________________
આ બંને પ્રકારનાં પંચાંગો અત્યારે મળે છે. આ બે પૈકી જે પંચાંગમાં શ્રીસંઘમાન્ય જન્મભૂમિ પંચાંગ મુજબના દિવસે ભાદરવા સુદ ૪આવતી હોય તે પંચાંગ સ્વાભાવિક રીતે વધુ ગ્રાહ્ય બનવું જોઈએ, કારણ કે આઠ દિવસ અગાઉ અને આઠ દિવસ પછી શ્રી જન્મભૂમિ પંચાંગના આધારે જ બધી આરાધ્ય તિથિઓની આરાધના કરવાની છે.
વળી શ્રી જૈન પંચાંગને જ જેઓ દ્રવ્યસત્ય માનતા હોય તેમના માટે તો એવું જ પંચાંગ ગ્રાહ્ય બનવું જોઈએ, જેમાં એક પણ તિથિની વૃદ્ધિ ના આવતી હોય. આવું પંચાંગ બીજા પ્રકારમાં આવે છે.
વળી આ પંચાંગ મુજબ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ કરવાથી ૩૬૦ અહોરાત્રનું ઉલ્લંઘન થવાની સંભાવના ટળી જાય છે. જો શ્રી તપાગચ્છના બધા જ સમુદાયો આ બીજા પ્રકારનું પંચાંગ સ્વીકારી લે તો બધા પક્ષો પોતપોતાની માન્યતા ઊભી રાખીને પણ આ વર્ષ પૂરતી સંવત્સરીની આરાધના એક થઇ કરી શકે છે.
અહીં એક વાતનું સ્પષ્ટીકરણ કરવાનું રહે કે બીજા પ્રકારના પંચાંગ મુજબ સંવત્સરી મહાપર્વ બુધવાર તા. ૭-૯- ૨૦૦૫ના રોજ આવે છે. એટલે કે આ સંવત્સરીની આરાધના ઔદાયિકતિથિએ જ કરવાનો આગ્રહ રાખનાર વર્ગની માન્યતા મુજબ આવે છે. વળી આ પંચાંગમાં ભાદરવા સુદ ૩,૪ કે પાંચમની વૃદ્ધિ ન હોવાથી તેના વડે “એક તિથિ તરીકે ઓળખાતા વર્ગની માન્યતા પણ સચવાઇ રહે છે.
વળી આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજાના કહેવા મુજબ સંવત્સરી બુધવારની કરવી કે ગુરુવારની એવો કોઇ નિયમ નથી. તેઓ કહે છે કે, “બંને પક્ષે એક જ દિવસે સંવત્સરી કરવી હોય તો એક પક્ષે તો આવો બુધવાર વગેરે કોઇક વાર છોડવો જ પડે ને? એ વગર એક દિવસ થઇ શી રીતે શકે?“આ દલીલ મુજબ એક તિથિ પણે પોતાનો ગુરુવાર છોડવામાં સંકોચન અનુભવવો જોઈએ.
Jain Education International
પતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ ૪૩ For Private & Personal Use Only
www.jainelibrary.org