________________
ઉદયમ્મિ ના તિહિ સા પમાણમિઅરીઇ કીરમાણીએ આણાભંગણવથા મિચ્છત્ત વિરાહણે પાવે ?'
અર્થ : ઉદયમાં જે હોય તે તિથિ પ્રમાણ છે, તેને છોડીને બીજી કરવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના આ ચાર દોષ લાગે છે.
ભાવાર્થ : અહીં શાસ્ત્રકારો આપણને એવી આજ્ઞા આપે છે કે સૂર્યોદય સમયે જે તિથિ પ્રવર્તમાન હોય તેને જ પ્રમાણ માનવી અને તે મુજબ જ આરાધના કરવી. જો આ પ્રમાણે આરાધના કરવામાં ન આવે તો પ્રભુની આજ્ઞાનો ભંગ, શ્રીસંઘમાં અંધાધૂંધી ઊભી કરવી, મિથ્યાત્વને પોષણ આપવું અને ધર્મની વિરાધના આ ચાર અત્યંત ગંભીર દોષો લાગે છે.
જેન ટીપણામાં કોઈપણ તિથિની વૃદ્ધિ આવતી નહોતી પણ દર ૬૧ તિથિ પછી ૬૨મી તિથિનો ક્ષય આવતો હતો. જે તિથિનો ક્ષય આવતો હોય તેને ‘ઉદયમ્મિ ના તિહિનો નિયમ લાગુ કરી શકાય નહીં. તો પછી જે તિથિનો ક્ષય હોય તેની આરાધના કેવી રીતે કરવી? તેના માટે અપવાદ માર્ગ લેવો જ પડે. આ અપવાદ માર્ગ આપણને ભગવાન ઉમાસ્વાતિ મહારાજાના પ્રઘોષ ઉપરથી પ્રાપ્ત થાય છેઃ
“ક્ષયે પૂર્વી તિથિ કાર્યા ? '' એટલે કે ટીપણાંમાં જે તિથિનો ક્ષય હોય તેનું કાર્ય (આરાધના વિગેરે) તેની પૂર્વની તિથિએ કરવું. યાદ રહે કે આ એક અપવાદ માર્ગ છે અને તેનો ઉપયોગ ઉદિત તિથિ પ્રાપ્ત ન હોય ત્યારે જ કરવાનો છે. ટીપણાંમાં જે તિથિનો ક્ષય હોય તેની બાબતમાં જ આ પ્રઘોષનો ઉપયોગ કરવાનો છે. સૂર્યોદયના સમયે જે તિથિ પ્રવર્તમાન હોય તેના માટે તો ‘ઉદયમ્મિ ના તિહિ'ના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જ તેની આરાધના કરવાની છે. જે તિથિનો ક્ષય ન હોય તેવી તિથિ બાબતમાં જો આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર મહાગંભીર દોષો લાગે છે, એ ભૂલવું ન જોઈએ. તિથિની આરાધના બાબતનું આ ભાવસત્ય
પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ ૨૭ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International