતાના ઉદાહરણ જેવી હતી. આ દરખાસ્ત પૂનમીયા ગચ્છને માન્ય નહીં થાય તેની તેમને પૂર્ણ ખાતરી હતી અને તેવું જ બન્યું હતું. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાની કક્ષાના ગીતાર્થ આચાર્ય ભગવંત કદી શાસ્ત્રમર્યાદાને અતિક્રમે નહીં. વળી આ દૃષ્ટાંત ઔદાયિક તિથિને ગૌણ બનાવવાના આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજાના ઉદ્દેશ સાથે બંધબેસતું નથી. તેમાં ક્યાંય ઔદાયિકતિથિને ગૌણ બનાવવાની વાત આવતી નથી. શાસ્ત્રીય સિદ્ધાંતોમાં મનઘડંતરીતે ફેરફાર કરવામાં આવે તો શ્રીસંઘમાં અરાજકતા ફેલાવાનો ભય પેદા થાય છે. વર્તમાનમાં આવું જ બની રહ્યું છે. પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએŻ૩૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ (૫) શ્રી જન્મભૂમિ પંચાંગનું દષ્ટાંત વિક્રમ સંવત ૨૦૧૪માં સકળ શ્રીસંઘે એકમતે જોધપુરના ચંડાશુગંડુ પંચાંગને બદલે મુંબઇનું શ્રી જન્મભૂમિ પંચાંગ સ્વીકાર્યું હતું. એટલે કે આરાધ્ય તિથિઓની આરાધનાના પાયા તરીકે એક લૌકિક પંચાંગનો ત્યાગ કરીને આપણે બીજું લૌકિક પંચાંગ સ્વીકાર્યું છે. આ જે પરિવર્તન કરવામાં આવ્યું તેનો હેતુ તે વર્ષપૂરતી શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના એક જ દિવસે થાય તેટલા પૂરતો મર્યાદિત નહોતો, પણ સકળ શ્રીસંઘ બધી જ તિથિઓની આરાધના ઉત્સર્ગ માર્ગે ઔદાયિકતિથિએ અને અપવાદ માર્ગે ઉમાસ્વાતિ મહારાજાના પ્રઘોષ મુજબ કરતો થાય તે હતો. વળી આ પરિવર્તન સર્વસંમતિથી શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોને અડીખમ રાખીને કરવામાં આવ્યું હતું. તેમાં ઔદાયિકતિથિને ગૌણ બનાવવાની વાત તો ક્યાંય હતી જ નહીં. વળી તે વર્ષે નવું પંચાંગ સ્વીકારવાથી બે તિથિ પક્ષની સંવત્સરી જૂના ચંડાશુગંડુપંચાંગમાં જણાવેલા દિવસ કરતાં એક દિવસ વહેલી આવતી હતી. આ રીતે એક દિવસ વહેલી સંવત્સરી કરવામાં કોઇ શાસ્ત્રીય બાધ ‘અંતરા વિ સે કમ્પઇના પાઠ મુજબ આવતો નહોતો. જોકે કમનસીબે આ પરિવર્તનથી માત્ર પહેલો જ હેતુ સિદ્ધ થયો. બીજો હેતુ ચોક્કસ કારણોને પ્રતાપે તેના વડે સિદ્ધ થઈ શક્યો નહોતો. માટે જ શ્રી જન્મભૂમિ પંચાંગનું ઉદાહરણ પણ એવું તો સાબિત નથી જ કરી શકતું કે ઔદાયિકતિથિની ઉપેક્ષા કરી શકાય છે. (૬) શું ગામે ગામનાં અલગ પંચાંગ હોવાં જોઇએ? - આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજા પોતાની પુસ્તિકાના પૃષ્ઠ ક્રમાંક ૧૧ ઉપર એવો પ્રશ્ન કરે છે કે, “શ્રી સંઘ આ વર્ષે (વિક્રમ સંવત ૨૦૬૧માં) તા. ૮-૯-૨૦૦પના ગુરવારના સંવત્સરી પર્વની આરાધના કરવાનો છે. જેઓ ઉદયાત્ તિથિના જ આગ્રહી છે તેઓ તા. ૭-૯-૨૦૦પના ૩૬ D પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #38 -------------------------------------------------------------------------- ________________ બુધવારના સંવત્સરી પર્વ ઉજવવાના છે. પણ ઉદયાત્ તિથિના જ આગ્રહવાળો, એમની જ માન્યતાવાળો જે સાધુ-સાધવી- શ્રાવકશ્રાવિકાઓનો સમૂહ સોલાપુર, કોલકાતા વગેરે સ્થળોએ હશે એમણે જો ખરેખર ઉદયાત્ તિથિની જ આરાધના કરવી હોય તો તેઓએ ગુરુવાર તા. ૮-૯૨૦૦૫ના દિવસે જ સંવત્સરી કરવી પડે. તો શું તેમને ઉદયાત્ તિથિ જાળવવાનું માર્ગદર્શન અપાશે? - આ પ્રશ્નનો જવાબ આચાર્ય ભગવંતે જે પક્ષને ઉદ્દેશીને આ પ્રશ્ન કર્યો છે, તે પક્ષ જ આપી શકે. આ લખનાર કોઇપણ પક્ષનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતો નથી. તેમ છતાં તટસ્થ રીતે આ બાબતમાં કઇ પરિસ્થિતિ આદર્શ હોવી જોઇએ તે વિશે આ અંગત અભિપ્રાય છે. જૂના જમાનામાં જયારે સંદેશવ્યવહારના આટલાં સાધનો નહોતાં ત્યારે દરેક ગામના શ્રીસંઘો પોતાના ગામમાં સૂર્યોદય સમયે જે તિથિ પ્રવર્તમાન હોય તેની ગણતરી લૌકિક પંચાંગને આધારે કરીને તે જ દિવસે તે ઔદાયિકતિથિની આરાધના કરતા હશે, એવું માનવાને કારણ મળે છે. અહીં આખા ભારતના કે આખા વિશ્વના શ્રી જૈન સંઘે એક જ દિવસે આરાધના કરવી તેના કરતાં આખા વિશ્વના જૈન સંઘે ઔદાયિકતિથિએ આરાધના કરવી એ સિદ્ધાંત જ મુખ્ય બની રહેવો જોઇએ. ભૂતકાળમાં જયારે આખા ભારતના કે આખા વિશ્વના શ્રીસંઘો. એકબીજાના ઘનિષ્ઠ સંપર્કમાં રહી શકે તેવાં તાર, ટપાલ, ટેલિફોન, ફેફસ, ઇન્ટરનેટ વિગેરે ઝડપી સાધનો નહોતાં ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સિવાય મધ્ય પ્રદેશ, બિહાર, બંગાળ, તામિલનાડુ, કર્ણાટક, પંજાબ વિગેરે દૂર દૂરના શ્રીસંઘો પોતાના સ્થાનિક સૂર્યોદય મુજબ જ ઓદાયિક તિથિની આરાધના કરતા હશે, એવું અનુમાન સહેલાઇથી કરી શકાય છે. ક્યા. તબક્કે આ સ્થાનિક પંચાંગો મુજબ આરાધના કરવાની પ્રથાનો અંત આવ્યો અને આખો શ્રીસંઘ જોધપુરના ચંડાશુગંડુ પંચાંગ મુજબ એક જ દિવસે આરાધના કરતો થયો તે આપણને ખબર નથી. હવે જો આ પ્રથા ફરીથી શરૂ કરવી હોય તો તે માટે આટલું કરવું જરૂરી છે. પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ ૩૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ (૧) આ બાબતમાં સમગ્ર તપાગચ્છ શ્રીસંઘમાં એકમતિ સ્થપાવી જોઇએ. (૨) માત્ર શ્રી સંવત્સરી મહાપર્વ નહીં પણ તમામ આરાધ્ય તિથિઓની આરાધના તમામ શ્રી સંઘોના સૂર્યોદય મુજબ ઔદાયિકતિથિએ જ થઇ શકે તે મુજબ પંચાંગો તૈયાર થવાં જોઇએ. આ બધાં પંચાંગોની રચના શ્રીસંઘમાન્ય પંચાંગના આધારે જ થવી જોઇએ. (૩) દરેક શ્રીસંઘ પાસે