________________
દલીલ કરશે તો આપણે શું જવાબ આપીશું?
(૨) ભગવાનની આજ્ઞાનો આદર કરી ઉપવાસાદિક તપ કરવો એ દ્રવ્યસત્ય છે, પણ ઉપવાસાદિને કારણે પેટના કીડાઓની હિંસા થતી હોય તો તેમની કરુણા ચિંતવવા માટે તપ ન કરવો એ ભાવસત્ય છે. આ ભાવસત્યની રક્ષા કરવા માટે દ્રવ્યસત્યરૂપ તપ ન કરવો જોઇએ.
(૩) આઠ વર્ષ ઉપરના બાળકના આત્માનો ઉદ્ધાર કરવા માટે તેને દીક્ષા આપવી એ દ્રવ્યસત્ય છે, પરંતુ આ દીક્ષાનો જમાનાવાદીઓ વિરોધ કરે, તેને કારણે ઝઘડાઓ થાય, કોર્ટમાં કેસ થાય અને શાસનહીલના થાય તેવા ડરથી બાળદીક્ષા ન આપવી એ ભાવસત્ય છે. માટે આ ભાવસત્યની રક્ષા કરવા માટે આપણે બાળદીક્ષા ન આપવી જોઇએ.
(૪) પરમાત્માની આજ્ઞા મુજબ આપણે દેવદ્રવ્યની રક્ષા માટે પ્રયત્ન કરવા જોઇએ અને તેની વૃદ્ધિની ફરજ બજાવવી જોઇએ. આ એક દ્રવ્યસત્ય થયું. પરંતુ આપણે દેવદ્રવ્ય ભેગું કરીએ તેને કારણે લોકો ખૂબ ટીકા કરે છે અને આ દેવદ્રવ્ય માનવતાના કાર્યમાં વાપરવું જોઇએ એવો આગ્રહ રાખે છે. આ ટીકાથી આપણા ધર્મને બચાવવા માટે દેવદ્રવ્યનો ઉપયોગ હોસ્પિટલો, અનાથાશ્રમો અને સ્કૂલોમાં પણ કરવો જોઇએ. આ ભાવસત્ય થયું.
(૫) શ્રી જૈન સંઘમાંથી દિગમ્બરો પહેલા અલગ પડયા. તેમની સાથેની એકતારૂપ ભાવસત્યની રક્ષા કરવા માટે આપણે વસ્ત્રો સાથે પણ મોક્ષમાર્ગની આરાધના કરી શકાય એ દ્રવ્યસત્યને ગૌણ બનાવી દેવું જોઇતું હતું.
(૬) શ્રી શ્વેતાંબર સંઘમાં કેટલાકો મૂર્તિપૂજાના વિરોધીઓ પેદા થયા અને તેમણે સ્થાનકવાસી સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાય સાથેની એકતાના ભાવસત્યની રક્ષા કરવા માટે આપણે “મૂર્તિપૂજા કરવી જોઇએ તે દ્રવ્યસત્ય છોડી દેવું જોઇતું હતું.
આ ઉદાહરણો ઉપરથી ખ્યાલ આવે છે કે દ્રવ્યસત્યનો અને ભાવસત્યનો નિયમ બધે જ લાગુ ન કરાય. આ સિદ્ધાંતના વિવેકહીન ઉપયોગ દ્વારા તો આપણે શાસ્ત્રીય સિદ્ધાંતોની જ આશાતના કરનારા બનીશું. જો
૬ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org