________________
વધારી રહ્યા છે તે સમુદાય પણ વિક્રમ સંવત ૧૯૯૨ અગાઉથી લઇ વિક્રમ સંવત ૨૦૪૨ સુધી ઔદાયિકતિથિના સિદ્ધાંતને માનનારો હતો અને આજે પણ તેમની શ્રદ્ધા આ સિદ્ધાંતમાં છે. વિક્રમ સંવત ૨૦૪માં તેમણે શ્રીસંઘની એકતા ખાતર આ સિદ્ધાંતનો ત્યાગ કર્યો. શું તેનાથી શ્રીસંઘની એકતા થઇ ખરી? આ સવાલનો જવાબ સ્પષ્ટ નકારમાં મળે છે. આના ઉપરથી ફલિત થાય છે કે શ્રીસંઘની એકતા સિદ્ધાંતનો ભોગ લઇને થઇ શકે જ નહીં. આવી કોઇ પણ એકતા આભાસી એકતા જ હશે. શ્રીસંઘની જો ખરી એકતા કરવી હોય તો તે શાસ્ત્રીય સત્યો અને સિદ્ધાંતના પાયા ઉપર જ કરી શકાય. અન્ય કોઇ રીતે એકતા થઇ શકે જ નહીં.
- શ્રીસંઘમાં જો સમાધાનની આબોહવા ઊભી કરવી હશે તો જ્યાં ઉત્સર્ગ માર્ગ પ્રાપ્ત છે, ત્યાં અપવાદમાર્ગરૂપ નથી તેવા અપવાદનું સેવન કરવાનો આગ્રહ જતો કરવો પડશે. જયાં ઉત્સર્ગથી આરાધના થઇ શકે છે,
ત્યાં અપવાદની વાત કરવી એ શાસ્ત્રોનો અપલાપ છે. અપવાદ માર્ગ પણ જયારે સેવવો પડે ત્યારે શાસ્ત્રનાં વચન મુજબનો હોવો જોઈએ. કોઇ પણ વ્યક્તિ પોતાની પ્રતિકલ્પના મુજબ અપવાદનું સેવન કરે તો તે પરમાત્માના શાસનનો શત્રુ જ બને.
,
ઘણા બધા સંવિગ્ન ગીતાર્થો ભેગા થઇને જે આચરણા શરૂ કરે એ જિનાજ્ઞા કયારે કહેવાય?
આચાર્યશ્રી વિજય અભયશેખરસૂરિજી મહારાજા પોતાની પુસ્તિકાના પૃષ્ઠ ૨૦/૨૧ ઉપર લખે છે કે, “બાકી વાસ્તવિકતા એ છે કે ઘણા બધા સંવિગ્ન ગીતાર્થો ભેગા થઇને જે આચરણ શરૂકરે-પ્રવર્તાવે એ ખુદ જ જિનાજ્ઞા છે એવું “આયરણા વિ હુ આણત્તિ” વગેરે શાસ્ત્રવચનો જણાવે છે.“ આ શાસ્ત્રવચન સત્ય જ છે. તેની સાથે અસંમત થઇ શકાય જ નહીં. ઘણા બધા સંગ્નિ અને ગીતાર્થ આચાર્ય ભગવંતો ભેગા થઈને જે આચરણા પ્રવર્તાવે તેને જિનાજ્ઞા જ કહેવાય. અહીં મહત્ત્વનો મુદ્દો ‘સંગ્નિ અને ગીતાર્થ’ શબ્દો
૪૦ [] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org