આરાધના માટેનું પોતાનું સ્વતંત્ર પંચાંગ તૈયાર કરવાની ક્ષમતા હોવી જોઇએ અથવા કોઇ મધ્યસ્થ સંસ્થાએ સ્થાનિક સૂર્યોદય મુજબ આ પ્રકારનાં પંચાંગો તૈયાર કરીને વિશ્વભરના દરેક શ્રીસંઘને પહોંચાડવા જોઇએ. (૪) આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરવા માટે એક ચોક્કસ દિવસ નક્કી કરી તે દિવસથી આખા વિશ્વના જૈન સંઘોમાં એક સાથે તેનો અમલ શરૂ કરાવવો જોઇએ. જો માત્ર એક તિથિ” તરીકે ઓળખાતો વર્ગ અથવા ‘બે તિથિ' તરીકે ઓળખાતો વર્ગ આ પ્રકારે પરિવર્તન કરે અને બીજો પક્ષ તેને માન્ય ન કરે તો દરેક ગામના શ્રીસંઘોમાં ટુકડા પડે. આ પ્રકારનું પરિવર્તન શ્રીસંઘની સર્વસંમતિ વિના કરી ન શકાય. માટે કોઈ પણ એક પક્ષને પૂછવું કે ‘‘તમે કેમ આવો ફેરફાર નથી કરતા? “એ ન્યાયી પ્રશ્ન ન કહેવાય. તેને બદલે બંને પક્ષે એકસંપી બતાવીને આ પ્રકારનું પરિવર્તન કરી લેવું જોઇએ. આ પ્રકારના સમાધાનના અભાવમાં ભારતના અમુક ભાગના લોકો નછૂટકે ઔદાયિક તિથિને ગૌણ બનાવી આરાધના કરતા હોય તો તેટલા માત્રથી આખા શ્રીસંઘને ઔદાયિક તિથિના શાસ્ત્રીય સત્યનો કાયમ માટે ત્યાગ કરવાની પ્રેરણા કરી શકાય નહીં. ઔદાયિક તિથિ જાળવીને જ શ્રીસંઘની એકતા કરી શકાય. આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજા પોતાની પુસ્તિકાના પૃષ્ઠ ક્રમાંક ૧૩ ઉપર એવું વિધાન કરે છે કે, “બધાની આરાધના એક દિવસે ૩૮ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #40 -------------------------------------------------------------------------- ________________ થાય એ માટે, શ્રીસંઘ દ્વારા જે ઠેરવવામાં આવ્યું હોય તે મુજબ આરાધના કરવામાં ઉદયાત્ તિથિને છોડવી પડતી હોય તો પણ કોઇ જ પાપ લાગતું નથી. આ વિધાન સાથે જૈન શાસ્ત્રો પ્રત્યે અહોભાવ ધરાવનાર કોઇ પણ વ્યક્તિ સંમત થઇ શકે તેમ જણાતું નથી. અગાઉના મુદ્દાના વિવરણમાં આપણે જોયું કે આખા ભારતના શ્રીસંઘો એક જ દિવસે આરાધના કરે તેના કરતાં પણ વધુ મહત્ત્વ આખા ભારતના શ્રીસંઘો ઓદાયિકતિથિની આરાધના કરે તેનું હોવું જોઇએ. ભારતના કે વિશ્વના જુદા જુદા ભાગના શ્રીસંઘો પોતપોતાના સૂર્યોદયા મુજબ ઉદયાત્ તિથિની આરાધના કરે તેનાથી શ્રીસંઘની એકતાને ઊની આંચ નથી આવવાની, કારણ કે તે તે શ્રીસંઘના બધા જ આરાધકો એક જ દિવસે, એક સાથે આરાધના કરવાના છે. આ પણ શ્રીસંઘની એકતા જ કહેવાય. તેમાં કંઇ જ ખોટું નથી. અત્યારે શ્રીસંઘમાં તિથિની આરાધનાના પ્રશ્ન જે વિખવાદ પેદા થયો છે, તેનું કારણ એક જ શ્રીસંઘમાં બે અલગ અલગ દિવસે થતી આરાધનાઓ છે. અહીં એક પક્ષ શાસ્ત્રની આજ્ઞા મુજબ ઔદાયિકતિથિની જ આરાધના ઉત્સર્ગ માર્ગે કરવાનો આગ્રહ સેવે છે