________________
થાય એ માટે, શ્રીસંઘ દ્વારા જે ઠેરવવામાં આવ્યું હોય તે મુજબ આરાધના કરવામાં ઉદયાત્ તિથિને છોડવી પડતી હોય તો પણ કોઇ જ પાપ લાગતું નથી. આ વિધાન સાથે જૈન શાસ્ત્રો પ્રત્યે અહોભાવ ધરાવનાર કોઇ પણ વ્યક્તિ સંમત થઇ શકે તેમ જણાતું નથી. અગાઉના મુદ્દાના વિવરણમાં આપણે જોયું કે આખા ભારતના શ્રીસંઘો એક જ દિવસે આરાધના કરે તેના કરતાં પણ વધુ મહત્ત્વ આખા ભારતના શ્રીસંઘો ઓદાયિકતિથિની આરાધના કરે તેનું હોવું જોઇએ.
ભારતના કે વિશ્વના જુદા જુદા ભાગના શ્રીસંઘો પોતપોતાના સૂર્યોદયા મુજબ ઉદયાત્ તિથિની આરાધના કરે તેનાથી શ્રીસંઘની એકતાને ઊની આંચ નથી આવવાની, કારણ કે તે તે શ્રીસંઘના બધા જ આરાધકો એક જ દિવસે, એક સાથે આરાધના કરવાના છે. આ પણ શ્રીસંઘની એકતા જ કહેવાય. તેમાં કંઇ જ ખોટું નથી. અત્યારે શ્રીસંઘમાં તિથિની આરાધનાના પ્રશ્ન જે વિખવાદ પેદા થયો છે, તેનું કારણ એક જ શ્રીસંઘમાં બે અલગ અલગ દિવસે થતી આરાધનાઓ છે. અહીં એક પક્ષ શાસ્ત્રની આજ્ઞા મુજબ ઔદાયિકતિથિની જ આરાધના ઉત્સર્ગ માર્ગે કરવાનો આગ્રહ સેવે છે અને બીજા પક્ષનો આગ્રહ જયાં ઔદાયિક તિથિ પ્રાપ્ત છે ત્યાં પણ જે અપવાદમાર્ગરૂપ નથી તેવા મનઘડંત ઉન્માર્ગરૂપ અપવાદનું સેવન કરી અન્ય તિથિએ આરાધના કરવાનો છે. તેને કારણે એક જ શ્રીસંઘમાં બે ભિન્ન ભિન્ન દિવસોએ આરાધના થાય છે, જેને કારણે કજિયો અને કંકાસ પણ થાય છે. શ્રીસંઘમાં પેદા થયેલી અશાંતિનું આ મૂળ કારણ છે, જેને દૂર કરવા માટે જ કોશિષ કરવી જોઇએ.
સિદ્ધાંતના ભોગે સમાધાન થઇ શકે ખરું?
આચાર્યશ્રી વિજય અભયશેખરસૂરિજી મહારાજા દાયિકતિથિના સિદ્ધાંતમાં માનતા વર્ગને સિદ્ધાંતને ગૌણ કરી સમાધાન કરી લેવાની સલાહ આપે છે. શું ખરેખર સિદ્ધાંતનો ભોગ લઇને સમાધાન કરી શકાય ખરું? આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજા જે શ્રમણ સમુદાયની શોભા
પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએT૩૯ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International