________________
ઔદાયિકતિથિના નિયમમાં પણ અપવાદનું સેવન કરી શકાય છે. જો શાસ્ત્રની આજ્ઞા ન હોય તો આ પ્રકારના અપવાદનું સેવન કરી શકાય નહીં. એટલું યાદ રહે કે ભગવાન શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ એ અપવાદ ફરમાવ્યો છે તે માત્ર શ્રી. વીરપ્રભુના મોક્ષ કલ્યાણક માટે છે. તેનો અર્થ એવો નથી થતો કે આસો વદ અમાસની આરાધના ઔદાયિક તિથિએ ન કરવાની અથવા અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની આજ્ઞા ઉમાસ્વાતિ મહારાજે આપી છે. આ અપવાદ અન્ય પ્રભુના કોઇ પણ કલ્યાણ માટે કે શ્રી મહાવીર પ્રભુના અન્ય કલ્યાણકને પણ લાગુ કરી શકાય નહીં તો શ્રી સંવત્સરી મહાપર્વ માટે તો કેવી રીતે લાગુ કરી શકાય?
શ્રી વીર પ્રભુના મોક્ષ કલ્યાણકની ઉજવણીની બાબતમાં ઉદિત તિથિના નિયમમાં અપવાદનું સેવન કરવાની ભગવાન શ્રી ઉમાસ્વાતિ મહારાજાની આજ્ઞા છે, માટે તે અપવાદનું સેવન પણ ધર્મ બની જાય છે. જો શાસ્ત્રકારોની આ પ્રકારની આજ્ઞા ન હોય અને તે મુજબ શાસ્ત્રપાઠ ન મળતો હોય તો કોઇ પણ વ્યક્તિ મનઘડંત રીતે અપવાદનું સેવન કરી શકે નહીં. જો દરેક વ્યક્તિ આ રીતે મન ફાવે ત્યારે, મન ફાવે તેવી પરિસ્થિતિમાં, મન ફાવે તેવું અર્થઘટન કરી અપવાદોનું સેવન કરવા લાગી જશે તો પછી મૂળ શાસ્ત્રીય. માર્ગ ટકશે કેવી રીતે? માટે શાસ્ત્રમાં અપવાદનું સેવન પણ શાસ્ત્રના વચન મુજબ જ કરી શકાય.
ભગવાનશ્રી ઉમાસ્વાતિ મહારાજાએ શ્રી વીરપ્રભુના મોક્ષ કલ્યાણક બાબતમાં અપવાદનું સેવન કરવાની આજ્ઞા આપી તેમાં પરિસ્થિતિ કેવી છે, તે પણ જોવું જોઇએ. અહીં એક પક્ષે સર્વજ્ઞ ભગવંતના વચનો અને ઉદય તિથિને જ પ્રમાણ માનનારો જૈન સંઘ છે અને બીજી બાજુ જેન શાસ્ત્રોને મૂળમાંથી જ નકારનારા મિથ્યામતિઓ છે. આ મિથ્યામતિઓને જૈન શાસનના સિદ્ધાંતો ગમે તેટલા સમજાવવામાં આવે તો પણ તેમના ગળે આ સિદ્ધાંતો ઉતરવાના જ નથી. વળી શ્રી જૈન સંઘ આ મુદ્દે અજેનો સાથે સંઘર્ષમાં ઉતરે તેવું પણ શાસ્ત્રકાર પરમર્ષિ ઇચ્છતા નથી. માટે જ શાસ્ત્રોની સ્પષ્ટ આજ્ઞા આવી બાબતોમાં લોકવિરુદ્ધ આચારનો ત્યાગ કરવાની છે. આ સંયોગોમાં
પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએD૩૧ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International