અને બીજા પક્ષનો આગ્રહ જયાં ઔદાયિક તિથિ પ્રાપ્ત છે ત્યાં પણ જે અપવાદમાર્ગરૂપ નથી તેવા મનઘડંત ઉન્માર્ગરૂપ અપવાદનું સેવન કરી અન્ય તિથિએ આરાધના કરવાનો છે. તેને કારણે એક જ શ્રીસંઘમાં બે ભિન્ન ભિન્ન દિવસોએ આરાધના થાય છે, જેને કારણે કજિયો અને કંકાસ પણ થાય છે. શ્રીસંઘમાં પેદા થયેલી અશાંતિનું આ મૂળ કારણ છે, જેને દૂર કરવા માટે જ કોશિષ કરવી જોઇએ. સિદ્ધાંતના ભોગે સમાધાન થઇ શકે ખરું? આચાર્યશ્રી વિજય અભયશેખરસૂરિજી મહારાજા દાયિકતિથિના સિદ્ધાંતમાં માનતા વર્ગને સિદ્ધાંતને ગૌણ કરી સમાધાન કરી લેવાની સલાહ આપે છે. શું ખરેખર સિદ્ધાંતનો ભોગ લઇને સમાધાન કરી શકાય ખરું? આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજા જે શ્રમણ સમુદાયની શોભા પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએT૩૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ વધારી રહ્યા છે તે સમુદાય પણ વિક્રમ સંવત ૧૯૯૨ અગાઉથી લઇ વિક્રમ સંવત ૨૦૪૨ સુધી ઔદાયિકતિથિના સિદ્ધાંતને માનનારો હતો અને આજે પણ તેમની શ્રદ્ધા આ સિદ્ધાંતમાં છે. વિક્રમ સંવત ૨૦૪માં તેમણે શ્રીસંઘની એકતા ખાતર આ સિદ્ધાંતનો ત્યાગ કર્યો. શું તેનાથી શ્રીસંઘની એકતા થઇ ખરી? આ સવાલનો જવાબ સ્પષ્ટ નકારમાં મળે છે. આના ઉપરથી ફલિત થાય છે કે શ્રીસંઘની એકતા સિદ્ધાંતનો ભોગ લઇને થઇ શકે જ નહીં. આવી કોઇ પણ એકતા આભાસી એકતા જ હશે. શ્રીસંઘની જો ખરી એકતા કરવી હોય તો તે શાસ્ત્રીય સત્યો અને સિદ્ધાંતના પાયા ઉપર જ કરી શકાય. અન્ય કોઇ રીતે એકતા થઇ શકે જ નહીં. - શ્રીસંઘમાં જો સમાધાનની આબોહવા ઊભી કરવી હશે તો જ્યાં ઉત્સર્ગ માર્ગ પ્રાપ્ત છે, ત્યાં અપવાદમાર્ગરૂપ નથી તેવા અપવાદનું સેવન કરવાનો આગ્રહ જતો કરવો પડશે. જયાં ઉત્સર્ગથી આરાધના થઇ શકે છે, ત્યાં અપવાદની વાત કરવી એ શાસ્ત્રોનો અપલાપ છે. અપવાદ માર્ગ પણ જયારે સેવવો પડે ત્યારે શાસ્ત્રનાં વચન મુજબનો હોવો જોઈએ. કોઇ પણ વ્યક્તિ પોતાની પ્રતિકલ્પના મુજબ અપવાદનું સેવન કરે તો તે પરમાત્માના શાસનનો શત્રુ જ બને. , ઘણા બધા સંવિગ્ન ગીતાર્થો ભેગા થઇને જે આચરણા શરૂ કરે એ જિનાજ્ઞા કયારે કહેવાય? આચાર્યશ્રી વિજય અભયશેખરસૂરિજી મહારાજા પોતાની પુસ્તિકાના પૃષ્ઠ ૨૦/૨૧ ઉપર લખે છે કે, “બાકી વાસ્તવિકતા એ છે કે ઘણા બધા સંવિગ્ન ગીતાર્થો ભેગા થઇને જે આચરણ શરૂકરે-પ્રવર્તાવે એ ખુદ જ જિનાજ્ઞા છે એવું “આયરણા વિ હુ આણત્તિ” વગેરે શાસ્ત્રવચનો જણાવે છે.