________________
કરવામાં આવ્યો. આ ઠરાવમાં પાંચમની વૃદ્ધિએ છઠ્ઠની વૃદ્ધિને બદલે ત્રીજની વૃદ્ધિ કબૂલ રાખવાનો મુખ્ય ઉદ્દેશ આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજીના સમુદાયને તેમાં સહી કરવા માટે સમજાવવાનો હતો. એ પ્રમાણે ઠરાવમાં સહી થઈ પણ ખરી પણ પાછળથી તેમના જ આચાર્યે સહી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી. - આમ જે પ્રયોજનથી ઠરાવમાં ફેરફાર કરાયો હતો એ પ્રયોજન જ નિષ્ફળ ગયું, પણ ઠરાવનો ફેરફાર કાયમ રહી ગયો, આ નવા ઠરાવને કારણે જ આ વર્ષે એક તિથિ પક્ષ ગુરુવારે (જન્મભૂમિ પંચાંગની પ્રથમ પાંચમ) સંવત્સરી મહાપર્વની આરાધના કરશે અને બે તિથિ વર્ગ કરતાં અલગ પડી જશે. આજે પણ જો વિક્રમ સંવત ૨૦૪૨ના ઠરાવને જીવતો કરવામાં આવે તો સમગ્ર એક તિથિ પક્ષ પણ જન્મભૂમિ પંચાંગની ઔદાયિક ભાદરવા સુદ ચોથે સંવત્સરીની આરાધના કરી શકે તેમ છે. એક તિથિના આચાર્યોમાં એવી વિચિત્ર લાગણી પ્રવર્તે છે કે આપણે જો બુધવારની સંવત્સરી કબૂલ રાખીએ તો બે તિથિ પક્ષની થિયરી આપણે પણ સ્વીકારી લીધી છે, એવું ફલિત થાય. આ રીતે ઔદાયિક ભાદરવા સુદ ચોથની સંવત્સરી કરવામાં તેમને જો એકમાત્ર સમસ્યા નડી રહી હોય તો તે માન કષાય છે. જયાં અહંકાર હોય ત્યાં સાચી ક્ષમાપના અને સંવત્સરીની સાચી આરાધના ક્યાંથી સંભવી શકે?
પર્વતિથિની બાબતમાં દ્રવ્યસત્ય કયું
અને ભાવસત્ય કયું?
આચાર્યશ્રી વિજય અભયશેખરસૂરિજી મહારાજા પોતાના લેખમાં એવું વિધાન કરે છે કે, “એટલે શાસ્ત્રકારોને તિથિ અંગે જે વાસ્તવિકતા માન્ય છે તે લૌકિક પંચાંગ પરથી મળી શકે નહીં એ સ્પષ્ટ છે. એટલે જ નિશ્ચિત થાય છે કે જેન ટીપણું વિચ્છેદ પામ્યું હોવાથી લૌકિક પંચાંગના આધારે જે જે તિથિ જે દિવસે આપણને મળે તે દિવસે પણ તે જ તિથિ હોય તેવું શાસ્ત્રકારોને માન્ય Yથી. એટલે કે ક્યા દિવસે કઈ તિથિ માનવામાં દ્રવ્યસત્ય જળવાઇ રહે એ
પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએDU૨૫ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International