________________
ઉદયાત્ આઠમ ન હોવા છતાં શ્રીસંઘ તે જ દિવસે અષ્ટમી પર્વતિથિની આરાધના કરે છે. અહીં આચાર્ય ભગવંત એક વાત ભૂલી જાય છે કે ઔદાયિક આઠમના ક્ષયે અષ્ટમી પર્વતિથિની આરાધના ઔદાયિક સાતમે કરવામાં આવે છે, પણ તે માટે સાતમ તિથિની આરાધનાનો ક્ષય કરવામાં નથી આવતો. જેમ કે વૈશાખ સુદ સાતમે શ્રી ધર્મનાથ ભગવાનનું ચ્યવન કલ્યાણક છે. આ વખતે જો લૌકિક પંચાંગમાં આઠમનો ક્ષય આવતો હોય તો ઉત્સર્ગ માર્ગે તે દિવસે ચ્યવન કલ્યાણકની આરાધના કરાય છે અને અપવાદ માર્ગે તે જ દિવસે અષ્ટમી પર્વતિથિની પણ આરાધના કરાય છે.
આ એક અપવાદ માર્ગ છે, જેને સમર્થન આપવા માટે ભગવાનશ્રી ઉમાસ્વાતિ મહારાજાનો પ્રઘોષ આપણને મળે છે. અપવાદ માર્ગ પણ શાસ્ત્રીય માર્ગ જ છે, માટે આઠમના ક્ષયે સાતમના દિવસે આઠમની આરાધના કરવામાં કોઇ વિવાદ છે જ નહીં. જે ઔદાયિક તિથિ પ્રાપ્ત ન થતી હોય તે તિથિની આરાધના આગળના દિવસે કરવાની બાબતમાં શ્રીસંઘમાં કોઇ વિવાદ છે જ નહીં. આ અપવાદ માર્ગનો આધાર લઇને જયારે ઔદાયિકતિથિ પ્રાપ્ત થતી હોય ત્યારે તે તિથિનો ત્યાગ કરી અન્ય તિથિએ કોઇ પણ પર્વતિથિની કે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના સિદ્ધ થઇ શકતી નથી.
(૨) દીવાળીની આરાધનાનું દૃષ્ટાંત
બીજા દૃષ્ટાંતમાં શ્રી મહાવીરપ્રભુનું મોક્ષ કલ્યાણક લોકો કરે તે મુજબ કરવું તેની વાત કરવામાં આવી છે. આચાર્ય ભગવંતના મતે અહીં ઔદાયિક અમાસ પ્રાપ્ત હોવા છતાં તેને ગૌણ કરી લોકો જે દિવસે દીવાળી ઉજવે તે દિવસે શ્રી મહાવીર પ્રભુનું મોક્ષ કલ્યાણક ઉજવવાની આજ્ઞા કરવામાં આવી છે. આ દૃષ્ટાંત ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ઔદાયિક તિથિ પ્રાપ્ત હોય તો પણ શ્રી વીર પ્રભુના મોક્ષ કલ્યાણકની આરાધના અન્ય દિવસે કરી શકાય છે; પણ આવું ક્યારે કરી શકાય? શાસ્ત્રકારોની સ્પષ્ટ આજ્ઞા હોય ત્યારે! દીવાળીની બાબતમાં શાસ્ત્રકાર પરમર્ષિઓએ સ્પષ્ટ આજ્ઞા કરી છે, માટે
૩૦ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org