“ આ શાસ્ત્રવચન સત્ય જ છે. તેની સાથે અસંમત થઇ શકાય જ નહીં. ઘણા બધા સંગ્નિ અને ગીતાર્થ આચાર્ય ભગવંતો ભેગા થઈને જે આચરણા પ્રવર્તાવે તેને જિનાજ્ઞા જ કહેવાય. અહીં મહત્ત્વનો મુદ્દો ‘સંગ્નિ અને ગીતાર્થ’ શબ્દો ૪૦ [] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #42 -------------------------------------------------------------------------- ________________ છે. સંવિગ્ન અને ગીતાર્થ કોને કહેવાય? જેઓ શાસ્ત્રવચનનું બહુમાન કરનારા હોય. તેઓ એવી જ આચરણા પ્રવર્તાવે કે જે શાસ્ત્રવચનની વિરોધી ન હોય. જો શાસ્ત્રવચન ઔદાયિકતિથિની આરાધના કરવાનું હોય તો તેઓ ઔદાયિક તિથિની વિરાધના કરવાની વાત કરે જ નહીં. તેઓ અપવાદ તરીકે કોઇ પરિવર્તન કરે તો પણ મૂળ શાસ્ત્રીય સત્ય સાથે સંઘર્ષ થાય તે રીતે ન જ કરે. આચાર્યશ્રી કાલિકસૂરિજી મહારાજાએ પાંચમની સંવત્સરી બદલીને ચોથની કરી પણ છઠ્ઠની કરી નહોતી. વર્તમાન કાળના કેટલાક આચાર્ય ભગવંતો ચાલ વર્ષે ભાદરવા સુદદાયિક ચોથ પ્રાપ્ત હોવા છતાં ક્યાં શાસ્ત્રવચનના આધારે પ્રથમ પંચમીના શ્રી સંવત્સરીની આરાધના કરવાની હિમાયત કરી રહ્યા છે? બહુમતી અને સર્વાનુમતિ કરતાં મહત્ત્વની જિનાજ્ઞા શ્રી જૈન સંઘમાં શાસ્ત્રસાપેક્ષ રહીને પ્રાચીન શાસ્ત્રોક્ત આચરણામાં ફેરફાર કરવાની અનિવાર્ય જરૂરિયાત ઉભી થાય તો ગીતાર્થ સંવિગ્ન ભગવંતો તે નિર્ણય બહુમતીએ કરી શકે નહીં. આ માટે શ્રીસંઘની સર્વાનુમતિ થવી જરૂરી છે. કેટલીક વ્યક્તિઓનો સમૂહ સર્વાનુમતે આવો કોઇ શાસ્ત્રનિરપેક્ષ નિર્ણય કરે તો તે પણ માન્ય ન ગણાય. જે કાર્યમાં શાસ્ત્રનો સ્પષ્ટ નિષેધ હોય તે કાર્ય તો કોઇ પણ ગીતાર્થ અને સંવિગ્ન આચાર્ય ભગવંત કરે જ નહીં. જેના શાસનમાં સર્વાનુમતિ કરતાં પણ વધુ મહત્ત્વ શાસ્ત્રમતિનું છે. અન્ય પંચાંગ સ્વીકારીને આરાધનાની એકતા ન કરી શકાય? એક તિથિ” તરીકે ઓળખાતો પક્ષ અને “બે તિથિ' તરીકે ઓળખાતો પક્ષ પોતપોતાની માન્યતામાં મક્કમ હોય અને આ માન્યતા છોડવા તૈયાર ન હોય તે સંયોગોમાં એક વર્ષ માટે કે આઠ દિવસ માટે અન્ય પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએD૪૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ પંચાંગ સ્વીકારીને શ્રીસંઘની કામચલાઉ એકતા સાધી શકાય ખરી? આ પ્રશ્નની છણાવટ કરતાં આચાર્યશ્રી વિજય અભયશેખરસૂરિજી મહારાજા લખે છે કે, હા, જુદા જુદા સમુદાયના અનેક આચાર્ય ભગવંતો સાથે આ અંગે વિચારવિમર્શ થતાં ઘણાને આવો માર્ગ સૂક્યો છે કે સામાન્યથી જન્મભૂમિ પંચાંગને અનુસરવું, પણ જે વર્ષે જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય કે વૃદ્ધિ હોય એ વર્ષ માટે એવા કોઇ શહેરનું પંચાંગ સ્વીકારવું કે જેમાં ભાદરવા સુદ પાંચમના ક્ષય કે વૃદ્ધિ હોય નહીં.” આચાર્યશ્રી વિજય અભયશેખરસૂરિજી મહારાજા જો એમ કહેવા. માંગતા હોય કે એક વર્ષ માટે