________________
ભાવસત્ય હતું અને આજે પણ છે. આ કારણે જ લૌકિક ટીપણું અમલમાં આવ્યા પછી પણ જગદ્ગુરુ વિજયહીરસૂરિજી મહારાજાથી માંડી તમામ ગીતાર્થ જ્ઞાની ભગવંતોએ લૌકિક ટીપણાંના આધારે જ ઉપરના સિદ્ધાંતોનું પાલન કરી બધી જ આરાધ્ય તિથિઓની આરાધના પોતે કરવાનું અને શ્રીસંઘને કરાવવાનું ચાલુ રાખ્યું. એટલી વાત સ્પષ્ટ થઇ જવી જોઇએ કે તિથિની આરાધના બાબતમાં ભાવસત્ય ટીપણું નથી પણ ‘શાસ્ત્રીય સિદ્ધાંતો મુજબ આરાધના કરવી’ તે ભાવસત્ય છે. આ ભાવસત્યનો ભોગ ક્યારેય લેવાવો ન જોઇએ.
ઔદાયિકતિથિનો ત્યાગ કરવાનો આગ્રહ કેટલો યોગ્ય?
આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજા પોતાની પુસ્તિકાના પૃષ્ઠ ક્રમાંક-પ ઉપર લખે છે કે, ‘‘એ પ્રઘોષના કર્તાને અને આખા સંઘને ઉદયાત્ તિથિને જ પકડી રાખવી એવો એકાન્ત માન્ય નથી. ઉદયાત્ તિથિ પણ ગૌણ બની શકે છે, એ માન્ય છે.‘ આ વાત કરીને આચાર્ય ભગવંત ‘ઉદયમ્મિ જા તિહિ’ના ત્રિકાલાબાધિત સિદ્ધાંતનો અપલાપ કરી રહ્યા છે. પોતાના આ કુતર્કને પુષ્ટિ આપવા માટે આચાર્ય ભગવંતે જે છ દૃષ્ટાંતો આપ્યા છે, એ બધા જ ગલત ધારણાઓના આધારે આપવામાં આવ્યા છે અને તેમાંના એક પણ દૃષ્ટાંત દ્વારા તેઓ એવું સિદ્ધ કરી શકતા નથી કે,‘ઔદાચિકતિથિ પ્રાપ્ત હોય તો પણ અન્ય તિથિએ તે તિથિની આરાધના કરનારને શાસ્ત્રનું સમર્થન છે.’’ અહીં તેમણે આપેલા તમામ દૃષ્ટાંતોની વિગતવાર છણાવટ કરવામાં આવી છે.
(૧) આઠમના ક્ષયે સાતમે અષ્ટમી તિથિની આરાધના
પ્રથમ દૃષ્ટાંતમાં લૌકિક પંચાંગ મુજબ આઠમનો ક્ષય છે, માટે અષ્ટમી પર્વતિથિની આરાધના સાતમના દિવસે કરવામાં આવે છે. એટલે કે સોમવારે
Jain Education International
પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ]૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org