________________
છે. સંવિગ્ન અને ગીતાર્થ કોને કહેવાય? જેઓ શાસ્ત્રવચનનું બહુમાન કરનારા હોય. તેઓ એવી જ આચરણા પ્રવર્તાવે કે જે શાસ્ત્રવચનની વિરોધી ન હોય. જો શાસ્ત્રવચન ઔદાયિકતિથિની આરાધના કરવાનું હોય તો તેઓ ઔદાયિક તિથિની વિરાધના કરવાની વાત કરે જ નહીં. તેઓ અપવાદ તરીકે કોઇ પરિવર્તન કરે તો પણ મૂળ શાસ્ત્રીય સત્ય સાથે સંઘર્ષ થાય તે રીતે ન જ કરે. આચાર્યશ્રી કાલિકસૂરિજી મહારાજાએ પાંચમની સંવત્સરી બદલીને ચોથની કરી પણ છઠ્ઠની કરી નહોતી. વર્તમાન કાળના કેટલાક આચાર્ય ભગવંતો ચાલ વર્ષે ભાદરવા સુદદાયિક ચોથ પ્રાપ્ત હોવા છતાં ક્યાં શાસ્ત્રવચનના આધારે પ્રથમ પંચમીના શ્રી સંવત્સરીની આરાધના કરવાની હિમાયત કરી રહ્યા છે?
બહુમતી અને સર્વાનુમતિ કરતાં મહત્ત્વની જિનાજ્ઞા
શ્રી જૈન સંઘમાં શાસ્ત્રસાપેક્ષ રહીને પ્રાચીન શાસ્ત્રોક્ત આચરણામાં ફેરફાર કરવાની અનિવાર્ય જરૂરિયાત ઉભી થાય તો ગીતાર્થ સંવિગ્ન ભગવંતો તે નિર્ણય બહુમતીએ કરી શકે નહીં. આ માટે શ્રીસંઘની સર્વાનુમતિ થવી જરૂરી છે. કેટલીક વ્યક્તિઓનો સમૂહ સર્વાનુમતે આવો કોઇ શાસ્ત્રનિરપેક્ષ નિર્ણય કરે તો તે પણ માન્ય ન ગણાય. જે કાર્યમાં શાસ્ત્રનો સ્પષ્ટ નિષેધ હોય તે કાર્ય તો કોઇ પણ ગીતાર્થ અને સંવિગ્ન આચાર્ય ભગવંત કરે જ નહીં. જેના શાસનમાં સર્વાનુમતિ કરતાં પણ વધુ મહત્ત્વ શાસ્ત્રમતિનું છે.
અન્ય પંચાંગ સ્વીકારીને આરાધનાની
એકતા ન કરી શકાય?
એક તિથિ” તરીકે ઓળખાતો પક્ષ અને “બે તિથિ' તરીકે ઓળખાતો પક્ષ પોતપોતાની માન્યતામાં મક્કમ હોય અને આ માન્યતા છોડવા તૈયાર ન હોય તે સંયોગોમાં એક વર્ષ માટે કે આઠ દિવસ માટે અન્ય
Jain Education International
પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએD૪૧ For Private & Personal Use Only
www.jainelibrary.org