________________
જેન ટીપણાંનો વિચ્છેદ થયો એટલે તિથિની બાબતમાં દ્રવ્યસત્ય ચાલ્યું ગયું એ હકીકત છે. પરંતુ તે સમયે વિદ્યમાન ગીતાર્થ જ્ઞાની આચાર્ય ભગવંતોએ નક્કી કર્યું કે આપણે ભાવસત્યની રક્ષા કરવી જ છે. આ ભાવસત્યની રક્ષા કરવા માટે કોઇપણ ટીપણું પાયા તરીકે આવશ્યક જ હતું. આ બાબતમાં તપાગચ્છીય સહસ્રાવધાની પૂજય આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી મહારાજાના પરિવારના પંન્યાસશ્રી હર્ષભૂષણ ગણિવરશ્રી ‘પર્યુષણા સ્થિતિવિચાર’ ગ્રંથ(વિક્રમ સંવત ૧૪૮૬)માં સ્પષ્ટપણે લખે છે કે, “વિષમ કાળના પ્રભાવથી જૈન ટિપણાંનો વિચ્છેદ થયેલો છે. ત્યારથી ભાંગેલ-તૂટેલ તે ટિપણાંને આધારે આઠમ, ચૌદસ આદિ કરવાથી તે સૂત્રોક્ત થતી નથી એમ ‘આગમ’ અને ‘લોકની સાથે બહુ વિરોધ' નો વિચાર કરીને સર્વ પૂર્વ ગીતાર્થ આચાર્યદેવોએ ‘આ પણ આગમના મૂળવાળું છે? એમ નિર્ણય કરી પ્રતિષ્ઠા, દીક્ષા આદિ સર્વ કાર્યોના મૂહુર્તીમાં લૌકિક ટિપણું જ પ્રમાણ કર્યું છે."
આ જ પ્રમાણે આચાર્યશ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજાનું વચન છે કે, “અમારો એવો નિશ્ચય છે કે-“અન્ય દર્શનીઓના ગ્રંથોની યુક્તિઓમાં જે કંઇ સવિચારરૂપી સંપત્તિઓ દેખાય છે તે, હે પ્રભો! તમારા શાસનની જ છે, કારણ કે તે પૂર્વરૂપી મહાસાગરમાંથી જ ઉછૂત કરેલી છે. માટે જજિનવચનના જ્ઞાતાઓ તેને પ્રમાણ કહે છે.”
આ માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ સર્વાનુમતે આધાર તરીકે લૌકિક ટીપણું સ્વીકાર્યું. તે સમયે પણ ગીતાર્થ આચાર્ય ભગવંતોને ખ્યાલ જ હતો કે લૌકિક ટીપણું જૈન પંચાંગ મુજબ નથી. તેમ છતાં તે સમયના વિદ્યમાન તમામ ગીતાર્થ આચાર્ય ભગવંતોએ સર્વાનુમતે લૌકિક ટીપણું સ્વીકાર્યું હોવાથી તે આપણા શ્રીસંઘ માટે ઉપાદેય બની ગયું છે. જ્ઞાની આચાર્ય ભગવંતોના મતે લૌકિક ટીપણું ગીણ હતું પણ તેના આધારે શાસ્ત્રોના સિદ્ધાંત મુજબ થતી આરાધના જ વધુ મહત્ત્વની હતી. આરાધ્ય તિથિની આરાધના બાબતમાં ટીપણું ભલે બદલાયું, પણ મૂળભૂત શાસ્ત્રીય નિયમો (૧) “ઉદયમ્મિ ના તિહિ... અને (૨)‘ક્ષયે પૂર્વા તિથિ કાર્યા...' અફર જ રહ્યા.
આ બે સિદ્ધાંતોનું પાલન એ જ આરાધ્ય તિથિઓની બાબતમાં
૨૮ ] પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org