નહીં પણ પર્યુષણના આઠ દિવસ પૂરતું આ પ્રકારનું પંચાંગ અપનાવવું જોઈએ તો તેમાં પણ મુશ્કેલી છે, કારણ કે આ રીતે માત્ર આઠ દિવસ માટે પંચાંગ બદલવાની આપણે ત્યાં કોઇ પરંપરા નથી. વિક્રમ સંવત ૨૦૧૪માં આપણા શ્રીસંઘે જે જન્મભૂમિ પંચાંગ સ્વીકાર્યું તે આઠ દિવસ માટે નહીં પણ કાયમ માટે સ્વીકાર્યું હતું. માત્ર આઠ દિવસ માટે અન્ય પંચાંગ સ્વીકારવું હોય તો તે માટે પણ શ્રીસંઘમાં સર્વાનુમતિ સધાવી જોઇએ. કયું પંચાંગ સ્વીકારવું જોઇએ? એકવખત જો શ્રીસંઘ આઠ દિવસ માટે બીજું પંચાંગ અપનાવવાનો નિર્ણય કરે તો બીજો સવાલ ઉપસ્થિત થશે કે આઠ દિવસ માટે જન્મભૂમિ પંચાંગનો ત્યાગ કરીને ક્યું પંચાંગ અપનાવવું? તેના જવાબમાં બે પ્રકારનાં પંચાંગો આપણને મળે છે. પહેલો પ્રકાર: ભાદરવા સુદ ચોથ બે હોય તેવાં પંચાંગો (સોલાપુર અને હૈદરાબાદનાં પંચાંગો). બીજો પ્રકારઃ ભાદરવા સુદ એકમથી પૂનમ વચ્ચે કોઇ પણ તિથિની. ક્ષયવૃદ્ધિ ન આવતી હોય તેવાં પંચાંગો (શ્રી ઋષિકેષ પંચાંગ અને શ્રી વેંકટેશ પંચાંગ). ૪૨ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #44 -------------------------------------------------------------------------- ________________ આ બંને પ્રકારનાં પંચાંગો અત્યારે મળે છે. આ બે પૈકી જે પંચાંગમાં શ્રીસંઘમાન્ય જન્મભૂમિ પંચાંગ મુજબના દિવસે ભાદરવા સુદ ૪આવતી હોય તે પંચાંગ સ્વાભાવિક રીતે વધુ ગ્રાહ્ય બનવું જોઈએ, કારણ કે આઠ દિવસ અગાઉ અને આઠ દિવસ પછી શ્રી જન્મભૂમિ પંચાંગના આધારે જ બધી આરાધ્ય તિથિઓની આરાધના કરવાની છે. વળી શ્રી જૈન પંચાંગને જ જેઓ દ્રવ્યસત્ય માનતા હોય તેમના માટે તો એવું જ પંચાંગ ગ્રાહ્ય બનવું જોઈએ, જેમાં એક પણ તિથિની વૃદ્ધિ ના આવતી હોય. આવું પંચાંગ બીજા પ્રકારમાં આવે છે. વળી આ પંચાંગ મુજબ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ કરવાથી ૩૬૦ અહોરાત્રનું ઉલ્લંઘન થવાની સંભાવના ટળી જાય છે. જો શ્રી તપાગચ્છના બધા જ સમુદાયો આ બીજા પ્રકારનું પંચાંગ સ્વીકારી લે તો બધા પક્ષો પોતપોતાની માન્યતા ઊભી રાખીને પણ આ વર્ષ પૂરતી સંવત્સરીની આરાધના એક થઇ કરી શકે છે. અહીં એક વાતનું સ્પષ્ટીકરણ કરવાનું રહે કે બીજા પ્રકારના પંચાંગ મુજબ સંવત્સરી મહાપર્વ બુધવાર તા. ૭-૯- ૨૦૦૫ના રોજ આવે છે. એટલે કે આ સંવત્સરીની આરાધના ઔદાયિકતિથિએ જ કરવાનો આગ્રહ રાખનાર વર્ગની માન્યતા મુજબ આવે છે. વળી આ પંચાંગમાં ભાદરવા સુદ ૩,૪ કે પાંચમની વૃદ્ધિ ન હોવાથી તેના વડે “એક તિથિ તરીકે ઓળખાતા વર્ગની માન્યતા પણ સચવાઇ રહે છે. વળી આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજાના કહેવા મુજબ સંવત્સરી બુધવારની કરવી કે ગુરુવારની એવો કોઇ નિયમ નથી. તેઓ કહે છે કે, “બંને પક્ષે એક જ દિવસે સંવત્સરી કરવી હોય તો એક પક્ષે તો આવો બુધવાર વગેરે કોઇક વાર છોડવો જ પડે ને? એ વગર એક દિવસ થઇ શી રીતે શકે?