________________
બદલે ગુરુવારે ભાદરવા સુદ પ્રથમ પાંચમને ચોથ ગણી તે દિવસે જ સંવત્સરી મહાપર્વની આરાધના કરવાનો છે. જન્મભૂમિ પંચાંગની ભાદરવા સુદ ચોથ એટલે કે બુધવારે સંવત્સરી કરનારો વર્ગ આજે તપાગચ્છમાં લઘુમતીમાં છે. તપાગચ્છના બહુમતી સાધુસાધ્વીજી ભગવંતોએ અને શ્રાવક-શ્રાવિકાઓએ જન્મભૂમિ પંચાંગની પ્રથમ પાંચમને કેવી રીતે ચોથ બનાવી દીધી એ પ્રશ્નના જવાબમાં એક તિથિ - બે તિથિના વિવાદનું હાર્દ સમાયેલું છે.
શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપાગચ્છ સંઘમાં જયારે જયારે પર્વતિથિની ચર્ચા નીકળે છે, ત્યારે એક તિથિ પક્ષ અને બે તિથિ પક્ષ, એ રીતે ઉલ્લેખ થાય છે. આ નામકરણથી એવો ભાસ ઊભો થાય છે કે એક તિથિ વર્ગ એક જ તિથિની આરાધના કરે છે, જયારે બે તિથિ વર્ગ બે તિથિની આરાધના કરે છે. હકીકત એ છે કે બે તિથિ વર્ગ જે રીતે બે પર્વતિથિ હોય તે સ્વીકારે છે, તેમાં પર્વતિથિઓનો ક્ષય પણ માને છે, માટે “બે તિથિ પક્ષ એવા નામકરણમાં તેમની સંપૂર્ણ માન્યતા રજૂ થતી નથી. વળી એક તિથિ વર્ગ માત્ર પર્વતિથિની બાબતમાં જ “એક જ તિથિ એવો જકારયુક્ત અભિગમ અપનાવે છે, માટે
એક તિથિ પક્ષ” એવા નામકરણમાં તેમની માન્યતાનું પણ યથાર્થ પ્રતિબિંબ પડતું નથી. અમારા મતે તો આ નામકરણ નીચે મુજબ હોવું જોઈએ?
(ક) પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ તેવું માનનારો વર્ગ (એક તિથિ પક્ષ)
(ખ) પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિકાયમી રાખી તેની આરાધનાની વ્યવસ્થા કરનારો વર્ગ (બે તિથિ પક્ષ)
ટૂંકમાં કહેવું હોય તો પર્વતિથિની ક્ષયવૃદ્ધિને નહિ માનનારો વર્ગ અને પર્વતિથિની ક્ષયવૃદ્ધિને માનનારો વર્ગ. તેમ છતાં વ્યવહારમાં તો “એક તિથિ પક્ષ અને “બે તિથિ પક્ષ નામો એટલા રૂઢ થઈ ગયાં છે કે જેથી આ પુસ્તિકામાં તે રીતે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તપાગચ્છમાં એક તિથિની માન્યતા ધરાવતો વર્ગ બહમતીમાં છે. તેઓ કહે છે કે લૌકિક પંચાંગમાં ભલે બીજ-પાંચમ-આઠમ-અગિયારસ-ચૌદસપૂનમ-અમાસ વગેરે પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ આવતી હોય, અમે તેને માન્ય
con
પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરી એD૧૧ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International