________________
દ્રવ્યસત્ય અને ભાવસત્યા
આ પુસ્તિકાના પ્રારંભમાં જ આચાર્ય ભગવંત સત્ય શબ્દના બે અર્થ આપતા લખે છે કે, “જે જેવું હોય એવું કહેવું એ સત્ય...આ દ્રવ્યસત્ય કહેવાય છે. જે જીવોને હિતકર બને એવું કહેવું એ સત્ય.....આ ભાવસત્ય કહેવાય છે. સામાન્ય રીતે આપણા વચનપ્રયોગો એવા હોવા જોઈએ કે આ બંને સત્ય જળવાઇ રહેતા હોય. પણ જયારે પરિસ્થિતિ એવી હોય કે બેમાંથી એક જ સત્ય પકડી શકાય તેમ હોય ત્યારે ભાવસત્યના ભોગે દ્રવ્યસત્યને નહીં, પણ દ્રવ્યસત્યના ભોગે ભાવસત્યને જાળવી રાખવું એવું જ્ઞાનીઓ કહે છે.'
આ વાતને પુરવાર કરવા માટે આચાર્ય ભગવંત શિકારી અને મહાત્માનું ઉદાહરણ આપે છે. આ ઉદાહરણમાં હરણિયા પૂર્વ દિશામાં ગયા એ દ્રવ્યસત્ય હોવા છતાં મહાત્મા પશ્ચિમ દિશામાં ગયા” એવું ભાવસત્ય બોલી હરણિયાની અને શિકારીની દયા ચિંતવે છે.દ્રવ્યસત્ય અને ભાવસત્ય બાબતમાં શિકારી અને મહાત્માનું આ દૃષ્ટાંત શાસ્ત્રોમાં વર્ણવેલું છે પરંતુ આ દૃષ્ટાંત પ્રાણીવધની આત્યંતિક હિંસા માટે જ લાગુ કરવું યોગ્ય છે. આ દૃષ્ટાંતને તમામ શાસ્ત્રીય સત્યો માટે લાગુ પાડવામાં આવે અને ત્રિકાલાબાધિત શાસ્ત્રીય સત્યને ‘આ તો દ્રવ્યસત્ય છે, ભાવસત્ય નથી,' એમ કહીને ઉડાડવામાં આવે તો ભારે અનર્થ પેદા થઇ શકે છે. આ બાબતમાં કોઇ વ્યક્તિ મનઘડંત રીતે દરેક બાબતમાં દ્રવ્યસત્ય અને ભાવસત્યની ફૂટપટ્ટીથી તમામ શાસ્ત્રીય સત્યોને ચકાસવા લાગે અને તેના ઉપર સ્વીકાર્ય અથવા અસ્વીકાર્યના લેબલ મારવા લાગે તો કેટલી મોટી અંધાધૂંધી પેદા થઇ જાય છે તે આપણે કેટલાંક ઉદાહરણો દ્વારા જોઇએ.
(૧) ભિખારી ઉપર અનુકંપા કરી તેને દાન આપવું એ દ્રવ્યસત્ય છે. પરંતુ આ દાનનો ઉપયોગ ભિખારી દારૂ પીવામાં કે માંસાહાર કરવામાં કરશે તો? એવો વિચાર કરી ભિખારીને દાન ન આપવું તે ભાવસત્ય છે, એવી કોઇ
પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ Uપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org