“આ દલીલ મુજબ એક તિથિ પણે પોતાનો ગુરુવાર છોડવામાં સંકોચન અનુભવવો જોઈએ. પતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ ૪૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ વધુ એક સરળ ઉપાય એક તિથિ વર્ગ શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના ગુરુવારે જ કરવાની બાબતમાં મક્કમ હોય અને બે તિથિ પક્ષ બુધવાર છોડવા માટે તૈયાર ન હોય તો પણ હજી આ વર્ષે સંવત્સરીની આરાધના બાબતમાં એકતા સાધી શકાય છે. ચાલુ વર્ષે શ્રીસંઘમાન્ય જન્મભૂમિ પંચાંગ મુજબના વિવિધ શહેરોના સૂર્યોદયોને લક્ષ્યમાં લેવામાં આવે તો એક ચતુર્થાશ જેટલા ભારતમાં બુધવારે ઔદાર્મિક ચતુર્થી છે અને બાકીના ત્રણ ચતુર્થાંશ ભારતમાં ગુરુવારે દાયિક ચતુર્થી છે. આ મુજબ ભારતના એક ચતુર્થાંશ જેટલા ભાગમાં તમામ શ્રીસંઘો બુધવારે શ્રી સંવત્સરીની આરાધના કરે અને બાકીના ત્રણ ચતુર્થાશ ભારતમાં તમામ શ્રીસંઘો ગુરુવારે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના કરે તો બુધવારનો અને ગુરુવારનો આગ્રહસચવાઇ જાય છે, કોઇ શાસ્ત્રીય સિદ્ધાંતનો અપલાપ નથી થતો, કોઇ પક્ષને પોતાની માન્યતા છોડવાની ફરજ નથી પડતી અને છતાં આરાધના બાબતમાં એકતા સધાઇ શકે છે. આ પણ એક સમાધાન છે, જેના વિષે શ્રીસંઘના મોવડીઓએ વિચારવું જોઇએ. મિચ્છા મિ દુક્કડમ્ આ લેખ દ્વારા મેં જે સમાધાન સૂચવ્યું છે તેના ઉપર પણ શ્રીસંઘ અવશ્ય વિચાર કરશે એવી આશા છે. મારી વાત એટલી જ છે કે શાસ્ત્ર અને સિદ્ધાંતના પાયા ઉપર જે એકતા થશે તે જ ટકાઉ હશે. શાસ્ત્ર અને સિદ્ધાંતને ગૌણ બનાવીને શ્રીસંઘની એકતા સાધી શકાય તે ત્રણ કાળમાં પણ શક્ય નથી. તેનાથી શ્રીસંઘમાં ક્લેશ જ વધે તેમ છે. માટે આ મૃગજળ પાછળ દોડવાનું છોડી દેવું જોઇએ. આ પુસ્તિકાના લખાણ દ્વારા જો મારા પ્રત્યે પૂજય આચાર્ય ભગવંતના કે કોઇના પણ મનમાં કોઇપણ દુર્ભાવ પેદા થયો હોય તો હું તેમને મન, વચન, કાયાથી ખમાવું છું. આ લખાણમાં જૈન શાસ્ત્રોની અને પરમાત્માની આજ્ઞાવિરુદ્ધજો કંઇ નિરુપણ થયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્. ૪૪ D પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Page #46 -------------------------------------------------------------------------- ________________ શિવમસ્તુ સર્વ જગતઃ પરહિતનિરતા ભવન્તુ ભૂતગણા: દોષાઃ પ્રયાન્ત નાશ. સર્વત્ર સુખી ભવંતુ લોકાઃ Printed Book Parcel To,