________________
સંઘર્ષ ટાળવા માટે શાસ્ત્રકાર ભગવંતે ઉદય તિથિના સિદ્ધાંતને ગૌણ કરી અપવાદ માર્ગની આજ્ઞા કરી હોય તેવી સંભાવના છે. આ પરિસ્થિતિની સરખામણી શ્રી જૈન સંઘમાં ચાલતા તિથિવિવાદ સાથે કેમ કરી શકાય?
અહીં પણ એક વાત સ્પષ્ટપણે નોંધી રાખવી જોઇએ કે શ્રી ઉમાસ્વાતિજી મહારાજા પૂર્વધર મહર્ષિ હતા અને યુગપ્રધાન પણ હતા. તેમણે આ પ્રકારના અપવાદનું સેવન કરવાની શા માટે જરૂર પડી, તે જાણવાનાં કોઇ સાધનો આપણી પાસે નથી. પરંતુ તેમનાં વચનો સકળ શ્રીસંઘે તહત્તિ જ કર્યા હતાં એ નિર્વિવાદ હકીકત છે.
- જો કોઇ વ્યક્તિ શાસ્ત્ર અને સિદ્ધાંતને ચુસ્તપણે વળગી રહે તો તેને સિદ્ધાંતમાં બાંધછોડ કરવાની સલાહ ત્યારે જ અપાય કે જયારે પ્રતિપક્ષ મિથ્યામતિ હોય અથવા તો શાસ્ત્રો પ્રત્યે આદર ધરાવતો ન હોય. આચાર્યશ્રી અહીં દાયિકતિથિનો આગ્રહ રાખનાર બે તિથિ વર્ગને તેમનો આગ્રહ છોડી દેવાની સલાહ આપવા દ્વારા એવો નિર્દેશ તો નથી કરી રહ્યા ને કે, “એક તિથિ વર્ગ શાસ્ત્રમાં શ્રદ્ધા રાખતો નથી. તેઓ ઔદાયિક તિથિ ન માનવાનો એકાંત લઇને બેઠા છે. માટે તેમની સાથે જો સમાધાન કરવું હોય અને શ્રીસંઘની એકતા કરવી હોય તો આપણા શ્રીસંઘે પૂજ્યશ્રી ઉમાસ્વાતિ મહારાજાના વચનને અનુસરીને દીવાળી ઔદાયિક તિથિએ કરવાનો આગ્રહ પડતો મૂક્યો તે રીતે બે તિથિ વર્ગે શ્રી સંવત્સરી પણ ઔદાયિક તિથિએ કરવાનો આગ્રહ પડતો મૂકવો જોઇએ. જો તેઓ ખરેખર આવું માનતા હોય તો તેમણે તે માન્યતા પણ જાહેર કરવી જોઇએ. અમારા નમ્ર મતે અહીં તો બંને પક્ષ શાસ્ત્રોમાં અને શાસ્ત્રસંમત પરંપરામાં શ્રદ્ધા ધરાવે છે, માટે ઔદાયિક તિથિના નિયમમાં અપવાદ સેવવાનું કોઇ જ કારણ નથી.
જો આચાર્યશ્રી વિજય અભયશેખરસૂરિજી એવી માન્યતા ધરાવતા હોય,“કે શ્રી સંઘની એકતા માટે શાસ્ત્રોને અને સિદ્ધાંતોને પણ ગૌણ બનાવી શકાય, “અને તેમની આ માન્યતામાં તેમનો સમગ્ર એક તિથિ પક્ષ સંમત થતો હોય તો તેમણે પોતાના વર્ગને એવી સલાહ આપવી જોઇએ કે, “બે તિથિ વર્ગ તો ઔદાયિકતિથિની જ આરાધના કરવાની બાબતમાં ખૂબ મક્કમ છે. તેઓ
૩૨ ] પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org