________________
આરાધના કરી રહ્યા છે, તેમની સાથે ભળી જવું જોઇએ. શ્રીસંઘમાં શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના એક જ દિવસે થાય તે માટેનો આ શ્રેષ્ઠ માર્ગ છે. જેઓ અલગ થયા છે તેઓ ફરી પાછા જાગ્યા ત્યારથી સવાર ગણીને મૂળમાર્ગે આવી જાય તો શ્રીસંઘની આજે પણ શાસ્ત્રાધારીત એકતા થઇ શકે છે.
(૩) આચાર્યશ્રી કાલિકસૂરિજી
મહારાજાનું દષ્ટાંત
પૂજય આચાર્યશ્રી કાલિકસૂરિજી મહારાજા નવ પૂર્વધર, આગમવ્યવહારી, યુગપ્રધાન અને સકળ શ્રીસંઘના સર્વસંમત સુકાની હતા. તેમણે સંવત્સરી મહાપર્વ ભાદરવા સુદ પાંચમને બદલે ચોથનું કર્યું એ એક શાસ્ત્રસંમત પરિવર્તન હતું, પણ આ ઉદાહરણ ઉપરથી એવું ફલિત નથી થતું કે કોઇ પણ વ્યક્તિને કોઇ પણ પર્વના દિવસોમાં કોઇ પણ પ્રકારે ફેરફાર કરવાનો અધિકાર મળી જાય છે. આચાર્યશ્રી કાલિકસૂરિજી મહારાજાએ પાંચમના બદલે ચોથની સંવત્સરી પ્રવર્તાવી તેમાં પણ નીચે મુજબના નિયમોનું પાલન કર્યું જ હતુંઃ
(૧) આગમોની આજ્ઞા મુજબ સંવત્સરી ભાદરવા સુદ પાંચમથી વહેલી કરી શકાય, પણ મોડી કરી શકાય નહીં. રાજાની વિનંતીતો શ્રી સંવત્સરી મહાપર્વ પાંચમના બદલે છઠનું કરવાની હતી, પણ તેમ કરવાથી આગમોનાં વચન સાથે વિરોધ આવતો હોવાથી આચાર્ય ભગવંતે આ વિનંતી સ્વીકારી નહોતી. આગમોની આ મર્યાદાનું બહુમાન કરી આચાર્યશ્રી કાલિકસૂરિજી મહારાજાએ પાંચમના બદલે છઠ્ઠની નહીં પણ ચોથની સંવત્સરી કરી હતી. આ રીતે તેમણે શાસ્ત્રવચનનો આદર કરીને પરિવર્તન કર્યું હતું. જેઓ દાયિકતિથિ પ્રાપ્ત હોય તો પણ શ્રી સંવત્સરી મહાપર્વની ઉજવણી અન્ય દિવસે કરવાની પ્રરૂપણા કરી રહ્યા છે, તેમને ક્યા શાસ્ત્રવચનનો ટેકો છે?
(૨) આ પરિવર્તન કરતી વેળાએ પણ તેમણે ‘ઉદયમ્મિ ના તિહિનો નિયમ બરાબર સાચવી રાખ્યો હતો. આચાર્યશ્રી કાલિકસૂરિજી મહારાજાએ
૩૪ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org