________________
વધુ એક સરળ ઉપાય એક તિથિ વર્ગ શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના ગુરુવારે જ કરવાની બાબતમાં મક્કમ હોય અને બે તિથિ પક્ષ બુધવાર છોડવા માટે તૈયાર ન હોય તો પણ હજી આ વર્ષે સંવત્સરીની આરાધના બાબતમાં એકતા સાધી શકાય છે. ચાલુ વર્ષે શ્રીસંઘમાન્ય જન્મભૂમિ પંચાંગ મુજબના વિવિધ શહેરોના સૂર્યોદયોને લક્ષ્યમાં લેવામાં આવે તો એક ચતુર્થાશ જેટલા ભારતમાં બુધવારે ઔદાર્મિક ચતુર્થી છે અને બાકીના ત્રણ ચતુર્થાંશ ભારતમાં ગુરુવારે
દાયિક ચતુર્થી છે. આ મુજબ ભારતના એક ચતુર્થાંશ જેટલા ભાગમાં તમામ શ્રીસંઘો બુધવારે શ્રી સંવત્સરીની આરાધના કરે અને બાકીના ત્રણ ચતુર્થાશ ભારતમાં તમામ શ્રીસંઘો ગુરુવારે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના કરે તો બુધવારનો અને ગુરુવારનો આગ્રહસચવાઇ જાય છે, કોઇ શાસ્ત્રીય સિદ્ધાંતનો અપલાપ નથી થતો, કોઇ પક્ષને પોતાની માન્યતા છોડવાની ફરજ નથી પડતી અને છતાં આરાધના બાબતમાં એકતા સધાઇ શકે છે. આ પણ એક સમાધાન છે, જેના વિષે શ્રીસંઘના મોવડીઓએ વિચારવું જોઇએ.
મિચ્છા મિ દુક્કડમ્ આ લેખ દ્વારા મેં જે સમાધાન સૂચવ્યું છે તેના ઉપર પણ શ્રીસંઘ અવશ્ય વિચાર કરશે એવી આશા છે. મારી વાત એટલી જ છે કે શાસ્ત્ર અને સિદ્ધાંતના પાયા ઉપર જે એકતા થશે તે જ ટકાઉ હશે. શાસ્ત્ર અને સિદ્ધાંતને ગૌણ બનાવીને શ્રીસંઘની એકતા સાધી શકાય તે ત્રણ કાળમાં પણ શક્ય નથી. તેનાથી શ્રીસંઘમાં ક્લેશ જ વધે તેમ છે. માટે આ મૃગજળ પાછળ દોડવાનું છોડી દેવું જોઇએ.
આ પુસ્તિકાના લખાણ દ્વારા જો મારા પ્રત્યે પૂજય આચાર્ય ભગવંતના કે કોઇના પણ મનમાં કોઇપણ દુર્ભાવ પેદા થયો હોય તો હું તેમને મન, વચન, કાયાથી ખમાવું છું. આ લખાણમાં જૈન શાસ્ત્રોની અને પરમાત્માની આજ્ઞાવિરુદ્ધજો કંઇ નિરુપણ થયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્.
૪૪ D પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org