________________
બુધવારના સંવત્સરી પર્વ ઉજવવાના છે. પણ ઉદયાત્ તિથિના જ આગ્રહવાળો, એમની જ માન્યતાવાળો જે સાધુ-સાધવી- શ્રાવકશ્રાવિકાઓનો સમૂહ સોલાપુર, કોલકાતા વગેરે સ્થળોએ હશે એમણે જો ખરેખર ઉદયાત્ તિથિની જ આરાધના કરવી હોય તો તેઓએ ગુરુવાર તા. ૮-૯૨૦૦૫ના દિવસે જ સંવત્સરી કરવી પડે. તો શું તેમને ઉદયાત્ તિથિ જાળવવાનું માર્ગદર્શન અપાશે? - આ પ્રશ્નનો જવાબ આચાર્ય ભગવંતે જે પક્ષને ઉદ્દેશીને આ પ્રશ્ન કર્યો છે, તે પક્ષ જ આપી શકે. આ લખનાર કોઇપણ પક્ષનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતો નથી. તેમ છતાં તટસ્થ રીતે આ બાબતમાં કઇ પરિસ્થિતિ આદર્શ હોવી જોઇએ તે વિશે આ અંગત અભિપ્રાય છે.
જૂના જમાનામાં જયારે સંદેશવ્યવહારના આટલાં સાધનો નહોતાં ત્યારે દરેક ગામના શ્રીસંઘો પોતાના ગામમાં સૂર્યોદય સમયે જે તિથિ પ્રવર્તમાન હોય તેની ગણતરી લૌકિક પંચાંગને આધારે કરીને તે જ દિવસે તે ઔદાયિકતિથિની આરાધના કરતા હશે, એવું માનવાને કારણ મળે છે. અહીં આખા ભારતના કે આખા વિશ્વના શ્રી જૈન સંઘે એક જ દિવસે આરાધના કરવી તેના કરતાં આખા વિશ્વના જૈન સંઘે ઔદાયિકતિથિએ આરાધના કરવી એ સિદ્ધાંત જ મુખ્ય બની રહેવો જોઇએ.
ભૂતકાળમાં જયારે આખા ભારતના કે આખા વિશ્વના શ્રીસંઘો. એકબીજાના ઘનિષ્ઠ સંપર્કમાં રહી શકે તેવાં તાર, ટપાલ, ટેલિફોન, ફેફસ, ઇન્ટરનેટ વિગેરે ઝડપી સાધનો નહોતાં ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સિવાય મધ્ય પ્રદેશ, બિહાર, બંગાળ, તામિલનાડુ, કર્ણાટક, પંજાબ વિગેરે દૂર દૂરના શ્રીસંઘો પોતાના સ્થાનિક સૂર્યોદય મુજબ જ ઓદાયિક તિથિની આરાધના કરતા હશે, એવું અનુમાન સહેલાઇથી કરી શકાય છે. ક્યા. તબક્કે આ સ્થાનિક પંચાંગો મુજબ આરાધના કરવાની પ્રથાનો અંત આવ્યો અને આખો શ્રીસંઘ જોધપુરના ચંડાશુગંડુ પંચાંગ મુજબ એક જ દિવસે આરાધના કરતો થયો તે આપણને ખબર નથી. હવે જો આ પ્રથા ફરીથી શરૂ કરવી હોય તો તે માટે આટલું કરવું જરૂરી છે.
પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ ૩૭ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International