________________
ઔદાયિકતિથિનો સિદ્ધાંત કોઇ સંજોગોમાં છોડે તેમ નથી જ. આપણે તો ઔદાયિક તિથિ અથવા તો કોઇ પણ તિથિ કરતાં શ્રીસંઘની એકતાને જ સર્વોચ્ચ મહત્ત્વ આપીએ છીએ, કારણ કે તે જ ભાવસત્ય છે અને ખરું સત્ય છે. માટે આપણે તિથિના દ્રવ્યસત્યને પકડી રાખવાને બદલે શ્રીસંઘની એકતાના ભાવસત્યને સિદ્ધ કરવા માટે તિથિની બાબતમાં હઠાગ્રહ છોડી દેવો જોઇએ.‘ શું આચાર્યશ્રી એક તિથિ વર્ગને આવી સલાહ આપશે ખરા? તેમની સલાહ કોઇ માનશે ખરું? જો તેઓ પોતાના વિચારોમાં પ્રામાણિક હોય તો તેમણે એક તિથિ વર્ગને આવી સલાહ આપી જોવી જોઇએ અને જો તેઓ આવી સલાહ ન માને તો આચાર્યશ્રી વિજયાભયશેખરસૂરિજીએ જાહેર કરવું જોઇએ કે, અમારા એક તિથિ વર્ગમાં ‘શ્રીસંઘની એકતા એ જ ભાવસત્ય’ એવા મારા વિચારો સ્વીકારવા કોઇ તૈયાર નથી.‘
""
આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજા પોતાની પુસ્તિકાના પૃષ્ઠ ક્રમાંક ૬ ઉપર એક મહાસત્યનું ઉચ્ચારણ કરતાં લખે છે કે, ‘“જો લોકથી પણ અલગ પડવાનું નથી, અલગ પડવામાં કલ્યાણ નથી, તો શ્રીસંઘથી અલગ પડી શકાય? અલગ પડવામાં કલ્યાણ હોય શકે? અને એમાં કલ્યાણ જો નથી તો ભાવસત્ય પણ શી રીતે હોય શકે?
"
આ બાબતમાં અમે આચાર્ય ભગવંતના વિચારો સાથે ૧૦૦ ટકા સંમત છીએ કે શ્રી સંવત્સરી જેવા મહાપર્વની આરાધના બાબતમાં શ્રીસંઘથી અલગ પડવામાં કોઇનું પણ કલ્યાણ નથી. અને જેઓ આ બાબતમાં શ્રીસંઘથી અલગ થયા હોય તેમણે પોતાની ભૂલ સુધારીને શ્રીસંઘની એકતા કરી લેવી જ જોઇએ. પરંતુ આ બાબતમાં શ્રીસંઘથી અલગ કોણ પડ્યું? ક્યારે પડ્યું? શા માટે પડ્યું? ક્યા અધિકારથી પડ્યું? એ બાબતના ઐતિહાસિક સંદર્ભો તપાસવા જોઇએ અને જેઓ અલગ થયા હોય, અલગ થયેલાનો પક્ષ લઇને તેમની સાથે ભળી ગયા હોય, વર્ષો સુધી આ અલગ પડી ગયેલાનો વિરોધ કરીને થાક્યા પછી છેવટે તેમની સાથે ભળી ગયા હોય; તે બધાએ પોતાની ભૂલ સુધારી જયાંથી અલગ પડી ગયા હોય ત્યાં પાછા આવી જેઓ મૂળ માર્ગ મુજબ આજે પણ ઔદાયિક ભાદરવા સુદ ચોથે જ શ્રી સંવત્સરી મહાપર્વની
Jain Education International
પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ]૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org