________________
શ્વેતાંબર મૂર્તિપૂજક અંચલગચ્છ સંઘે પણ પાંચમની સંવત્સરી અપનાવી. તપાગચ્છના પૂર્વાચાર્યોએ ભાદરવા સુદ ચોથની સંવત્સરીમાં કોઈ ફેરફાર કરવાનું મુનાસિબ માન્યું નહિ, જેને પરિણામે આજે પણ સમગ્ર તપાગચ્છ જૈન સંઘ એકમતે ભાદરવા સુદ ચોથની સંવત્સરી જ કરી રહ્યો છે.
અહીં સવાલ એ થશે કે સમગ્ર તપાગચ્છ સંઘ કોઈપણ જાતના મતભેદ વિના ભાદરવા સુદ ચોથના દિવસે જ સંવત્સરી કરવામાં માને છે તો આ વર્ષે બે વર્ગો શા માટે અલગ-અલગ દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવા તત્પર બન્યાં છે ? આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે સંવતા ૨૦૬૧ના શ્રી જૈન સંઘમાન્ય ખગોળસિદ્ધ જન્મભૂમિ પંચાંગનો બારીકાઈથી અભ્યાસ કરવો પડશે. આ પંચાંગ આખા તપાગચ્છે માન્ય કરેલું છે.
જન્મભૂમિ પંચાંગના ૭૨માં પાનાં ઉપર વિક્રમ સંવત ૨૦૬૧ના ભાદરવા માસના શુકલ પક્ષનો કોઠો આપવામાં આવ્યો છે. આ કોઠામાં ભાદરવા સુદ એકમથી પાંચમ સુધીની તિથિઓ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
૫
ગુર
તિથિ વાર
તારીખ રવિ
૪-૯-૨૦૦૫ સોમ
પ-૯-૨૦૦૫ મંગળ
૬-૯-૨૦૦૫ બુધ
૭-૯-૨૦૦૫
૮-૯-૨૦૦૫ ૫ શુક્ર
૯-૯- ૨૦૦૫ હવે જયારે જન્મભૂમિનું પંચાંગ સમગ્ર તપાગચ્છ જૈન સંઘે સર્વાનુમતે સ્વીકારેલું છે, ત્યારે ચાલુ વર્ષે ભાદરવા સુદ ચોથની સંવત્સરી ક્યા વારે અને કઈ તારીખે આવે તેનો નિર્ણય ઉપરના કોઠા ઉપરથી કરવામાં દેખીતી રીતે કોઈ જ મુશ્કેલી નડવી જોઈએ નહિ. જન્મભૂમિ પંચાંગ પ્રમાણે ભાદરવા સુદ ચોથ બુધવાર, તા.૭ સપ્ટેમ્બર, ૨૦૦૫ના દિવસે જ છે. તેમ છતાં ભારે આશ્ચર્ય પામવા જેવી બાબત એ છે કે તપાગચ્છ સંઘનો એક મોટો વર્ગ બુધવારના
૧૦ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org