________________
થશે, પણ બે તિથિ વર્ગ આવો કોઈ ફેરફાર કરવામાં માનતો ન હોવાથી તેઓ બુધવારે જ સંવત્સરીની આરાધના કરશે. એક જ સંઘના બે વર્ગો વચ્ચે આવો ગંભીર ભેદ કેવી રીતે ઊભો થયો તેનો ઈતિહાસ સો વર્ષ કરતાં પણ વધુ જૂનો
આ શાસ્ત્રીય વિવાદ છે
જૈન ધર્મના શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘમાં સંવત્સરી તેમ જ અન્ય પર્વતિથિઓ વિશે એક સદી કરતાં વધુ સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે, તેનું સૌથી વિધેયાત્મક પાસું એ છે કે બંને પક્ષ પર્વતિથિઓની શાસ્ત્રીય રીતે આરાધના કરવી જ જોઈએ, એ બાબતમાં સંપૂર્ણ સંમત છે. આ આરાધના
ક્યા દિવસે કરવી એ બાબતમાં જ તેઓ વચ્ચે મતભેદ છે. લૌકિક પંચાંગમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે એ તિથિ માટે નિર્ધારિત કરેલી આરાધના કરવા માટે શાસ્ત્રો જે માર્ગદર્શન આપે તે રીતે જ કરવું, એ બાબતમાં પણ બંને પક્ષ સંમત છે. ઝગડો માત્ર શાસ્ત્રોના અર્થઘટન વિશે છે. આ કારણે આ વિવાદનું શાસ્ત્રીય સમાધાન અસંભવિત નથી.
અગાઉ આપણે જોયું કે જૈન આગમોના ઉપદેશ પ્રમાણે પ્રત્યેક મહિનાની બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારસ, બે ચૌદસ અને પૂનમઅમાસ એમ બાર તિથિ વિશેષ આરાધ્ય ગણાય છે. ખગોળસિદ્ધ લૌકિક પંચાંગમાં આ બાર પૈકી કોઈપણ તિથિઓનો ક્ષય ન આવતો હોય અથવા તો તેમાંની કોઈની વૃદ્ધિ થતી ન હોય, ત્યાં સુધી તો મતભેદને કોઈ અવકાશ રહેતો નથી. ખરી મુશ્કેલી લૌકિક પંચાંગમાં જયારે પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ આવે છે, ત્યારે પેદા થાય છે. દાખલા તરીકે દર ચૌદશે પફખી પ્રતિક્રમણ કરવું જોઈએ, એવું વિધાન જૈન શાસ્ત્રોમાં છે. હવે લૌકિક પંચાંગમાં જયારે ચૌદશનો ક્ષય આવે ત્યારે અથવા તો બે ચૌદશ આવે ત્યારે પફખી પ્રતિક્રમણ ક્યા દિવસે કરવું એવી સાહજિક મુંઝવણ પેદા થાય છે. લૌકિક પંચાંગમાં જયારે ચૌદશનો ક્ષય આવે ત્યારે પફખી પ્રતિક્રમણ કરવું જ નહિ અને બે ચૌદશ આવે ત્યારે બંને દિવસે પફખી પ્રતિક્રમણ કરવું એ યુક્તિસંગત જણાતું નથી. અને
પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએD૧૩ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International